ઉત્તરાંચલ – ધરતી પરનું સ્વર્ગ અને તેનું દર્શન કરાવતા તેનાં 5 નગરો!

0
369
Photo Courtesy: Hallmark Tour

ભારત દેશ તેના વૈવિધિક સાંસ્કૃતિક વારસાને લીધે ચોમેર પ્રસિદ્ધિ ધરાવે છે. દેશના ચારે ખૂણે એકબીજાથી તદ્દન જુદો રસ મળી આવે તેવી રહેણીકરણી અને જીવનશૈલીનો અનુભવ થાય છે. ઘણા જ સ્થળો એક એકથી ચડિયાતા છે. પરંતુ જ્યારે શ્રેષ્ઠતાની વાત આવે ત્યારે એક જ રાજ્ય મોખરે છે અને તેનું નામ છે ઉત્તરાંચલ.

ધાર્મિક, સાંસ્કૃતિક, કલા-શિલ્પ, સ્થાપત્ય અને લોકકલાનો સમન્વય એટલે ઉત્તરાંચલ.

પહાડી, બરફ આચ્છાદિત સૌંદર્ય જો માણવું હોય તો ઉત્તરાંચલ જ જવું પડે.

અહીંના મંદિરો, પ્રકૃતિ અને સ્થાપત્યને જાણવા-માણવાની મજા અનોખી જ થઈ પડે છે.

ઉત્તરાંચલના જોવાલાયક સ્થળોમાં હરદ્વાર, દહેરાદૂન, ચંબા, કૌસાની, નૈનિતાલ, રાનીખેત, અલમોડા, ઋષિકેષ, રૂદ્રપ્રયાગ અને ચાર ધામ યાત્રા જેમાં બદરીનાથ, કેગારનાથ, ગંગોત્રી, જમનોત્રીનો સમાવેશ થાય છે.

હરદ્વારમાં ગંગાનું આકર્ષણ અદભૂત છે.

 1. દહેરાદૂન
 • ‘દહેરા’ અર્થાત્ જમીન પરનો તંબુ અને ભીષ્મ પિતામહે આરાધના સ્થળ તરીકે અત્રે એક આશ્રમ સ્થાપેલો જે દૂનને નામે ઓળખાતો એટલે દહેરાદૂન.
 • અહીંના જોવાલાયક સ્થળોમાં સહસ્ત્રધારા, તપકેશ્વર, તપોવન, લક્ષ્મણસીધ, માલ્સી ડિયરપાર્ક, કલંગા મેમોરિયલ, શાંતુલા મંદિર, ચંદ્રબાની, સાંઈ દરબાર, તિબેટન ટેમ્પલ, રોબર્સ કેવ, ડાક પથાર, હલસી, ગ્રેટ સ્તૂપ, ટાઈગર ફોલ જોવા જેવા છે.
 • હેરાદૂન એરપોર્ટ, રેલ સ્ટેશન સડકમાર્ગે મુખ્ય માર્ગો સાથે જોડાયેલું છે.
 1. સિમલા
 • દહેરાદૂનથી આગળ સિમલા મસૂરી જવાય છે.
 • પ્રકૃતિની ગોદમાં વસેલું મસૂરી એટલે લીલી હરિયાળીથી ભર્યોભાદર્યો પ્રદેશ.
 • જ્યાં મનને ખૂબ જ શાતા મળે.
 • જોવા લાયક સથળોમાં ગન હિલ, કેમ્પટી ફોલ, લેઈક મિસ્ટ, ગાર્ડન, ચાઈલ્ડર્સ લોજ, રાધાકૃષ્ણ-લક્ષ્મીનારાયણ મંદિર, સાંઈ મંદિર, મસ્જિદો, ગુરુદ્વારા, ચર્ચ, કેમલ્સ બેક રોડ, ભટ્ટા ફોલ, ઝારી ફોલ, મો સી ફોલ, મસૂરી લેઈક છે.
 1. નૈનિતાલ
 • નૈનિતાલ ૧૯૩૮ મીટરની ઊંચાઈએ નયનરમ્ય ઘાટીમાં વસેલું ‘ઝીલ’ રિસોર્ટ છે.
 • સાત પર્વતોથી ઘેરાયેલું આ સ્થળ ખૂબ જ આકર્ષક છે.
 • જોવાલાયક સ્થળોમાં ખોરપા તાલ, કિલબરી, ઘેરખેત, હનુમાનગઢી, રાજભવન, જૂ, ગોલ્ફકોર્સ, કેવગાર્ડન, નયનાદેવી ટેમ્પલ તેમજ મુક્તેશ્વરથી ૫૨ કિ.મી. અને સપ્તતાલથી ૨૫ કિ.મી. દૂર છે.
 • ભીમતાલ, નૌકુચિયાતાલ, કલાધૂંગી, કોર્બેટ વોટર ફોલ છે.
 1. ચંબા
 • ચંબા એટલે ગઢવાલનું હૃદય.
 • તે ૧૬૭૬ મીટરની ઊંચાઈએ વસેલું છે.
 • ચંબા એટલે મનમોહક લીલોતરીથી હર્યોભર્યો પ્રદેશ.
 • અહીં જોવા લાયક સ્થળોમાં થલૈયા સાગર, જોનાલી, નરેન્દ્રનગર, આનંદા.
 • નજીકનું એરપોર્ટ જોલીગ્રાન્ટ છે.
 • તે ઋષિકેશ થી ૬૦ કિ.મી. દૂર છે.
 • તે રેલમાર્ગે અને નેશનલ હાઈવે નં. ૫૮ દ્વારા સડકમાર્ગે જોડાયેલું છે.
 1. રાનીખેત
 • રાનીખેત ખૂબ આહલાદક છે.
 • ખુશનુમા વાતાવરણથી ભર્યું-ભર્યું રાનીખેત સ્વાસ્થ્યવર્ધક વાતાવરણ પૂરું પાડે છે.
 • પરિણામે બારેય માસ સહેલાણીઓ ઊમટે છે.
 • અહીં જોવાલાયક સ્થળોમાં નકામેશ્વર, ચૌબટીયા ગાર્ડન, ઉપટ, તારીખેત, ઝૂલાદેવી, રામમંદિર, રેજીમેન્ટ મ્યુઝિયમ, શીતલાખેટ છે.
 • નજીકનું એરપોર્ટ પંતનગર ૧૧૯ કિ.મી. દૂર આવેલું છે.
 • નજીકનું રેલ સ્ટેશન, કાઠ ગોદામ પણ ૮૬ કિ.મી. દૂર છે.
 • તે મુખ્ય શહેરો સાથે સડકમાર્ગે જોડાયેલું છે.
 • આ સિવાય પણ અનેક એવા સ્થળો છે જ્યાં તમે ફરવાની જોરદાર મજા લઇ શકો છો.

eછાપું 

તમને ગમશે – સોમનાથની સાંધ્ય આરતી – જ્યારે શિવ જીવને નૃત્ય કરાવે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here