સ્વરા ભાસ્કરે Twitter પર ઝોમેટોને એડ પરત લેવા ધમકી આપી

0
376

વામપંથી અને લિબરલ વિચારો ધરાવતી અભિનેત્રી સ્વરા ભાસ્કરે ફરીથી સમાચારમાં ટકી રહેવા માટે વિવાદનો મધપુડો છંછેડી દીધો છે. આ વખતે ફિલ્મોમાં તેની અદાકારીના પ્રદર્શન કરતાં વિવાદાસ્પદ Tweetને કારણે સમાચારમાં રહે તેનું ધ્યાન રાખતા સ્વરાએ જાણીતી ઓનલાઈન ફૂડ એપ ઝોમેટોને ધમકી આપતી tweet કરી છે.

Defund The Hate નામના એક twitter હેન્ડલે રિપબ્લિક ટીવી પર ચાલી રહેલી રહેલી એક ચર્ચાના વિડીયોની ક્લિપ tweet કરી હતી. આ ચર્ચાનો મુદ્દો લવ જીહાદ હતો અને તેમાં ચર્ચા તર્કબદ્ધપણે ચાલી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ પણ રહ્યું હતું. પરંતુ ઉપરોક્ત twitter હેન્ડલે આ ચર્ચાને એક નવું જ સ્વરૂપ આપીને તેને હેટ સ્પિચ ગણાવીને કહ્યું હતું કે ઝોમેટોના દીપીન્દર ગોયલે ભૂતકાળમાં ફિડીંગ ઇન્ડિયાને આર્થિક સહાય આપીને અમારો ભરોસો જીત્યો હતો, પરંતુ શું તેઓ રિપબ્લિક ટીવીને જાહેરાત આપીને તેઓ હેટ સ્પીચને સમર્થન આપે છે એવું અમે માની લઈએ?

સ્વરા ભાસ્કરે આ tweetને retweet કરતાં કહ્યું હતું કે તે ઝોમેટોની કાયમી ગ્રાહક છે અને જો તે રિપબ્લિક ભારત જેવી નફરત ફેલાવતી ચેનલને સમર્થન કરે છે તો તે સાથે તે સહમત નથી અને તે ઝોમેટોને તેના ગ્રાહકોને આ  બાબતે સ્પષ્ટતા કરવા જણાવે છે.

સ્વરાની ઝોમેટોને કરેલી  આ tweet બાદ Twitter પર ચર્ચા શરુ થઇ ગઈ હતી અને ઘણા Twitter યુઝર્સ દ્વારા CAA વિરોધી પ્રદર્શનો દરમ્યાન સ્વરા દ્વારા કરવામાં આવેલી એ tweetsના સ્ક્રિનશોટ્સ tweet કર્યા હતા જેમાં તે તોફાનીઓને પ્રોત્સાહન આપી રહી હોય એવું દેખાઈ રહ્યું હતું.

જો કે સ્વરા ભાસ્કર જેવા વામપંથી સેલીબ્રીટીઝનું આ પ્રકારનું વર્તન નવાઈ પમાડે તેવું નથી. જે સ્વરા ભાસ્કરને રિપબ્લિક ટીવી હેટ સ્પીચનું સમર્થન કરતી હોય એવું લાગે છે તેને જ અન્ય ચેનલો જે છેલ્લા કેટલાક વર્ષોમાં છેક ભારત વિરોધી વલણ અને સમાચાર આપતા ઝડપાઈ છે તેના અંગે કોઈજ વાંધો નથી.

જો કે ઝોમાટો પોતે હેટ સ્પીચનું સમર્થન નથી કરતું અને તે સ્વરાના આરોપ અંગે વિચાર કરશે એ પ્રકારની tweet કરી ચૂક્યું છે. તો Twitter યુઝર્સ દ્વારા ઝોમાટોને સ્વરાની એક તરફી tweetને ધ્યાનમાં લઈને કોઈ નિર્ણય લેશે તો તેઓ તેનો બોયકોટ કરીને તેના પ્રતિસ્પર્ધી Swiggyને સમર્થન કરવાનું શરુ કરી દેશે તેવી ચેતવણી પણ અપાઈ ચૂકી છે.

વાત, સ્પષ્ટ છે વામપંથીઓ કાયમ પોતાની દલીલ જ સાચી હોવાનું માનવા અને મનાવવા માટે જાણીતા છે. સ્વરા ભાસ્કરની ફિલ્મી કેરિયર જે એક સમયે રોકેટની ગતિએ શરુ થઇ હતી તે નાહકના વિવાદમાં પડીને અને વામપંથી વિચારધારાને માત્ર ફેશન ગણીને ફોલો કરવા જતા હવે ધરતી પર આવી ગઈ છે. ઝોમાટોને તો આ વિવાદમાં પડવાની જરૂર પણ ન હતી, પરંતુ હવે તેને twitter યુઝર્સ દ્વારા મળી ગયેલી ચેતવણીને કારણે આગળનો નિર્ણય સંભાળીને લેવો પડશે.

eછાપું

તમને ગમશે: સ્વરા ભાસ્કર – લિબરલ માનસિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here