ગુજરાતનું અર્થતંત્ર પુનઃ ધબકતું થયું હોવાનો પ્રથમ સંકેત મળ્યો

0
263
Photo Courtesy: amazonaws.com

કોરોનાને કારણે તકલીફમાં મુકાયેલા ગુજરાત રાજ્યના અર્થતંત્ર માટે છેવટે એક સારા સમાચાર આવ્યા છે અને આ સમાચાર GST તરફથી છે.

અમદાવાદ: કોરોનાને કારણે ત્રણથી ચાર મહિનાના લોકડાઉનનો સામનો કરવાને કારણે સમગ્ર ગુજરાત રાજ્યને આર્થિક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં માંગ અને ઉત્પાદન બંને પુનઃ જીવિત થયાં છે.

ગુજરાત રાજ્યના કોમર્શિયલ ટેક્સ વિભાગના તાજા આંકડા અનુસાર ઓક્ટોબર મહિનામાં ગુજરાતની ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલેકે GSTની આવક 34% જેટલી વધી છે. ગત મહીને ગુજરાતે સ્ટેટ GST દ્વારા રૂ. 2,733 કરોડ અને ઈન્ટીગ્રેટેડ GST દ્વારા રૂ. 696 કરોડ મેળવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં આ આંકડો રૂ. 2,037 કરોડ હતો.

આ આંકડાઓ દર્શાવે છે કે નાણાંકીય વર્ષ 2020-21 માં ઓક્ટોબર મહિનામાં રાજ્ય સરકારને GST દ્વારા સહુથી વધુ આવક થઇ છે. કમર્શિયલ ટેક્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર GSTની વધેલી આવક તહેવારોની સિઝન દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં ઉભી થયેલી માંગને આભારી છે જેને કારણે રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ પર પર હકારાત્મક અસર પડી છે.

કેન્દ્રીય નાણાં મંત્રાલયની પુરક માહિતી એમ પણ કહે છે કે ગુજરાતનું કુલ GST કલેક્શન પણ ગત વર્ષે ઓક્ટોબરના રૂ. 5,888 કરોડની સામે આ વર્ષે ઓક્ટોબરમાં 15% વધીને રૂ. 6,787 કરોડ થયું છે.

ગુજરાત માટે આ ક્ષેત્રે એક અન્ય સારા સમાચાર એ પણ છે કે ટેક્સ કલેક્શનના વિષયમાં ગુજરાત ત્રીજા સ્થાને આવ્યું છે જે આંધ્રપ્રદેશ અને હરિયાણા બાદ આવે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here