ના હોય! આપણને નેટફ્લિક્સ જોવા મળશે અને એ પણ તદ્દન મફત!

0
435
Photo Courtesy: Pocket World

વિશ્વ વિખ્યાત OTT (ઓવર-ધી-ટોપ) પ્લૅટફોર્મ્સમાંથી સૌથી ટોચનું સ્થાન ધરાવતું એવું ‘નેટફ્લિક્સ’ તેની આગવી રજૂઆતો અને શ્રેણીઓને લઈને ઘણું ફેમસ છે. તેના આવ્યા બાદ ઘણા આવા પ્લૅટફોર્મ્સ બન્યા છે અને બની રહ્યા છે. પરંતુ નેટફ્લિક્સ જેવુ સ્થાન કોઈ મેળવી શકે એમ નથી અને તેમ છતાં નેટફ્લિક્સ આપણને મફત જોવા મળે એવી એક તક ઉભી થઇ છે.

OTT પ્લૅટફોર્મ્સ આ ટેક્નોલોજી અને ઇન્ટરનેટના જમાનામાં તેમજ ગંભીર બીમારીઓ સામે ઘરમાં રહીને મનોરંજન મેળવવા માટે એકમાત્ર ઉપાય બની રહ્યા છે.

જોવા જઈએ તો છેલ્લા 4-5 વર્ષથી OTT પ્લૅટફોર્મ્સનો એક આગવો દોર શરૂ થયો છે. ઘણા પારંગત કલાકારો પોતાની ક્ષમતા દર્શાવવા આ સ્ટેજનો ઉપયોગ કરી રહ્યા છે અને બહેતરીન સફળતાના ઉદાહરણ બની રહ્યા છે.

ત્યારે આવા ટોપના OTT પ્લૅટફોર્મ્સ પર નામ મેળવવા કલાકારોની હોડ લાગી રહી છે. સાથે સાથે તે પ્લૅટફોર્મ્સ પણ વધુ ‘ને વધુ પ્રખ્યાત અને ચર્ચિત બની રહ્યા છે.

કમાણી કરવા આ પ્લૅટફોર્મ્સ નવી નવી ઓફર્સ સાથે લોકોને આકર્ષતા હોય છે. તેવામાં વર્ષ 1997માં કેલિફોર્નિયા, અમેરિકા સ્થિત થયેલ નેટફ્લિક્સ દ્વારા પણ આવી જ એક ઓફર પરંતુ અચરજ પમાડે તેવી ખુશખબર આપવામાં આવી છે.

નેટફ્લિક્સ જોનારા લોકો માટે ડિસેમ્બરમાં એક ખાસ તક મળવા જઈ રહી છે. આ અમેરિકન કન્ટેન્ટ સ્ટ્રીમિંગ કંપની 5 અને 6 ડિસેમ્બરના રોજ સ્ટ્રીમફેસ્ટનું આયોજન કરશે.

નેટફ્લિક્સ એવા લોકોને પણ પરવાનગી આપે છે કે, જેમની પાસે નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન્સ નથી. તેઓ આ સ્ટ્રીમફેસ્ટ દ્વારા તેમના પ્લેટફોર્મ પર સામગ્રીને એક્સેસ કરી શકે છે અને તે પણ મફત!

આનો અર્થ એ કે, 5 અને 6 ડિસેમ્બરે તમે નેટફ્લિક્સ સામગ્રીને સંપૂર્ણપણે મફતમાં જોઈ શકો છો.

કંપની આ સ્ટ્રીમફેસ્ટ દ્વારા ભારત જેવા મોટા બજારમાં નવા ગ્રાહકોને ઉમેરવા માંગે છે.

ભારતીય બજારમાં નેટફ્લિક્સ એ Zee5, એમેઝોન પ્રાઈમ વિડિઓ, ડિઝની હોટ સ્ટોર અને MX Player જેવા OTT પ્લેટફોર્મ્સ સાથે સ્પર્ધા લઈ રહ્યું છે. આવી સ્થિતિમાં હવે આ કંપની તેનો યુઝર બેઝ વધારવા માટે સ્ટ્રીમફેસ્ટનો આશરો લઈ રહી છે.

નેટફ્લિક્સ, ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ કન્ટેન્ટ મોનિકા શેરગિલે કહ્યું કે,

નેટફ્લિક્સ દ્વારા અમે ભારતની સૌથી અનોખી વાર્તાઓ દુનિયાના મનોરંજન પ્રેમીઓ સુધી પહોંચાડવા માંગીએ છીએ. તેથી અમે સ્ટ્રીમફેસ્ટનું આયોજન કરીએ છીએ. નેટફ્લિક્સ ભારતના ગ્રાહકો માટે બપોરે 12 થી 5 ડિસેમ્બર 6 સુધી નિ:શુલ્ક ઉપલબ્ધ રહેશે.

તેમણે કહ્યું છે કે; જો કોઈ વ્યક્તિ નેટફ્લિક્સનો ગ્રાહક નથી તો, તે નેટફ્લિક્સની વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા તેના નામ, ઇમેઇલ અથવા ફોન નંબર અને પાસવર્ડ સાથે સાઇનઅપ કરી શકે છે. સામગ્રી સ્ટ્રીમિંગ માટે તેમને કોઈ પૈસા ચૂકવવાની જરૂર નથી.

આ સ્ટ્રીમિંગ ફેસ્ટમાં એકવાર નોંધણી કર્યા પછી વપરાશકર્તાઓ નેટફ્લિક્સની બધી વસ્તુઓ સ્માર્ટ ટીવી, ગેમિંગ કન્સોલ, એપલ, એન્ડ્રોઇડ એપ્લિકેશન અથવા નેટફ્લિક્સ પરના વેબ પર જોઈ શકે છે.

ગ્રાહકોને યાદ રાખવું જરૂરી છે કે, સ્ટ્રીમફેસ્ટ સુવિધામાં માનક વ્યાખ્યાની એકલ સ્ટ્રીમિંગની સુવિધા હશે. તે કંપની દ્વારા પણ નક્કી કરવામાં આવશે કે માત્ર મર્યાદિત લોકો નેટફ્લિક્સ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

જોકે, કંપની દ્વારા તેના વિશે કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી.

નેટફ્લિક્સનો હેતુ આ સ્ટ્રીમિંગ ફેસ્ટ દ્વારા દેશના લોકોને કંપનીની સામગ્રી તરફ આકર્ષિત કરવાનો છે.

આ જ કારણ છે કે; કંપની સપ્તાહના અંતે લોકોને મફત પ્રવેશ આપી રહી છે, જેથી તેઓને નેટફ્લિક્સની શ્રેણીનો અનુભવ મળી શકે. આ પછી તેઓ ગ્રાહક બનવા માટે પ્રેરિત થશે.

eછાપું 

તમને ગમશે: વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી – એક એવી વાર્તા જેમાં કોઈ હીરો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here