જાણો: ભારતના વિવિધ રાજ્યોમાં બનતો ખાસ સવારનો હેલ્ધી નાસ્તો

0
545
Photo Courtesy: Harkoichef

આજના ભાગદોડભર્યા જીવનમાં મોટા ભાગના લોકો એવો નાસ્તો પસંદ કરે છે, જે ઝડપથી બની જાય છે. તેમાં પણ, ઘણા તો દૂધ અથવા ચા કે કોફી સાથે માત્ર બ્રેડ-બટર સ્લાઈસ અથવા ખાખરા અથવા સિરિયલ લેવાનું પસંદ કરે છે. જે ખાવામાં પણ સરળ છે, અને સાથે લઈ જવામાં પણ. પરંતુ ભારતની વાત અલગ છે.

ભારત એટલો વૈવિધ્યસભર દેશ છે કે તેનું દરેક રાજ્ય એક અલગ સંસ્કૃતિ, પરંપરા, જીવનપદ્ધતિ, ભાષા અને વાનગીઓ ધરાવે છે. સંસ્કૃતિ અલગ છે, તો ભોજનશૈલી પણ આગવી ઓળખ ધરાવે છે.

બધા પ્રદેશોના પોતાના પરંપરાગત નાસ્તા છે. આથી તમને ઉત્તરમાં કાશ્મીર કે દક્ષિણમાં કેરળ કે પૂર્વમાં કોલકતા – દરેક રાજ્યના પરંપરાગત બ્રેકફાસ્ટમાં ઘણી વિવિધતા જોવા મળશે.

આ નાસ્તામાં વિવિધતા પણ છે, પણ સાથે સાથે સ્વાસ્થ્ય પણ છે.

જો તમે સ્વાસ્થ્ય માટે સજાગ રહેવામાં માનતા હો તો આ પૌષ્ટિક ભારતીય બ્રેકફાસ્ટ ટ્રાય કરવા જેવા છે.

ગુજરાત

Photo Courtesy: Archna’s Kitchen
 • ગુજરાતીઓને નાસ્તામાં જુદા જુદા ફ્લેવરના મસાલેદાર થેપલા ભાવે છે.
 • ઘઉં, બાજરીનો લોટ કે અન્ય લોટમાંથી બનતા થેપલામાં ઘણા લોકો મસાલા ઉમેરે છે તો કોઇક વળી મસાલા વગર બનાવે છે.
 • કેટલાક લીલીછમ મેથી ઉમેરે છે તો કેટલાક વેજિટેબલ્સ પણ ઉમેરે છે.
 • આ એક શ્રેષ્ઠ હેલ્ધી વિકલ્પ છે જે એનર્જી, આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે.
 • હા, તેને ફ્રાય કરવા માટે તેલ જેટલું ઓછું વપરાય તેટલું વધુ સારું.

રાજસ્થાન

Photo Courtesy: Sunny Side Circus
 • અહીં જાડા મરચાંમાં બટાકાનું મસાલેદાર પૂરણ ભરીને યમ્મી સ્વાદવાળા મિર્ચીવડા બને છે.
 • આમ તો રાજસ્થાની વાનગી તરીકે દાલબાટી, લંચ કે ડિનરમાં ફેમસ છે.
 • મિર્ચીવડા એ રાજસ્થાનનું પોપ્યુલર સ્ટ્રીટ સ્નેક છે, જે મોટે ભાગે બ્રેકફાસ્ટ તરીકે બહુ જ ખવાય છે.

મહારાષ્ટ્ર

Photo Courtesy: YouTube
 • મિસળ-પાઉં ફળગાવેલા મગમાંથી બનાવવામાં આવે છે અને બ્રેડ સાથે પીરસવામાં આવે છે.
 • મિસળ મસાલેદાર અને સ્વાદિષ્ટ હોય છે અને મહારાષ્ટ્રમાં તે ખૂબ લોકપ્રિય નાસ્તો છે.
 • સ્પ્રાઉટ્સ પ્રોટીન, વિટામીન A, B-12 અને વિટામીન Cનો સારો સ્રોત માનવામાં આવે છે.

કેરળ

Photo Courtesy: Harkoichef
 • પુટ્ટુ મૂળભૂત રીતે નાના સિલિન્ડર આકારના પાત્રમાં ચોખાનો લોટ બાફીને બનાવવામાં આવે છે.
 • તે મસાલેદાર મલાઈદાર ચણાની કરી અથવા કેળા સાથે સ્વાદિષ્ટ લાગે છે.
 • તે કેરાલિયન માટે સંપૂર્ણ નાસ્તો છે.

