અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસની કેટલીક ટ્રીપ્સ રદ્દ

0
352
Photo Courtesy: DNA

લોકડાઉન બાદ પુનઃ શરુ કરવામાં આવેલી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસની કેટલીક ટ્રીપ્સ રદ્દ કરવાની જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ: આ વર્ષે જાન્યુઆરીમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચેના અતિશય બીઝી રૂટ પર શરુ થયેલી તેજસ એક્સપ્રેસે પ્રવાસીઓમાં જબરું કૌતુક ઉભું કર્યું હતું. કોરોનાકાળ દરમ્યાન લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમ્યાન અન્ય ટ્રેનોની જેમ તેજસ એક્સપ્રેસને પણ બંધ કરી દેવામાં આવી હતી.

બાદમાં અનલોકની પ્રક્રિયા શરુ થવાની સાથેજ તેજસ એક્સપ્રેસની ગતિ પણ ફરીથી શરુ થઇ હતી. પરંતુ પશ્ચિમ રેલવેની નવી જાહેરાતને ધ્યાનમાં લેતાં એવું લાગી રહ્યું છે કે તેજસ એક્સપ્રેસને અનલોક દમ્યાન જરૂરી પેસેન્જર્સ મળી રહ્યા નથી.

આ પાછળનું કારણ એ પણ હોઈ શકે છે કે મહારાષ્ટ્ર અને ખાસકરીને મુંબઈમાં હજી સુધી કોરોના કાબૂમાં આવ્યો નથી અને આથી ગુજરાત અને અમદાવાદથી મુંબઈ જતાં લોકો હજી પણ ડરી રહ્યા છે. વળી, તેજસ એક્સપ્રેસ એ IRCTC દ્વારા ચાલતી ખાનગી ટ્રેન છે અને આથી તેને નુકશાનમાં ચલાવી ન શકાય એ પણ હકીકત છે.

પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવેલી તાજી જાહેરાત અનુસાર તેજસ એક્સપ્રેસની કેટલીક ટ્રીપ્સ રદ્દ કરવામાં આવી છે. તેજસ એક્સપ્રેસની રદ્દ કરવામાં આવેલી ટ્રીપ્સ 3જી અને 20મી નવેમ્બર, 1, 8 અને 15 ડિસેમ્બર, 19 અને 26 જાન્યુઆરી 2021, 2, 9, 16 અને 23 ફેબ્રુઆરી 2021 તેમજ 2, 9, 16, 23 અને 30 માર્ચ 2021 છે.

અત્રે એ નોંધનીય છે કે પશ્ચિમ રેલવે દ્વારા રદ્દ કરવામાં આવેલી ટ્રીપ્સ મોટેભાગે મંગળવારની જ છે.

eછાપું

તમને ગમશે – સ્પર્ધા: શતાબ્દી, ગતિમાન અને તેજસના મુસાફરો માટે ખુશખબર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here