ના હોય!: શું વ્લાદિમીર પુતિન રશિયાનું રાષ્ટ્રપતિપદ છોડી રહ્યા છે?

0
617
Photo Courtesy: allthatsinteresting.com

એક તાજા સમાચાર અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ એક ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે અને તેને કારણે તેમના પર પોતાના પદ પરથી રાજીનામું આપવાનું દબાણ ધીરે ધીરે વધી રહ્યું છે.

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને થોડા સમય અગાઉજ એવી વ્યવસ્થા કરી લીધી હતી કે તેઓ 2027 સુધી રાષ્ટ્રપતિપદે બની રહે. પરંતુ વાયોન ન્યૂઝ ચેનલમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર વ્લાદિમીર પુતિન બહુ જલ્દીથી રશિયાનું રાષ્ટ્રપતિપદ છોડી શકે છે.

આ સમાચારમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ પુતિન પાર્કિન્સન્સના દર્દથી પીડાઈ રહ્યા છે. આ કારણસર પુતિનની ગર્લફ્રેન્ડ એલિના કબાયેવા અને તેમની બંને પુત્રીઓ પુતિનને પદ છોડવા માટે દબાણ કરી રહ્યા છે અને મોટાભાગે પુતિન આવનારા જાન્યુઆરી મહિનામાં પોતાનું પદ છોડી દેશે.

યુકેના ડેઈલી મેઈલમાં મોસ્કોના પોલિટીકલ સાયન્ટીસ્ટ વેલરી સોલોવેઈને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં જ રાષ્ટ્રપતિ પુતિન પાર્કિન્સન્સથી પીડાઈ રહ્યા હોવાના લક્ષણો જાહેરમાં દેખાયા હતા. હાલમાં એક ફૂટેજમાં જોવા મળ્યું હતું કે પુતિન જ્યારે એક ખુરશીને પકડી રહ્યા હતા ત્યારે, KGBના પૂર્વ જાસૂસને પેન આપી રહ્યા હતા ત્યારે તેમજ તેમના ટેબલ પર પડેલા એક  કપમાં પેઈનકિલર્સ મોટી સંખ્યામાં જોવા મળી ત્યારે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે પુતિનને પાર્કિન્સન્સનો રોગ છે.

આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે રશિયાની સંસદ પુતિન સહીત રશિયાના તમામ પૂર્વ રાષ્ટ્રપતિઓને આજીવન ક્રિમીનલ કાર્યવાહીથી મુક્ત રાખવાના ખરડા પર વિચાર કરી રહી છે. જો કે રશિયન રાષ્ટ્રપતિના અંગત સ્ટાફે ઉપરોક્ત દાવાને નકારી કાઢ્યો છે અને તેને બહુ મહત્ત્વ આપ્યું નથી.

સોલોવેઈએ એવો દાવો પણ કર્યો છે કે પુતિન બહુ જલ્દીથી એક નવા વડાપ્રધાનની નિમણુંક કરશે જેને ભવિષ્યના રાષ્ટ્રપતિ તરીકે તૈયાર કરવામાં આવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here