શું શેરમાં રોકાણ કરવું અત્યંત જોખમી છે? શું શેરમાં રોકાણ એ સટ્ટો છે?

0
353

શેરમાં રોકાણ કરવા અંગેના આ મહત્ત્વના સવાલનો જવાબ છે હા અને ના પહેલાં શા માટે હા એ જોઈએ

જો તમે કંઈપણ સમજ્યા વિના કંપનીને જાણ્યા વિના શેર ખરીદો અને લે વેચ કરો તો એ સટ્ટો છે. બસ આ એક જ કારણે મોટાભાગના લોકો શેરબજારમાં આવતા હોય છે અને પછી પૈસા ગુમાવતા હોવાથી એને સટ્ટાનું નામ આપી દેતા હોય છે. વાસ્તવમાં શેરબજાર એ એક ધંધાનું સાહસ છે અને એમાં જે જોખમ કોઈપણ ધંધામાં જોખમ હોય એટલું જ જોખમ રહેલું છે. પરંતુ ના! કોઈપણ ધંધાનું સાહસ કરવાને બદલે તમે જો કોઈના ધંધામાં પૈસાનું જોખમ લો અને એમાં જેટલું જોખમ હોય એ સમજીને કરો એટલું જ જોખમ છે. કઈરીતે એ આપણે જોઈએ.

શેર એટલે ભાગ. તમે જયારે રિલાયન્સનો શેર ખરીદો ત્યારે તમે મુકેશ અંબાણીના ભાગીદાર બનો છો. અને જે વિશ્વાસ તમે મુકેશ અંબાણીમાં દર્શાવી શેર ખરીદો છો તો અને ત્યારે જેટલું જોખમ તમે અનુભવો છો એવું અને એટલું જ જોખમ તમે લો છો શેરમાં રોકાણ કરતી વખતે.

ટૂંકમાં તમને મેનેજમેન્ટમાં વિશ્વાસ હોય અથવા એને ચકાસીને જો શેર ખરીદો તો તમારું એ ધંધામા પૈસાનું રોકાણ જેટલું જોખમી એટલું જ જોખમ કોઈપણ શેર ખરીદવામાં. આ છે થમ્બરુલ શેરમાં રોકાણ કરવા પહેલાનો. આને બીજીરીતે કહીએ તો શેરમાં રોકાણ કરતા પહેલા એનું મેનેજમેન્ટ જોવું એ સૌથી પહેલું અને અગત્યનું કામ છે.

પ્રતિષ્ઠિત કંપની એટલે શું? સ્વાભવિક જ જેની બજારમાં શાખ છે એ કંપની તો આ શાખ કઈ રીતે આવે? તો એના મેનેજમેન્ટ થકી. આમ જેટલી જૂની કંપની એટલી એની શાખ વધારે.

હવે આ મુદ્દાઓને જુઓ જૂની કંપનીની શાખ વધારે એનું કારણ એનો અનુભવ પ્રમોટરને કંપની ચલાવવાનો અને આપણા માટે એની કુનેહને જાણતા હોવાનો.

હવે જેમ જૂની કંપની હોય અને એ સતત નફો કરતી હોય તો સ્વાભાવિક જ એની વેલ્યુ બજારમાં વધારે આનો અર્થ એના શેરનો ભાવ પણ વધારે.

તો અહી એક પ્રશ્ન પૂછીએ કે તો શું ઊંચા ભાવવાળી કંપનીમાં ઉચા ભાવે રોકાણ કરી શકાય? તો ઉપરની વિગતો જોતાતો એમ જ કહેવાય કે જરૂર કરી શકાય પરંતુ અહી એક ચકાસણી જરૂરી બની જાય અને એ છે કે કંપનીનું ભાવી કેવું છે ? જો ભાવી ઉજળું હોય એનો વિકાસ દર સારો હોય તો આવનારા દિવસોમાં એ વધુ સારું પર્ફોમન્સ આપશે અને એના શેરના ભાવ વધુ ઊંચા જશે. આમ આ કારણસર એમાં જરૂરથી રોકાણ કરી શકાય.

