જાણો: ઘરગથ્થુ ઉપચાર, શિયાળામાં તમારા વાળની સાચવણી કેવી રીતે કરશો?

0
367
Photo Courtesy: Hair Buddha

હવે ધીરેધીરે ઠંડીનો ચમકારો થવા લાગ્યો છે. ઠંડીમાં સ્કિનની સાથે વાળ પણ એક્સ્ટ્રા કેર માંગી લે છે અને વાળની એક્સ્ટ્રા કેર માટે ઘરગથ્થુ ઉપચાર જ બેસ્ટ રહે છે. હવે ઘરે રહીને વાળની કેવી રીતે સંભાળ રાખવી તેના કેટલાક ઘરેલુ ઉપચાર વિશે જાણીએ.

 1. ગરમ તેલથી કરો મસાજ
 • ઠંડીની ઋતુમાં ગરમ તેલથી માલિશનું નામ સાંભળીને જ કેટલો આરામદાયક અનુભવ થાય છે.
 • આ પ્રયોગ જેટલો આરામદાયક લાગે છે તેટલો જ ગુણકારી પણ છે.
 • સ્કેલ્પ અને વાળમાં માલિશ કરવા માટે તમે નારિયેળનું તેલ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો.
 • તેલથી માલિશ કરતા પહેલાં તેને હૂંફાળું ગરમ કરવું. તેનાથી વાળને વધારે પોષણ મળશે.
 • આંગળીઓનાં ટેરવાંથી માથામાં હળવા હાથે માલિશ કરવી.
 • માલિશ પછી એક ગરમ ટુવાલથી વાળને બાંધી લો અને અડધો કલાક રહેવા દો.
 • ત્યારબાદ શેમ્પૂથી વાળને ધોઈ લો.
 • ગરમ તેલની માલિશથી માથામાં બ્લડ સરક્યુલેશન સારું થાય છે અને સ્કેલ્પનાં રોમછીદ્રો પણ ખૂલી જાય છે તેનાથી વાળ મજબૂત થાય છે.
 1. એલોવેરાથી ધૂઓ વાળ
 • એલોવેરાનો ઉપયોગ અનેક ઔષધીમાં પણ કરવામાં આવે છે.
 • સ્કિન ઉપરાંત વાળની સંભાળ માટે પણ તે ઉત્તમ ટોનિક છે.
 • એલોવેરાનાં પાનમાંથી સફેદ રંગનો પલ્પ એક બાઉલમાં કાઢી લેવો.
 • ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી બ્લેન્ડરથી તેને ગ્રાઈન્ડ કરો અને મિશ્રણ બનાવો.
 • આ મિશ્રણથી સ્કેલ્પ પર ધીરેધીરે માલિશ કરો અને તેને ૩૦ મિનિટ સુધી રહેવા દો.
 • ત્યારબાદ વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો.
 • અઠવાડિયામાં બે વખત આ પ્રયોગ કરવો.
 • તેનાથી વાળનું મોઈશ્ચર જળવાઈ રહે છે અને વાળ સ્વસ્થ અને મજબૂત બને છે.
 1. વાળ માટે દહીંનો માસ્ક છે ઉત્તમ
 • દહીં વાળ માટે એક ઉત્તમ ટોનિક છે.
 • તે ખાવા ઉપરાંત બીજાં અનેક કામોમાં પણ ઉપયોગી છે.
 • સ્કિન ઉપરાંત તે વાળ માટે પણ હેલ્ધી ગણાય છે.
 • વાળ માટે દહીં એક પ્રાકૃતિક કંડિશનરનું કામ કરે છે.
 • દહીંનો માસ્ક પણ વાળ માટે ઉત્તમ ગણાય છે.
 • દહીંનો માસ્ક બનાવવા માટે તમે એક બાઉલમાં દહીં લઈને તેમાં લગભગ બે ચમચી જેટલો આમળાનો પાઉડર ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરો.
 • આ પેસ્ટને વાળમાં તેમજ સ્કેલ્પ પર લગાવો.
 • દહીંના માસ્કને લગાવ્યા પછી અડધો કલાક માટે એમ જ રહેવા દો.
 • ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો.
 • આ સારવારથી વાળ ચમકી જશે અને મજબૂત પણ બનશે. 
 1. એપલ વિનેગર
 • ઘરમાં જ મળી રહેતા એપલ વિનેગરના અનેક ફાયદા છે.
 • કેમિકલરહિત એપલ વિનેગર વાળને ઘણી રીતે અસરકારક છે.
 • તમે એક ચમચી એપલ વિનેગરમાં એક કપ પાણી ભેળવી વાળમાં માલિશ કરો.
 • ત્યારબાદ વાળને ધોઈ લો.
 • તમારા વાળ ચમકી જશે અને સુંવાળા પણ બનશે. 
 1. ઈંડાનો માસ્ક
 • ઈંડામાં રહેલાં પોષકતત્ત્વો પોલ્યુશન તેમજ સ્ટ્રેસને કારણે ડેમેજ થયેલા વાળમાં સુધારો કરે છે.
 • એક ઈંડાને ફોડી તેમાં એક ચમચી મધ અને એક ચમચી ઓલિવ ઓઈલ ભેળવો.
 • આ મિશ્રણને વાળ પર લગાવો અને અડધો કલાક સુધી રહેવા દો.
 • ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો.
 • વાળ સુંવાળા અને ચમકીલા બની જશે.

eછાપું

તમને ગમશે: તમારા હાથ અને પગને ચમકતા કરવા માટેની આ રહી કેટલીક સચોટ ટિપ્સ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here