જાણો: લોકવિખ્યાત ગૂગલ વન – ગૂગલની તદ્દન નવી એપ્લિકેશન

0
352
Photo Courtesy: TechQuia

ટેક્નોલોજી ક્ષેત્રે ગૂગલ કંપનીને ટક્કર આપે એવું કોઈ જ ભાવિ 50 વર્ષ સુધી ઊભું થઈ શકે એમ નથી, એમ કહેવામાં આવે છે. સામાન્ય માણસથી લઈને સૌ કોઈના રોજિંદા જીવન સાથે સંકળાયેલ આ સિસ્ટમ  ગૂગલ વન જેવી એપ્સ સાથે  કોઈને કોઈ નવા અપડેટ્સ સાથે લોકોને ખુશ રાખે છે.

થોડા સમય પહેલા જ ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલ ગૂગલ વન (Google One) એપ્લિકેશન ઘણી ચાહના મેળવી રહી છે.

ગૂગલ વનના (Google One) પ્લે સ્ટોર પર 100 મિલિયન ડાઉનલોડ્સ પૂર્ણ થઈ ગયા છે.

આ એપની સબ્સ્ક્રિપ્શન સેવા તેના ગ્રાહકોને ક્લાઉડ સ્ટોરેજ સાથે ઘણી સેવાઓ પ્રદાન કરે છે.

ગૂગલ વન એ નવીનતમ એપ્લિકેશન છે, જે પ્લે સ્ટોર પર 100 મિલિયન ઈન્ટોલેશન પર પહોંચી ગઈ છે.

એ નોંધનીય છે કે ગૂગલની આ નવી એપ કેટલાક એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પૂર્વ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. Oppo અને OnePlus જેવા સ્માર્ટફોન બ્રાંડ્સે પણ ગૂગલ મેસેજ અને ફોનને ડિફોલ્ટ એપ્લિકેશંસ તરીકે પસંદ કર્યું છે.

કેવી રીતે કામ કરે છે Google One સર્વિસ

  • ગૂગલ વન કંપની પાસે પેઇડ મેમ્બરશિપ પ્લાન છે, જેનો ઉપયોગ સ્ટોરેજ વધારવા અને ફોન બેકઅપ કરવા માટે થાય છે.
  • આ સિવાય ગૂગલ એક્સપર્ટ્સ અને ફેમિલી શેરિંગની પણ એક્સેસ છે.
  • અહીં એ જાણવું પણ જરૂરી છે કે તાજેતરમાં જ ગૂગલે પણ VPN સુવિધા શરૂ કરી છે.
  • આ ઉપરાંત ગૂગલે પ્રો સેશન પણ શરૂ કર્યું છે, જેના દ્વારા સભ્યો ગૂગલ એક્સપર્ટ સાથે વન-ટૂ-વન વાતચીત કરી શકશે.

આવી રીતે કરો ઉપયોગ

  • આ માટે તમારે પહેલા તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર ગૂગલ એકાઉન્ટથી સાઇન ઇન કરવું પડશે.
  • આ પછી ગૂગલ વન એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
  • હવે ગૂગલ વન એપ્લિકેશન ખોલો અને નીચે આપેલા અપગ્રેડ વિકલ્પ પર ટેપ કરો.
  • હવે તમારી પસંદની સ્ટોરેજ લિમિટ પસંદ કરો.
  • હવે તમારા પ્લાનની કિંમત અને ચૂકવણીની તારીખ જણાવવી પડશે, પછી તમારે Continue કરવું પડશે. પછી તમારા Google વન સબ્સ્ક્રિપ્શન પ્લાનને કન્ફર્મ કરો. 

આટલી છે કિંમત

  • આ એપના વિવિધ પ્લાનની કિંમત દર મહિના માટે 130 રૂપિયા છે, જેના માટે 100GB સ્ટોરેજ આપવામાં આવ્યો છે.
  • દર મહિને ગ્રાહકોને 200GB માટે 210 રૂપિયા અને 2TBના પ્લાન માટે 650 રૂપિયા ચુકવવા પડે છે.
  • આ માટે ગૂગલ આ યોજનાઓ માટે વાર્ષિક ચૂકવણી કરવાની પણ મંજૂરી આપે છે.

eછાપું

તમને ગમશે – પરિવર્તન: કોરોનાએ લોકોની ગુગલ સર્ચ કરવાની માનસિકતા બદલી નાખી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here