એક એવો સોસ જેમાંથી ભાતભાતની વાનગીઓમાં સ્વાદ બેવડાઈ જાય છે

0
363
Photo Courtesy: Inspired Taste

દિવાળી પતવાની સાથે સાથે વાતાવરણમાં થોડી થોડી ઠંડક શરુ ગઈ છે. ચા અને સૂપ સાથે સોસ પણ ગરમ વાનગીઓ સાથે ખવાઈ રહ્યો છે. અત્યાર સુધી જે એ.સી. અને ફુલ -સ્પીડ પર પંખા ચાલતા હતા એ ધીમે ધીમે ધીમી સ્પીડ પર ચાલતા પંખા પર આપણે પહોંચી રહ્યા છીએ.  આમ જોઈએ તો ભારત, ઇન્ડિયા કે હિન્દુસ્તાનમાં આપણે  એક બાજુ આ વૈવિધ્યસભર વાતાવરણને કારણે જ આપણે બાકીની દુનિયાથી અલગ છીએ, કેમકે આ વિવિધ મોસમ જ ખાવા-પીવામાં વિવિધતા લાવે છે.

ભારતમાં દરેક મોસમ સાથે સંકળાયેલી એક ટ્રેડીશન છે, જેમકે ઉનાળામાં કેરીનો રસ અને અથાણા, ચોમાસામાં જાત જાતના વ્રત અને ઉપવાસ અને શિયાળામાં વસાણા. આ દરેક બાબતમાં કોઈ ને કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે.પરંતુ હવે આજનાં જમાનામાં એ જ, પેઢીઓથી ચાલતી આવતી વાનગીઓ ખાવાનો કંટાળો આવે છે, પણ જોડે જોડે ઠંડીથી બચવા માટે બીજા રસ્તાઓ સૂઝતા ન હોવાથી એ જ રસ્તા પર ચાલીએ છીએ. શિયાળામાં અનેક શાકભાજી, અને એ પણ પ્રમાણમાં સસ્તા દરે, મળતા હોય છે એટલે જ આખા વર્ષ માટે વટાણા કે લીલવા તો આપણે ભરતાં જ હોઈએ છીએ, પણ આ વખતે ફૂડમૂડમાં જોઈશું એક “મસ્ટ હેવ” સૉસ જેનો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકાય એમ છે. તથા તેનો ઉપયોગ કરીને બધાને ભાવે એવી બે રેસીપી

મેરિનારા સોસ

Photo Courtesy: Inspired Taste

સામગ્રી:

8 થી 10 નંગ ટામેટાં, ચીરો પાડેલા

3 નંગ ડુંગળી, સમારેલી

1 ટેબલસ્પૂન લીલું લસણ, ઝીણું સમારેલું

3 ટીસ્પૂન તેલ

1 ટીસપૂન લાલ મરચું પાઉડર (અથવા સ્વાદ પ્રમાણે)

મીઠું સ્વાદાનુસાર

ખાંડ ચપટી

રીત:

  1. એક તપેલીમાં પાણી ભરી તેને ઉકાળો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ટામેટાં નાખી, ટામેટાની છાલ છૂટી પડવા લાગે ત્યાં સુધી બાફી લો.
  2. ટામેટા ઠંડા પડે એટલે છાલ ઉતારી, બ્લેન્ડરમાં ફેરવી સ્મૂધ પલ્પ બનાવી દો.
  3. હવે એક હેવી બોટમ પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં લસણ ઉમેરી સાંતળી લો.
  4. હવે એમાં ડુંગળી ઉમેરી, આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો.
  5. હવે તેમાં ટામેટાની પેસ્ટ, લાલ મરચું, મીઠું ઉમેરી બરાબર ખદખદવા દો.
  6. હવે તેમાં ખાંડ ઉમેરી એક-બે મિનિટ માટે ખદખદવા દો.
  7. મેરીનારા સૉસ તૈયાર છે. ઠંડો પડે એટલે એર-ટાઈટ ડબ્બામાં ભરી, ડીપ-ફ્રીજમાં મૂકી દેવો.
  8. જરૂર પડે તે પ્રમાણે વાપરવો.

બ્રેડ પીઝા

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:
4 નંગ બ્રેડની સ્લાઈસ
4 ટેબલસ્પૂન મેરિનારા સોસ
4 ટેબલસ્પૂન બટર
ટોપીંગ્સ માટે સ્વીટ કોર્ન, બેબીકોર્ન, ડુંગળી, કેપ્સિકમ, ઓલિવ વગેરે જરૂરમુજબ (જો મૂકવા હોય તો જ)
જરૂરમુજબ ખમણેલું ચીઝ

રીત:

1. બ્રેડની સ્લાઈસ પર સરખી રીતે પીઝા સોસ લગાવી લો.
2. હવે તેની ઉપર પસંદગી પ્રમાણેના અને જરૂર પ્રમાણેના ટોપીંગ્સ ગોઠવો.
3. હવે તેના પર ચીઝ ગોઠવો.
4. એક પેન કે તવા પર બટર લઈ, બટર પીગળે એટલે બ્રેડની સ્લાઈસ, ચીઝવાળો ભાગ ઉપર રહે તે રીતે મૂકો.
5. ઢાંકણું ઢાંકી, ચીઝ પીગળે ત્યાંસુધી શેકી લો.
6. સાંજની કૉફી સાથે ગરમાગરમ સર્વ કરો.

ફ્રેંચ બ્રેડ પિઝ્ઝા

Photo Courtesy: Stouffers

સામગ્રી:

2 ફ્રેચ બ્રેડ રોલ અથવા ગાર્લિક બ્રેડ રોલ

મેરિનારા સોસ, જરૂર મુજબ

1 કપ મોઝરેલા ચીઝ

2 ટેબલસ્પૂન બટર

સમારેલા ઓલીવ્સ અથવા અન્ય કોઈપણ પિઝ્ઝા ટોપીંગ્સ

રીત:

  1. ઓવનને ૧૮૦ ડીગ્રી પર પ્રી-હીટ કરો.
  2. ગાર્લિક બ્રેડ રોલમાંથી જરૂરમુજબ બ્રેડ સ્લાઈસ કાપીને એક ગ્રીઝ કરેલી બેકિંગ ટ્રેમાં ગોઠવો.
  3. દરેક સ્લાઈસ પર પહેલા બટર લગાવો, ત્યારબાદ મેરીનારા સોસ પાથરો. તેની ઉપર ચીઝ અને પિઝ્ઝા ટોપીંગ્સ ઉમેરો.
  4. ઓવનમાં ૨૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડ પર, ચીઝ પીગળીને સોનેરી રંગનું થાય ત્યાંસુધી બેક કરો.
  5. મેચ જોતા જોતા ગરમાગરમ ખાઓ.

eછાપું

તમને ગમશે: ઇટાલિયન ફૂડ એટલે પિત્ઝા અને પાસ્તા સાથે સ્વાદની એક અનોખી યાત્રા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here