ધરતી પરના સ્વર્ગ કહેવાતા કૈલાશ પર્વત વિષે 9 અવનવી વાતો

0
690
Photo Courtesy: Lonely Planet

કૈલાશ પર્વત, જે સ્વર્ગની સીડી તરીકે પણ ઓળખાય છે. અહી સદીઓથી વૈશ્વિક વૈજ્ઞાનિકો અને ઉત્સાહિક આરોહકો આવતા રહ્યા છે. ભૌગોલિક દ્રષ્ટિએ; 22,000 ફૂટની ઊંચાઈ ધરાવતો આ પર્વત, જે તિબેટીયન પ્લેટથી હિમાલયની શ્રેણીનો એક ભાગ બનાવે છે, તે સર કરવામાં અસંભવિત હોવાનું કહેવાય છે. કારણ કે, અત્યાસ સુધીમાં ફક્ત એક જ વ્યક્તિ તેની ટોચ પર પહોંચવામાં સફળ રહ્યો છે.

આશ્ચર્યની વાત છે કે; માઉન્ટ એવરેસ્ટ (29,030 ફૂટ) જે વિશ્વનો સૌથી ઉંચો પર્વત છે, તેને અસંખ્ય પર્વતારોહકો સર કરી ચૂક્યા છે. પરંતુ તેનાથી ઓછી ઊંચાઈ ધરાવતા કૈલાસ પર્વતની ટોચ પર ક્યારેય કોઈ પહોંચી શક્યો નથી.

એવું કેમ?

જાણો કૈલાસ પર્વત વિશેના આ 9 તથ્યો, જે તમને જવાબ મેળવવા માટે મદદ કરી શકે છે.

  1. ભગવાન શિવનું નિવાસસ્થાન
  • હિન્દુ દંતકથાઓ મુજબ, કૈલાશ પર્વત ભગવાન શિવ અને તેમના પરિવારનું ઘર છે; અને તેથી તે પવિત્ર યાત્રાધામ છે.
  • ભક્તો કે જેઓ હંમેશા પર્વતની આજુબાજુ રહ્યા છે; તેઓ દાવો કરે છે કે, તેઓ તેમની આસપાસ અલૌકિક શક્તિઓ અનુભવે છે.
  1. સર ન કરી શકાય તેવી શક્તિ
  • દર વર્ષે, પવિત્ર પર્વત કૈલાશ સુધી પહોંચવા માટે સંખ્યાબંધ યાત્રાળુઓ તિબેટમાં પ્રવેશ કરે છે.
  • આ યાત્રાળુઓમાં ફક્ત થોડા લોકો જ પવિત્ર શિખરની પરિભ્રમણ કરવાનું સમાપ્ત કરે છે.
  • અને તેમાંથી પણ કેટલાક લોકો જ તેની ટોચ પર પહોંચી શકે છે, પરંતુ ભાગ્યના સાથ વગર.
  1. જૈનો માટે અષ્ટપદ
  • જૈનો આ શિખરને અષ્ટપદ કહે છે.
  • તેઓ માને છે કે; 22 તીર્થંકરોમાંથી પ્રથમ એવા ર્હિષભ, જેનો તેઓ ઉપદેશ કરે છે, તેમણે આ પર્વત પર મુક્તિ પ્રાપ્ત કરી છે.
  1. પ્રતિબંધિત શિખર
  • હિન્દુ પૌરાણિક કથાઓમાં, માઉન્ટ કૈલાશ પર ચડાણ કરવું એ પ્રતિબંધિત કૃત્ય છે.
  • કારણ કે, તે પર્વતની પવિત્રતામાં વિક્ષેપ કરે છે અને ત્યાં રહેતી ઊર્જાઓને ખલેલ પહોંચાડવાનું કાર્ય છે એમ ટાંકવામાં આવે છે.
  • આને લગતી એક વાર્તા પણ છે કે; મિલારેપા નામક સાધુ એક સમયે પર્વતની ટોચ પર પહોંચવા માટે ખૂબ સાહસ કરવાની હિંમત કરી હતી.
  • પરંતુ; જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમણે દરેકને ચેતવણી આપી હતી કે, ભગવાન આરામની પરાકાષ્ઠાએ છે અને તેથી તેમને પરેશાન ન કરો.
  1. પર્વતની બંને બાજુ રહેલા ખાસ તળાવો
  • માઉન્ટ કૈલાશની દક્ષિણમાં રક્ષાસ તાલ નામનુ તળાવ છે.
  • જ્યારે ઉત્તર તરફ માનસરોવર તળાવ છે.
  • માનસરોવર સૂર્ય જેવો આકાર ધરાવે છે અને રક્ષસ તાલ અર્ધચંદ્રાકાર ચંદ્ર જેવો છે.
  • રક્ષાસ તાલમાં પાણી ખારું છે, જ્યારે માનસરોવર તાજા પાણીનુ તળાવ છે.
  • બંને તળાવો મનુષ્યની બે બાજુઓ હોવાનું પ્રદર્શિત કરે છે.
  • એક સારું અને બીજું દુષ્ટ.
  1. કૈલાસ પર્વતથી બૌદ્ધ ધર્મનો સબંધ
  • બૌદ્ધ ગ્રંથોમાં કૈલાસ પર્વત મેરુ પર્વત તરીકે ઓળખાય છે.
  • બૌદ્ધો માટે, આ પર્વત કંગના રિમ્પોચે અથવા ‘હિમવર્ષાના એક કિંમતી બિંદુ’ તરીકે ઓળખાય છે.
  1. ઝડપી વૃદ્ધત્વ
  • પર્વતારોહકો દાવો કરે છે કે; જ્યારે તેઓ શિખર આજુબાજુ હોય છે ત્યારે વાળ અને નખની વૃદ્ધિમાં ઝડપથી વધારો થાય છે.
  • મતલબ, જ્યારે તેઓ માઉન્ટ આસપાસ હોય ત્યારે વ્યક્તિ ઝડપથી વૃદ્ધત્વ પામે છે.
  1. વિશ્વનું કેન્દ્ર
  • કૈલાસ પર્વત વિશેની એક હકીકત એ પણ છે કે, આ પર્વત એક્સિસ મુંડી ઉર્ફે વિશ્વના કેન્દ્ર અથવા વિશ્વના વૃક્ષ તરીકે પ્રખ્યાત છે.
  • તે બિંદુ છે, જ્યાં સ્વર્ગ પૃથ્વી મળે છે.
  • આ હકીકતની માન્યતા માટે ગૂગલ મેપ્સ પણ સાક્ષી આપે છે.
  1. યમદ્વાર
  • યમનો અર્થ યમરાજ છે જ્યારે દ્વારનો અર્થ દરવાજો છે.
  • આ યમદ્વાર માઉન્ટ નજીકના માર્ગ પર છે અને કૈલાશ પર જતાં સૌને ત્યાંથી પસાર થવું પડે છે.
  • કહેવાય છે કે, પોતે યમરાજ દ્વારા રક્ષિત એક પ્રવેશદ્વાર છે અને તેથી તેની આગળ કોઈ શેતાન શક્તિ ક્યારેય પસાર થઈ શકે નહીં.
  • આ રીતે, અહી યમરાજ પણ ભોલેના ભક્તોની રક્ષા કરીને ભગવાન શિવ પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવે છે.

eછાપું 

તમને ગમશે – શ્રાવણ મહિનો: શંકર ભગવાન અને શ્રાવણ માસની કેટલીક દંતકથાઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here