તો અહી સામાન્ય રોકાણકારો જે મનમાં ખ્યાલ રાખે છે કે બહુ ઊંચા ભાવે શેર ના ખરીદી શકાય એ ખ્યાલ ખોટો છે એ પુરવાર થાય છે અને જેમ કંપની જૂની એમ એનો ભાવ ઉંચો રહેવાનો જ અને સાથે સાથે એની પ્રતિષ્ઠા પણ વધુ.

તો જો તમે બજારમાં દસ વર્ષ જૂની કંપની પસંદ કરો એના છેલ્લા પાંચ વર્ષના નફા નુકશાનનો હિસાબ જુઓ અને જો એ સતત નફો કરતી હોય અને એનો વિકાસ દર પણ ઉંચો હોય જે દસ ટકાથી વધુ હોય અને જેનું ભાવી ઉજળું હોય તો એવી કંપનીમાં રોકાણ કરવાથી તમારું જોખમ એકદમ ઓછું થઇ જાય છે ને? તો પછી આને સટ્ટો કઈ રીતે કહેવાય? એમાં જોખમ ક્યાં આવ્યું? જે જોખમ છે એ કોઈપણ સામાન્ય ધંધા જેટલું જ જોખમ છે.

આટલું સામાન્ય જોખમ લેવાથી તમને શો ફાયદો થાય છે?

Photo Courtesy: marketwatch.com

ફાયદો એ જ કે તમારા રોકાણની વેલ્યુ વધે છે એટલેકે શેરનો ભાવ વધે છે અને આ વધારો એ ધંધાની વેલ્યુ વધે એના પ્રમાણમાં હોય છે જે પંદર ટકા વાર્ષિક દરથી વધુ હોય ટૂંકમાં તમારા રોકાણના અહી ૧૫% છૂટે છે. જો તમે ઉપર મુજબ તપાસ કરી શેર ખરીદો તો જે બેન્કના ફિક્સ ડીપોઝીટમાં તમને માંડ હવે ૬% મળે છે. વળી એ રકમ એની એ જ રહે છે જયારે શેરનો ભાવ વધતા તમારી મૂડી પણ વધે છે એથી તમે મોંઘવારી સામે રોકાણ દ્વારા રક્ષણ પણ મેળવો છો. આમ ડબલ ફાયદો.

હવે તમે માત્ર કોઈ એક કંપનીના શેર ના લેતાં પંદર થી વીસ કંપનીના શેર ખરીદો તો તમારું જોખમ કેટલું ઘટી જાય? બરોબરને? આને ડાયવરસીફાઈડ પોર્ટફોલિયો કહેવાય.

વળી શેરમાં એક જ વાર રોકાણ કરવાનું છે અને જેમ ધંધાને વિકાસ પામતા સમય લાગે પાંચ વર્ષ દસ વર્ષ એમ તમારે પણ જયારે તમે શેર એટલેકે ભાગ રાખ્યો હોય ત્યારે એ રોકાણ જાળવી રાખવાનું છે તો જ વળતર વધુ મળે.

હવે આની સામે તમે નફો કરતી કંપનીના શેર વેચી દો તો તમે વળતરનો ચાન્સ ગુમાવો જ ને? જે સ્વાભાવિક છે. આમ શેરમાં લે વેચ કરવાથી તમે નુકશાન કરો છો અને પછી એને સટ્ટો કર્યો કહો છો. વાસ્તવમાં તમે લાલચમાં લે વેચ કરો છો અને એથી નુકશાન થાય છે.

આમ ઉપરના કારણોને લીધે તમને સમજાશે કે શેરમાં રોકાણ એ રોકાણ છે જો થોડો અભ્યાસ કરી કરીએ અને લાંબાગાળા માટે કરીએ તો અને એ રોકાણ જેમાં સારું વળતર બેઠાં બેઠાં મળે છે

અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે – 5 કે તેનાથી વધુ વર્ષના રોકાણ માટે તમારું ભારતમાં સ્વાગત છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here