જાણો: અનલોક 5માં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન

0
321
Photo Courtesy: scroll.in

માર્ચ મહિનાથી લાગુ કરવામાં આવેલ લોકડાઉન મે મહિનાથી ચોક્કસ શરતો સાથે ખૂલી રહ્યું છે. આ અનલોકનો પાંચમો તબક્કો જે સપ્ટેમ્બર મહિનામાં લાગુ પાડવામાં આવેલ અને ઓકટોબરમાં પૂર્ણ થવાનો હતો એ હજુ પણ આગળ લંબાવવામાં આવ્યો છે.

અનલોક 5 માર્ગદર્શિકા 30 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવી હતી અને તેના બીજા દિવસે અમલમાં મૂકવામાં આવી હતી.

ગયા મહિને ગૃહ મંત્રાલયે જાહેરાત કરી હતી કે, શાળાઓ અને કોલેજને ફરીથી ખોલવા જાહેર કરેલા અનલોક 5 માર્ગદર્શિકા હવે 30 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.

અને, કંટેનમેન્ટ વિસ્તારોમાં લોકડાઉન કડક રીતે 20 નવેમ્બર સુધી ચાલુ જ રહેશે.

COVID-19 કેસોમાં ઘટાડો થતાં સરકારે કહ્યું છે કે, હવે લોકોના રાજ્યમાં જ કે પછી 2 રાજ્યો વચ્ચેના મુસાફરી કે વ્યવહાર પર કોઈ નિયંત્રણો નહીં આવે. તેના માટે કોઈ અલગ પરવાનગીની જરૂર રહેશે નહીં.

પરંતુ સ્વાભાવિક છે કે; જ્યાં સુધી COVID-19નો ભય પૂર્ણ ન થાય, મોટાભાગનાં માતા-પિતા તેમના સંતાનોને શાળામાં મોકલવા માટે તૈયાર નથી.

અહીં નીચે જણાવેલ અનલોક 5 માર્ગદર્શિકા છે; જે શાળાઓ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓને ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે:

 • અગાઉની અનલોક માર્ગદર્શિકા મુજબ, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સ્થાનિક COVID-19 પરિસ્થિતિના આધારે જે-તે રાજ્યોમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ક્યારે ખોલવી તે અંગેનો નિર્ણય લઈ શકે છે. રાજ્યો બિન-કંટેનમેન્ટ ઝોનમાં શાળાઓને ક્રમશ: રીતે ફરીથી ખોલી શકે છે.
 • ઓનલાઇન શિક્ષણ અથવા ડિસ્ટન્સ શિક્ષણ પદ્ધતિઓને વધુ પ્રોત્સાહિત કરવામાં આવશે.
 • વિદ્યાર્થીઓ કે જેઓ ઓનલાઇન શીખવાનું ચાલુ રાખવા માંગતા હોય અને શાળાએ ન જવા માંગતા હોય તેઓને આમ કરવા સંપૂર્ણ મંજૂરી આપવામાં આવશે.
 • વિદ્યાર્થીઓ ફક્ત તેમના વાલીઓની લેખિત સંમતિથી શાળા અને સંસ્થાઓમાં ફરીથી જઈ શકે છે.
 • વિદ્યાર્થીઓની ચોક્કસપણે હાજરી લેવી એ જરૂરી નહીં રહે, અને તે પણ વાલીઓની સંપૂર્ણ સંમતિ પર આધારિત હોવી જોઈએ.
 • રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રો સ્થાનિક આવશ્યકતાઓને આધારે પોતાના SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) તૈયાર કરશે. જે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ (DoSEL) દ્વારા જારી કરવામાં આવેલા SOP પર આધારિત હશે.
 • જે શાળાઓ ફરીથી ખોલવામાં આવે છે, તેઓએ ફરજિયાત રીતે રાજ્ય / કેન્દ્રશાસિત કેન્દ્રોના SOPનું પાલન કરવું પડશે.
 • ઉચ્ચ શિક્ષણ વિભાગ (DHE) તથા શિક્ષણ મંત્રાલય બંને મળીને ગૃહ ખાતા સાથે સંપર્ક કરી શકે છે અને શાળાઓ, કોલેજ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ફરીથી ખોલવાના સમય અંગે નિર્ણય લઈ શકે છે.
 • PhD વિદ્યાર્થીઓ અથવા સંશોધન ક્ષેત્રમાં રહેલા વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહોના MA વિદ્યાર્થીઓ જેમને લેબોરેટરીની જરૂર હોય છે. તે નીચે જણાવેલ શરતોના આધારે 15 ઓક્ટોબરથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જઈ શકે છે:
 1. કેન્દ્રિય ભંડોળ લેતા HIE માટે  સંસ્થાના વડાએ લેબ/પ્રાયોગિક કામોની જરૂરિયાત પર વિદ્યાર્થીઓને જરૂરિયાત પૂરી કરવી પડશે.
 2. સંબંધિત રાજ્યો અથવા કેન્દ્રશાસિત કેન્દ્રોના નિર્ણય મુજબ રાજ્યની યુનિવર્સિટીઓ, ખાનગી યુનિવર્સિટીઓ વગેરે જેવા અન્ય HIE ફક્ત પ્રયોગશાળા કે પ્રાયોગિક કામો માટે ફરીથી ખોલવામાં આવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here