ભારતના નકશાને વિવાદિત રૂપે રજૂ કરતાં આખરે Twitter એ માફી માંગવી પડી.

0
325
Photo Courtesy: India TV News

આજકાલ Twitter પર એક સહેજ કોઈ મુદ્દા પરની ચર્ચાને લઈને  વિવિધ સમુદાયો મેદાનમાં ઉતરી પડે છે. લોકો એકબીજા સામે બાય ચડાવીને બસ લડતના ઇરાદે Twits નો ટ્રાફિક સર્જે છે. પરંતુ આવી કોઈ અન્યાયની વાત આખાય દેશ વિરુદ્ધ થાય ત્યારે તેના પરિણામો કપરા હોય છે. અને આજે દેશવાસીઓના આક્રોશ અને લાગણીઓ સામે Twitter ને  નમવું પડ્યું છે.  

ટ્વિટર ઈન્ડિયાએ ભારતના લેહ અને J&Kને ચાઇનાના ભાગરૂપે બતાવેલા જીવંત પ્રસારણમાં લોકેશન ટેગ ઉપર અંગત ડેટા સંરક્ષણ અંગે સંયુક્ત સંસદીય સમિતિને મૌખિક માફી માંગી છે.

સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર, સંસદીય પેનલે ટ્વિટર પર આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મને લેખિત માફી માંગવા અને સોગંદનામું રજૂ કરવા જણાવ્યું હતું.

આ સમગ્ર મામલાને માત્ર ભૂલ કહેતા ટ્વિટર પર સંયુક્ત સંસદીય પેનલના વડાએ નવી દિલ્હીની સાર્વભૌમત્વનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો.

ગયા અઠવાડિયે જાહેરમાં આવેલી ભૂલને સમજાવવા માટે ‘પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ’ને લઈને સંયુક્ત સમિતિ સમક્ષ ટ્વિટર અધિકારીઓ હાજર થયા હતા અને કંપનીએ કહ્યું હતું કે, તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

પરંતુ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સમિતિના અધ્યક્ષ શ્રીમતી મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે; સમિતિ એકમત છે કે, ટ્વિટરએ આપેલી સમજૂતી અપૂરતી છે.

તેમણે ઉમેર્યું હતું કે; ટ્વિટર જણાવે છે કે, તે આ મુદ્દે સંવેદનશીલતાને આદર આપે છે તે પર્યાપ્ત નથી. તે ભારતીય સાર્વભૌમત્વ અને અખંડિતતાની વાત છે.

“ચીનના ભાગ રૂપે લદ્દાખ બતાવવું એ ક્રિમિનલ ગુના સમાન છે.”

ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયના સચિવ, અજય સૈહનીટ્વિટરના CEO જેક ડોર્સીને લખેલા સખ્ત શબ્દોમાં જણાવ્યું હતું કે, સરકારે દેશના નકશા અંગેના ખોટી રજૂઆતને સખ્તાઇથી નકારી છે.

સોહનીએ પત્રમાં જણાવ્યું છે કે, આવા પ્રયાસો ટ્વિટર પર અંધાધૂંધી લાવવાની સાથે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની માધ્યમ તરીકેની તટસ્થતા અને નિષ્પક્ષતા પર પણ પ્રશ્નો ઉભા કરે છે.

ભારતીય નાગરિકોની સંવેદનશીલતાને માન આપવા માટે ટ્વિટરને પૂછતા, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના સચિવે સંદેશાવ્યવહારમાં લખ્યું છે કે, નકશાઓ દ્વારા પણ પ્રતિબિંબિત ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાનો અનાદર કરવાનો ટ્વિટર દ્વારા કરવામાં આવેલ કોઈપણ પ્રયાસ તદ્દન અસ્વીકાર્ય છે અને ગેરકાયદેસર પણ છે.

બાદમાં ટ્વિટરે પણ આ મુદ્દે નિવેદન જારી કર્યું હતું.

કંપનીના પ્રવક્તાએ જમ્મુ-કાશ્મીરને ચીનના ભાગ રૂપે દર્શાવતા જીવંત પ્રસારણમાં લોકેશન ટેગ અંગેના વિવાદમાં જણાવ્યું હતું.

“અમે આ તકનીકી મુદ્દાથી 18 ઓક્ટોબરના રોજ વાકેફ થયા, અને તેને લગતી સંવેદનાઓને સમજીએ અને આદર આપીને ટીમે સંબંધિત જીયોટેગ મુદ્દાની તપાસ અને નિરાકરણ માટે ઝડપથી કામ કર્યું છે.”

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ટ્વિટર દ્વારા આ ખોટી રજૂઆત કરવામાં આવી હતી.

ચીને લદ્દાખમાં ગેરકાયદેસર રીતે સ્થાપિત કેન્દ્ર શાસિત પ્રદેશ ને માન્યતા આપવાનો ઇનકાર કર્યાના થોડા અઠવાડિયા પછી જ આ ઘટના બની હતી.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here