શેર ખરીદીનું વિજ્ઞાન એ તેના ફન્ડામેન્ટલ પર આધાર રાખે છે

0
254

શેરબજારમાં પડવું બધાને ગમે છે પરંતુ તે રિસ્કી પણ છે. જો આપણે શેર ખરીદવાનું વિજ્ઞાન કે પછી તેની કળા જાણવા માંગતા હોવ તો તેના ફન્ડામેન્ટલ જાણવા જરૂરી છે.

કોઈ એક કંપનીનો શેર ખરીદવો એ વિજ્ઞાન છે જયારે ૧૫ થી ૨૦ કંપનીના શેરનો પોર્ટફોલિયો બનાવવો એ એક કળા છે. હવે આપણે જોઈએ કે એ કેવી રીતે.

કોઈ કંપનીના શેર ખરીદવા એ કંપનીના ફન્ડામેન્ટલ જોવાના હોય અને એનું ભવિષ્ય કેવું છે એ જોવાનું હોય અને ખાસ તો એનું મેનેજમેન્ટ કેવું છે. તેના અભ્યાસને આધારે જ એનું ભાવી ઉજળું છે કે ધૂંધળું એ કહી શકાય.

પહેલા ફંડામેન્ટલસ એટલે શું એ જોઈએ.

ફન્ડામેન્ટલ્સ એટલે ભૂતકાળમાં છેલ્લા ત્રણ થી પાંચ વર્ષમાં કંપનીએ કેવી પ્રગતિ કરી. એના વેચાણમાં દર વર્ષે કેટલા ટકાનો વધારો થયો, નફો કેટલો વધ્યો, દેવું કેટલું વધ્યું કે ઘટ્યું, એણે ડીવીડન્ડ કેટલા ટકા આપ્યું, આ તમામ કંપનીના હિસાબ મુજબ કેટલું સારું થયું એના આધારે કંપનીનું ભાવી નક્કી થાય.

દાખલા તરીકે કંપનીનું વેચાણ જો દર વર્ષે ૨૦ ટકાના દરે વધતું હોય અને નફામાં પણ પ્રમાણસર વધારો થતો હોય તો કંપની સારી કહેવાય અને એના ભાવમાં પણ ૨૦ ટકાનો વધારો રહેવાનો જ, અરે વધુ પણ શક્ય છે તો આ થયું કંપનીના ફંડામેન્ટલ્સ

એજ પ્રમાણે જો સારા ફંડામેન્ટલ્સ હોય અને કંપનીનું ભાવી ઉજળું હોય કંપનીના ભાવી પ્રોજેક્શન મુજબ વેચાણ નફો આવનારા ત્રણ થી પાંચ વર્ષમાં વધવાના હોય તો એ ઉત્તમ રોકાણ સાબિત થાય. હા આ માટે કંપનીના મેનેજમેન્ટનું મૂલ્યાંકન કરવું જુરુરી છે. જો મેનેજમેન્ટ સારું ના હોય તો નફો બધો ચવાઈ જાય અને નાના શેરહોલ્ડરોને કઈ મળે નહિ અને મેનેજમેન્ટ જો કંપનીના પૈસે તાગડધીન્ના કરે તો નાના શેરહોલ્ડરોને આપવા એટલેકે વળતર કઈ વળે નહિ એથી મેનેજમેન્ટ સારું હોવું જોઈએ નિષ્ઠાવાન હોવું જોઈએ. તો જ લાંબાગાળે શેરના ભાવ વધે અન્યથા એમાં ખોટ જ જાય.

તો આ થઇ કંપની પસંદ કરવા માટે જોવાની બાબતો.

હવે જોઈએ કંપનીઓનો પોર્ટફોલિયો બનાવવાની રીત.

માત્ર એક કંપનીમાં રોકાણ કદીપણ સૌથી વધુ જોખમી કહેવાય એથી ૧૫ થી ૨૦ કંપનીનો એક પોર્ટફોલિયો બનાવવો જોઈએ. વળી આ પોર્ટફોલિયો નાનો પણ ના હોવો જોઈએ અને ખુબ વધુ કંપનીઓ પણ ન હોવી જોઈએ. ખુબ નાનો ફોલીઓ જોખમ વધારે અને ખુબ મોટો ફોલિયો નફો ઘટાડે. એથી યોગ્ય ફોલિયો એ ૧૭ થી ૨૦ કંપનીનો કહેવાય.

આમાં કંપનીઓ જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાંથી લેવામાં આવે તો એને ડાયવરસીફાય થયેલ કહેવાય જેથી જોખમ ઘટે અને દરેક કંપનીમાં કુલ રોકાણના ૫ ટકા થી ૭ ટકાથી વધુ રોકાણ ના હોવું જોઈએ.

આ ડાયવર્સિટીમાં પણ લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ એમ જુદાં જુદાં હોવા જોઈએ એથી જોખમ બેલેન્સ થાય અને વળતર વધે. સ્મોલકેપમાં જોખમ વધુ પણ વળતર પણ વધુ જયારે લાર્જકેપમાં વળતર મધ્યમ પણ જોખમ ઓછું અને મીડકેપમાં એથી વધુ વળતર અને સ્મોલકેપ કરતા ઓછું જોખમ આમ પોર્ટફોલિયો તમારા જોખમને સ્પ્રેડ કરે છે અને વળતર વધારે છે.

વળી આવા ૧૭ થી ૨૦ કંપનીના પોર્ટફોલિયોમાંથી તમને મલ્ટીબેગર કંપની મળવાના ચાન્સ વધારે છે. તો સાથે સાથે તમારા નાણાકીય સલામતી પણ વધારે છે. ૨૦ કંપનીમાંથી કોઈ એક કંપની નુકશાન કરે તો તમારું કુલ નુકશાન નજીવું રહે વળી તમે એને બજારમાં વેચી નુકશાન ઘટાડી શકો અને સામે નવી કંપનીમાં રોકાણ કરી નુકશાન સરભર કરી શકાય એ આવા ફન્ડામેન્ટલ પર આધારિત પોર્ટફોલિયોનો ફાયદો.

આમ શેરબજારમાં રોકાણ કરવા માટે એનું સાયન્સ અને આર્ટ બંને મહત્વના છે અને એ જો શીખી જવાય તો તમને અહી ૧૫% થી ૨૦% વળતર છૂટે જ એમાં શંકા નથી.

અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે – કોરોનાને કારણે આવેલી મંદીના વાતાવરણમાં શેરબજારમાં રોકાણ કરાય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here