તમને ખબર છે? શા માટે ચલણી નોટો છાપવાથી ફુગાવો વધે છે?

0
587
Photo Courtesy: The Economist Blog

એક વાચકે પ્રશ્ન કર્યો છે કે શા માટે ચલણી નોટો છાપવાથી ફુગાવો વધે છે? શું આવું કાયમ થતું હોય છે?

ઉપરોક્ત પ્રશ્નનો ટૂંકો જવાબ:

જો બજારમાં મોકલવામાં આવતી ચલણી નોટોની ફાળવણી તેની ખરી જરૂરિયાત કરતાં વધી જાય તો ફુગાવો થતો હોય છે.

જો તમે વધુ ચલણી નોટો છાપો તો માલસામાનની સંખ્યા વધતી નથી. પરંતુ જો તમે ચલણી નોટો છાપો તો લોકો પાસે માલસામાન ખરીદવા માટે વધુ નાણા જરૂર હશે. જો એક નિશ્ચિત સંખ્યામાં રહેલું નાણું એ જ કિંમતના સમાન માટે ઉપલબ્ધ હશે તો કંપનીઓ તેમના માલસામાનની કિંમત વધારી દેશે.

નાણાનો જથ્થાનો સિદ્ધાંત

નાણાંનો જથ્થાનો સિદ્ધાંત એ MV=PY ના ફોર્મ્યુલા સાથે સંપર્ક સાધીને કાર્ય કરતો હોય છે જ્યાં

M = Money supply (નાણાંનો પૂરવઠો)

V = Velocity of circulation (ચલણી નોટે કેટલી વખત એક હાથમાંથી બીજા હાથમાં સફર કરી)

P = Price Level (કિંમતોનું સ્તર)

Y = National Income (નાણાના વ્યવહારોની સંખ્યા)

જો આપણે માની લઈએ કે ઉપર દર્શાવવામાં આવેલા V અને Y એ ટૂંકાગાળાની વાત કરે છે તો ચલણી નોટના પુરવઠામાં વધારો થશે તો કિંમતોમાં ઉછાળ આવશે.

જો ચલણી નોટો વધુ સંખ્યામાં છાપવામાં આવે તો ફુગાવો કેમ વધશે તેનું સરળ ઉદાહરણ

  • ધારી લ્યો કે અર્થતંત્ર 1,000ની સંખ્યામાં ઉત્પાદન કરે છે
  • ધારી લ્યો કે નાણાની આપૂર્તિ $10,000 જેટલી છે
  • તેનો મતલબ એમ થયો કે ઉત્પાદનની સરેરાશ કિંમત $10 થશે (10,000/1000)

હવે એમ વિચારો કે જો સરકાર વધારાની $5000ની ચલણી નોટો છાપે જે નોટોના પુરવઠાને વધારીને $15000 કરે છે પરંતુ અર્થતંત્રનું ઉત્પાદન તો 1,000ની સંખ્યા જેટલું જ રહે છે. અસરકારક રીતે એમ કહી શકાય કે લોકો પાસે વધુ રોકડ છે પરંતુ ઉપલબ્ધ માલસામાન તો સરખો જ છે. લોકો પાસે વધુ રોકડ હોવાથી તેઓ અર્થતંત્રમાં રહેલા માલસામાનને ખરીદવા માટે વધુ ખર્ચ કરવા માટે તૈયાર છે.

હવે જો 1,000 ઉત્પાદનોની કિંમત વધીને $15 થઇ જાય (15,000/1000) તો કિંમત તો વધી પરંતુ ઉત્પાદન તો સરખું જ રહ્યું છે. લોકોની પરિસ્થિતિ ખાસ સારી નથી અને નાણાનું મૂલ્ય ઘટી ગયું છે કારણકે $10 હવે અગાઉ કરતાં ઓછો માલસામાન ખરીદી શકે છે.

  ઉત્પાદન નાણાંનો પૂરવઠો સરેરાશ કિંમતો ફુગાવાનો દર
પ્રથમ વર્ષ 1,000 10,000 10  
દ્વિતીય વર્ષ 1,000 15.000 15 50%

 

આમ, જો નાણાંનો પૂરવઠો વધ્યો છે પણ ઉત્પાદન સરખું રહે છે તો દરેક ચીજવસ્તુઓના ભાવ વધી જશે. રાષ્ટ્રીય આવકમાં વધારો નહીવત જ રહેશે.

જો ઉત્પાદન 5% જેટલું વધે છે અને નાણાંનો પૂરવઠો જો 7% જેટલો વધે છે તો ફુગાવો લગભગ 2% જેટલો રહેશે.

