રિલાયંસ બાદ ટાટા ગ્રુપ પણ રિટેઈલમાં મોટો ધડાકો કરવાની ફિરાકમાં!

0
274

ગયા મહિને રિલાયન્સે મલ્ટી-નેશનલ કંપની સાથે કરેલી ડીલ ઘણી ચર્ચામાં રહી છે. કોરોના મહામારીના બજારમાં રહેલા કપરા સમયે પણ રિલાયન્સ સતત પ્રગતિ કરતું રહ્યું છે. અને આજે ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પણ સાબિત કરે છે કે, ભારતીય કંપનીઓમાં ટાટા એક નવા પગલાં સાથે સતત પ્રગતિની સ્પર્ધામાં છે.

ટાટા ગ્રુપ ઓનલાઇન શોપિંગ અને ગ્રોસરી સ્ટોર્સને લઈને એક નવું પ્લેટફોર્મ ઊભું કરવા જઈ રહ્યું છે.

ટાટા ગ્રુપ હાલમાં ઓનલાઇન ગ્રોસર ‘બીગબાસ્કેટ’માં કંટ્રોલિંગ હિસ્સો લેવા તે કંપનીના ઘણાં વર્તમાન રોકાણકારોને આશરે 500થી 700 મિલિયન ડોલરમાં ખરીદવા સક્રિય વાટાઘાટોમાં રોકાયેલ છે.

ટાટા ગ્રુપ જે ઓનલાઇન ગ્રોસરમાં હિસ્સો ખરીદવા માંગે છે, તેના મુખ્ય રોકાણકારોમાં અનેક ખાનગી ઇક્વિટી ફંડ્સ અને ચીની અબજોપતિ જેક માની આગેવાની હેઠળનુ અલીબાબા ગ્રુપ પણ શામેલ છે અને તે બિગબાસ્કેટનો સૌથી મોટો રોકાણકાર પણ છે.

જો આ સોદો સફળ થશે તો, ટાટા ગ્રુપને ભારતના તેજીવાળા ઓનલાઇન કરિયાણા બજારના ત્રણ મોટા ખેલાડીઓ – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ સક્ષમ અને સમક્ષ મોટું સ્થાન મળશે.

વધુમાં, આ ડીલ એવા સમયે થઈ રહી છે, જ્યારે ટાટા ગ્રુપ આવતા ડિસેમ્બર અથવા જાન્યુઆરી સુધીમાં એક સુપર એપ પ્લેટફોર્મ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

આ ઓનલાઇન માર્કેટ પ્લેટફોર્મ મીઠુંથી સ્ટીલ સુધીના સમૂહની બધી જ ચીજવસ્તુઓનો વ્યાપક સંગ્રહ લોકો માટે પૂરો પાડશે.

તેમાં ખોરાક અને કરિયાણાથી લઈને ફેશન, કોસ્મેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, વીમા તથા નાણાકીય સેવાઓ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને બિલ ચુકવણી માટેની સેવાઓ પણ સામેલ કરવામાં આવશે.

આ જોતાં કહી શકાય કે, ભારતીય મૂળની ટાટા કંપની દેશવાસીઓ માટે મલ્ટી-યુઝ પ્લેટફોર્મ પૂરું પાડીને ઉપર જણાવેલ હરીફ કંપનીઓ સામે આગળ આવવા પૂરતી લડત આપશે.

‘ટાટા સન્સ’ના અધ્યક્ષ એન. ચંદ્રશેકરન દ્વારા તાજેતરમાં જ રોકાણકારો સાથેની બેઠકમાં સુપર એપ્લિકેશન વિશેની વિગતો જાહેર કરવામાં આવી હતી.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here