ઓરિસા

Photo Courtesy: YouTube
 • રાજ્યમાં ચૂરાભાજી મસાલેદાર નાસ્તો છે, જે ચોખાના પૌઆ, સમારેલી ડુંગળી, સમારેલું આદુ, સમારેલાં લીલાં મરચાં, મીઠાં લીમડાનાં પાન અને મીઠું નાંખીને બનાવાય છે.
 • તે મગફળીથી સજાવાય છે અને તે ગરમાગરમ પીરસાય છે.
 • મીઠો લીમડો કેલ્શિયમનો, મગફળી પ્રોટીન અને ચોખાના પૌંઆ એનર્જીનો સારો સ્રોત ગણાય છે.
 • સવારે સૌપ્રથમ આ ચુરાભાજી ખાવાથી એનર્જીનો સારો સ્રોત મળે છે અને મહેનતું શ્રમિક વર્ગ એને ખાવા માટે પસંદ કરે છે.

મણિપુર

 • પૂર્વીય ભારતના આ રાજ્યનો જાણીતો બ્રેકફાસ્ટ છે ટેન અને ચાંગેંગ.
 • મણિપુરી લોકોને ચણાની દાળ સાથે ડીપ ફ્રાય પૂરી બહુ જ ભાવે છે.
 • એને મીઠી બ્લેક ટીના કપ સાથે પીરસાય છે.
 • તેને નાસ્તાનું સૌથી લોકપ્રિય કોમ્બિનેશન ગણવામાં આવે છે.

પંજાબ

Photo Courtesy: Times Food
 • ભારતભરમાં નાસ્તાની સૌથી લોકપ્રિય વાનગીઓમાંની એક વાનગી છે આલુ પરાઠા.
 • પંજાબીઓની આ સૌથી વધુ ફેવરીટ ડીશ છે.
 • પંજાબમાં પરાઠા મોટા ભાગે દહીં અને લસ્સી સાથે પીરસવામાં આવે છે.
 • આલુ એટલે બટાકા એ એનર્જીનો અને દહીં પ્રોટીનનો બેસ્ટ સોર્સ ગણાય છે.

મધ્ય પ્રદેશ

Photo Courtesy: YouTube
 • પોહા (પૌંઆ) અને જલેબી – મધ્ય પ્રદેશમાં નાસ્તાનું સૌથી પ્રસિદ્ધ કોમ્બિનેશન છે.
 • પૌંઆ આયર્નનો સારો સોર્સ છે.
 • પ્યોર જલેબી શરીરમાં સુગર માટે સારો ઉકેલ છે.

કાશ્મીર

Photo Courtesy: Thomas Cook India
 • કાશ્મીરી ફ્લેટબ્રેડ કાશ્મીરી પરિવારોમાં એક સામાન્ય નાસ્તો છે.
 • અને તે સામાન્ય રીતે નૂન ચાઈ અથવા શીર ચાઈ સાથે લેવામાં આવે છે.

બિહાર

Photo Courtesy: Archana’s Kitchen
 • રાજ્યમાં સત્તુ (ચણાના દાળિયાનો લોટ) એક મહત્ત્વની ફૂડ આઇટમ છે, જે ખાવામાં શ્રેષ્ઠ ગણાય છે.
 • બિહારમાં સૌથી વધુ પ્રખ્યાત એવા આ લોટના પરાઠા બનાવીને દહીં સાથે પીરસાય છે.
 • સત્તુ કે પરાઠે નામની આ વાનગીમાં પ્રોટીન ઊંચી માત્રામાં હોય છે અને સમગ્ર દિવસ દરમિયાન ટકી રહે તેવી શક્તિ મળે છે.

તામિલનાડુ

Photo Courtesy: Medium
 • ઇડલી સૌથી લોકપ્રિય દક્ષિણ ભારતીય રેસીપી છે.
 • અત્યંત સ્વાદિષ્ટ, હળવી અને ન્યુટ્રીશિયસ એવી ઇડલી એક આદર્શ બ્રેકફાસ્ટ છે.
 • તે ચટણી અને સાંભાર સાથે પીરસવામાં આવે છે.
 • કેટલાક લોકો ઇડલીના ચોખાના લોટમાં ઓટ્સ, રાગી, સોયા જેવા વિવિધ લોટનો ઉપયોગ કરીને તેને વધુ તંદુરસ્ત વિકલ્પો બનાવે છે.

eછાપું 

તમને ગમશે: આજે લંચ બોક્સ માં શું આપું? હવે આ ટેન્શનને કાયમ માટે રજા આપી દો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here