ભારતના ભવ્યાતિભવ્ય ઇતિહાસનું ચિન્હ ચિત્તોડગઢ અને તેનો મહેલ

0
353
Photo Courtesy: TripSavvy

તાજેતરમાં જ એક ફિલ્મના લીધે અતિ ચર્ચિત બનેલ  ચિત્તોડગઢ  પોતાની પૌરાણિક કથાઓ અને ઇતિહાસ ખૂબ જ ભભકા સાથે દર્શાવે છે, જે જાણવા અને માણવા જેવુ છે.

ભવ્ય કિલ્લા, મહેલો, સ્તંભો અને સુંદર બાગ-બગીચા માટે પ્રખ્યાત ચિત્તોડગઢ અરવલ્લી પર્વતમાળાના સાંકડા મધ્ય ભાગ પર આવેલું છે. તેની યુદ્ધ તથા શૌર્યકથાઓ, સ્થાપત્યકલા અનેક પ્રવાસીઓને આકર્ષે છે.

કિલ્લાનો ઇતિહાસ

 • ઈ.સ.૧૩૦૩માં મહારાણા રતનસિંહની સુંદર પત્ની રાણી પદ્મિનીના રૂપથી આકર્ષાઈને અલ્લાઉદ્દીન ખીલજીએ ચિત્તોડગઢ પર આક્રમણ કર્યું હતું.
 • અલ્લાઉદ્દીન ખીલજીનો ઈરાદો ચિત્તોડગઢના લશ્કરી અને રાજકીય બળને ખતમ કરવાનો પણ હતો.
 • આક્રમણ દરમિયાન શત્રુઓના હાથે માનભંગ થવાને બદલે ગૌરવભર્યું મૃત્યુ રાણી પદ્મિનીએ પસંદ કર્યું હતું.
 • અન્ય હજારો સ્ત્રીઓની સાથે તેણે જૌહર કર્યું હતું. ઈતિહાસમાં આ પ્રકારની ઘટના બીજે ક્યાંય જોવા મળી નથી.
 • ઈ.સ. ૧૫૩૩માં ગુજરાતના સુલતાન બહાદુરશાહે ચિત્તોડગઢ પર હુમલો કર્યો હતો. તે સમયે અહીં રાજા વિક્રમજીતનું શાસન હતું.
 • ઈ.સ. ૧૫૫૭માં અકબરે અહીંના રાજા ઉદયસિંહને હરાવીને અહી પોતાની હકુમત સ્થાપી હતી.

કિલ્લાનું બાંધકામ અને સ્થાપત્ય

 • અહીંનો મધ્યકાલીન કિલ્લો સમુદ્ર-સપાટીથી ૧૮૦ મીટરની ઊંચાઈએ સાતસો એકરના વિસ્તારમાં ફેલાયેલો છે.
 • આ કિલ્લો મૌર્યવંશી રાજા ચિંત્રાંગદે બંધાવ્યો હતો.
 • આ કિલ્લો ચિત્તોડગઢ શહેરથી ૯૮ કિલોમીટરના અંતરે આવ્યો છે.
 • કિલ્લામાં બે પ્રવેશદ્વાર છે.
 • કિલ્લાની ઉત્તરેથી દક્ષિણ તરફ ઘણી ઈમારતો છે.
 • તેમાં કંભા મહલ, જયમલ પટ્ટાકા મહલ, ભામાશાનું મહાલય, પદ્મિની મહલ, રાણા સંગનું દેવરા ગોરાબાદલનું ગુન્ટીન વગેરે જોવાલાયક છે.
 • કિલ્લાનું બાંધકામ, નકશી વગેરે સૌને પ્રભાવિત કરે તેવા છે, રાજપૂતાનાનો આ સૌથી ભવ્ય કિલ્લો છે.
 • આ કિલ્લામાં ઘણાં પ્રાકૃતિક સરોવરો, ધોધ, કુંડ, તળાવો અને મંદિરો છે.

જય સ્તંભ 

 • ઈ.સ. ૧૪૪૦માં માળવા અને ગુજરાત પર વિજય હાંસલ કર્યા બાદ મેવાડના રાજા કુંભાએ આ ઈમારત બંધાવી હતી.
 • તે સાડત્રીસ મીટર ઊંચો છે અને તેમાં નવ માળ છે.

કીર્તિ સ્તંભ

 • આ સ્તંભ બાવીસ મીટર ઊંચો છે અને તે બારમી સદીમાં જૈન કારીગરોએ બંધાવ્યો હતો.
 • જૈન તીર્થંકર આદિનાથની યાદમાં આ સ્તંભ બન્યો છે.

આ સિવાય પ્રતાપ પાર્ક, મીરા પાર્ક, નહેરુ પાર્ક અને ખ્વાજા રોઝ-ગાર્ડન જોવા જેવા સ્થળો છે.

કેવી રીતે પહોંચશો?

 • ચિત્તોડગઢ રેલમાર્ગે દેશના બધાં મોટાં શહેરો સાથે જોડાયેલું છે.
 • જયપુર, ઈન્દોર, અમદાવાદ વગેરેથી સીધી ટ્રેન ત્યાં જાય છે.
 • રાજસ્થાનના તમામ મોટાં શહેરોમાંથી સીધી બસ પણ ચિત્તોડગઢ જાય છે.

અન્ય જરૂરી માહિતી

 • ચિત્તોડગઢમાં ખરીદી માટે કોઈ ખાસ બજાર કે ચૌટું નથી.
 • જય સ્તંભની પ્રતિકૃતિઓ અહીં મળે છે.
 • અહીં રહેવાની સારી સુવિધા છે.
 • મુલાકાતનો સાનુકૂળ સમય સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી છે.

eછાપું 

તમને ગમશે: સોનેરી શહેર જેસલમેર અને તેની એક યાદગાર મુલાકાત – ભાગ 1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here