કુદરતી આશ્ચર્ય: એક પક્ષીએ ઉડવાનો નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો

0
412
Photo Courtesy: eBird

પૃથ્વી પર માનવીએ કરેલા અજુબાઓ ઓછા નથી. ઘણી ઘટનાઓમાં માનવીએ કુદરત સમોવડા થવા પ્રયત્નો કરીને વિશ્વવિક્રમો સર્જ્યા છે. પરંતુ કુદરતની કાયનાત સામે માનવી એ એનું સર્જન જ કહેવાય. અને આ અંગે પુરાવો આપતી અદભૂત ઘટના નોંધાઈ છે, જેમાં રેકોર્ડ સર્જનાર એક પક્ષી છે.

‘જેટ ફાઇટર’ કહેવાતા ગોડવિટ પક્ષીએ નોન-સ્ટોપ બર્ડ ફ્લાઇટ માટેનો વર્લ્ડ રેકોર્ડ સર કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

બાર-ટેઈલ્ડ ગોડવિટે 11 દિવસમાં અલાસ્કાથી ન્યુઝીલેન્ડ સુધીની 12,000 કિલોમીટર(7500 માઇલ) થી વધુની ઉડાન પૂર્ણ કરી છે.

આ પક્ષીનું ઉડાન સંશોધકો દ્વારા ટ્રેક કરવામાં આવ્યું છે, જેણે એવિયન નોન-સ્ટોપ ફ્લાઇટ માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

2007માં 11,680 કિલોમીટરની પક્ષી દ્વારા અગાઉની સૌથી લાંબી નોંધાયેલ નોન-સ્ટોપ ફ્લાઇટની નોંધણી કરવામાં આવી હતી.

બાર-પૂંછડીવાળું ગોડવિટ, જેને ગુજરાતીમાં પટાપુછ ગડેરા તરીકે ઓળખવામાં આવે છે, તે 16 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ-પશ્ચિમ અલાસ્કાથી રવાના થયું હતું અને 11 દિવસ પછી ઑકલેન્ડ, ન્યુજીલેન્ડની નજીક એક ખાડીમાં પહોંચ્યું હતું.

પક્ષીના ઉડ્ડયનમાં સરેરાશ ઝડમ 55 mph હતી.

પગમાં ફીટ કરેલી અનુક્રમે બ્લૂ, બ્લૂ, રેડ અને વ્હાઇટ રિંગ્સના સંદર્ભમાં 4BBRW તરીકે ઓળખાતા આ નર પક્ષીના ઉડ્ડયન પ્રગતિને ટ્રેક કરવા માટે તેની પીઠના નીચલા ભાગે 5 ગ્રામ વજન ધરાવતો સેટેલાઈટ ટ્રેકર લગાવેલો હતો.

અલાસ્કાના કાદવ ધરાવતા મેદાનોમાં બે મહિનાથી છીપવાળી ખાદ્ય માછલીઓ અને કીડાઓને પોતાનો ખોરાક બનાવતા અને સંશોધકોએ નક્કી કરેલા 4 પક્ષીઓમાંથી એક આ નર પક્ષી હતું.

નર બાર-પૂંછડીવાળું ગોડવિટનું પ્રમાણભૂત વજન સામાન્ય રીતે 190 ગ્રામથી 400 ગ્રામ વચ્ચે હોય છે. તથા આવી લાંબો સમય થતી ફ્લાઇટની પહેલાં કદમાં બમણું થઈ શકે છે.  પરંતુ પોતાના ભારને હળવુ  કરવા માટે તેના આંતરિક અવયવોને સંકોચિત કરવામાં સક્ષમ હોય છે.

અલાસ્કા છોડ્યા પછી, પક્ષીઓ દક્ષિણમાં અલેઉશિયન આઇલેન્ડ અને પેસિફિક મહાસાગર તરફ પ્રયાણ કર્યું હતું.

વૈજ્ઞાનિકો દ્વારા એમ માનવામાં આવે છે કે, આ મુસાફરી ઝડપી પૂર્વના પવનથી લાંબી રહી છે, જેણે પક્ષીઓના જૂથને ઓસ્ટ્રેલિયા તરફ ધકેલી દીધું હતું.

સેટેલાઇટમાં પોઇન્ટ-ટુ-પોઇંટ ફ્લાઇટ 12,854 કિ.મી. નોંધાઈ હતી, પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે, સરેરાશ ટ્રેક કરવામાં થયેલી ભૂલો ધ્યાનમાં લેવામાં આવે તો આ પ્રવાસ આશરે 12,200 કિ.મી.નો  રહ્યો છે.

સ્થળાંતરિત થતાં પક્ષીઓની મુસાફરીઓનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોના સંગઠન, ગ્લોબલ ફ્લાયવે નેટવર્કના ડૉ. જેસી કોનક્લિને જણાવ્યું હતું કે,

આ પક્ષીઓ પાસે એવી ક્ષમતા હોય છે કે, પૃથ્વી પર કયા હોય છે તે વિષે તેઓ કુદરતી રીતે જાણતા હોય છે. આ અંગે કોઈ સમજૂતી આપી ના શકાય, પરંતુ જાણે તેઓ પોતાનો એક મૅપ રાખતા હોય એવું લાગે છે.

eછાપું 

તમને ગમશે – કેવી રીતે જંગલો અને વૃક્ષો આપણને એક થેરાપીસ્ટની જેમ મદદ કરે છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here