ઉપરોક્ત ઉદાહરણમાં એક અનુમાન લગાવીએ

ચલણી નોટોનું છાપવું અને અવમુલ્યન

જો કોઈ દેશ ચલણી નોટો છાપવા લાગે અને તેને કારણે ફુગાવો થાય તો તે દેશના નાણાનું અન્ય દેશોના નાણા સામે અવમુલ્યન થશે. ઉદાહરણ તરીકે જર્મનીના 1922-23ના મહાફૂગાવાએ જર્મનના ડી-માર્કનું એ દેશોના નાણા સામે અવમુલ્યન કર્યું હતું જ્યાં ફુગાવો નહિવત હતો.

તેનું કારણ એ હતું કે જર્મન ચલણી નાણું ઓછો સમાન ખરીદી શકતું હતું, અમેરિકામાં મળતી વસ્તુને જર્મનીમાં ખરીદવા માટે તમારે વધુ જર્મન ડી-માર્કની જરૂર પડતી હતી.

નાણાના વધુ પુરવઠાને કારણે થયેલા ફુગાવાના ઉદાહરણો

અમેરિકન કોન્ફેડરેસી 1861-64: આંતરવિગ્રહ દરમ્યાન કોન્ફેડરેસીએ વધુને વધુ ચલણી નોટો છાપી. 1861ના મે મહિનામાં તેણે $20 મિલિયનના મૂલ્યની નોટો છાપી. 1864ના અંત સુધીમાં છપાયેલી ચલણી નોટોનું મૂલ્ય વધીને $1 બિલીયન થઇ ગયું. આ કારણસર એપ્રિલ 1864 સુધીમાં ફુગાવાનો દર 700% જેટલો થઇ ગયો. આંતરવિગ્રહના અંત સુધીમાં ફુગાવાનો દર 5,000%ને સ્પર્શી ગયો હતો કારણકે લોકોને ચલણી નાણા પર વિશ્વાસ રહ્યો ન હતો.

જર્મની 1922-23: 1921માં એક ડોલરનો દર 90 માર્ક્સ જેટલો હતો. નવેમ્બર 1923 સુધીમાં એક અમેરિકન ડોલરનો દર 4,210,500,000,000 જર્મન માર્ક્સ જેટલો થઇ ગયો હતો જે મહાફુગાવો અને જર્મન ચલણી નાણાનું અવમુલ્યન દર્શાવતો હતો.

આ ઉપરાંત જો તાજું ઉદાહરણ જોઈએ તો ધ યુ.એસ. ફેડરલ રિઝર્વે 2020માં ખૂબ મોટી સંખ્યામાં ચલણી નોટો છાપી હતી અને છેલ્લા સાત મહિનામાં વોલ સ્ટ્રીટના ખાસ વ્યવસાયોને બચાવ્યા હતા. 3 ઓક્ટોબર 2020ના દિવસે રેડિટ નામની સોશિયલ મિડિયા સાઈટ પરના  યુઝર્સે એક વિડીયો શેર કર્યો હતો જેનું શિર્ષક હતું કે ‘શું અતિફુગાવો આવી રહ્યો છે?’ જેમાં ચર્ચા કરવામાં આવી હતી કે કેવી રીતે અમેરિકાની કેન્દ્રીય બેન્કે અત્યારસુધીમાં છપાયેલી ચલણી નોટોની 22% નોટો આ જ વર્ષે છાપી દીધી હતી.

“અમેરિકન ડોલર છેલ્લા 200 વર્ષથી સ્થિત છે અને તેના મોટાભાગના સમય દરમ્યાન તેને સોનાનું સમર્થન રહ્યું હતું.”

નાણાના પુરવઠા અને ફુગાવા વચ્ચે રહેલો સીધો સબંધ

ફુગાવો તમારી બચતને નુકશાન કરે છે અને તે તમને આવનારા વષો અને દાયકાઓ સુધી તમારા પર સતત નાણાંકીય ભય લટકતો રાખશે, તમે ક્યારેય ફુગાવા રહિત ચલણી નોટ વિષે વિચાર કર્યો છે? આ સિરીઝમાં આવનારા દરેક આર્ટીકલ્સને વાંચતા રહેજો અને ફુગાવા રહિત ચલણી નોટો વિષે વધુ માહિતી મેળવતાં રહેજો.

શ્રી પ્રણય સંઘવી mahadao.com ના સ્થાપક છે.

eછાપું

તમને ગમશે: ચીને 30 વર્ષમાં જે ચમત્કાર કર્યો તે ભારતે 15 વર્ષમાં કરવો હોય તો??

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here