વિશ્વના સમુદ્રો બચાવવાની અનોખી પહેલમાં બનાવી અધધધ… કિંમતની બેગ

0
412
Photo Courtesy: Yahoo!

કુદરત સામે કોઈ શક્તિ ઉપરી ના થઈ શકે. આજે એનું જ એક ઉદાહરણ માનવીય પ્રદૂષણ છે, કે જેના લીધે ઊભા થયેલ નુકશાન આજે માણસ અગણિત પૈસા વાપરીને ઠીક કરવા મથે છે. આવા ઘણા ઉદાહરણ અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે. પરંતુ એક ઇટાલિયન બ્રાન્ડ પર્યાવરણ બચાવવા માટે એક અતિશય મોંઘી બેગ લઈને આવી છે.

ઇટાલીની એક લક્ઝરી બ્રાન્ડે વિશ્વની સૌથી મોંઘી બેગ ડિઝાઇન કરી છે.

કંપનીએ હાલમાં જ આ બેગ લોન્ચ કરી છે. આ બેગની કિંમત 53 કરોડ રૂપિયા છે.

તમને જાણીને નવાઇ લાગશે કે, શું ખરેખર આ બેગની કિંમત 53 કરોડ રૂપિયા હશે? અથવા તો એવો સવાલ થશે કે, એવું તો વળી શું છે આ બેગમાં જેની કિંમત છે 53 કરોડ રૂપિયા?

કોઇ સામાન્ય માણસને આટલી કિંમત કમાતા કદાચ જીવન આખુ નીકળી જાય અથવા તો આટલી રકમ કોઇ સામાન્ય માણસે કદાચ જોઇ પણ ન હોય.

જો કે આ બેગ દુનિયાની સૌથી મોંઘી બેગ છે એવું કહેવામાં કોઈને લેશમાત્ર સંકોચ ન થવો જોઈએ.

હકીકત એ છે કે, સમુદ્રને બચાવવા જાગૃતિ અભિયાન અંતર્ગત બેગ બનાવવામાં આવી છે.

હકીકતમાં, લક્ઝરી ઇટાલિયન બ્રાન્ડ ‘બોરીની મિલાનેસીએ’ (Boarini Milanesi) 6 મિલિયન યુરો (લગભગ 53 કરોડ રૂપિયા)ની કિંમતે બનાવવામાં આવેલી વિશ્વની સૌથી મોંઘી બેગ લોન્ચ કરી છે.

શાઇની લુકિંગ બેગમાં, 130 કેરેટ હીરા અને 10 સફેદ ગોલ્ડ પતંગિયા લગાવવામાં આવ્યા છે. દરિયાઇ પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા બેગને બનાવવામાં આવી છે.

બોરીની મિલનેસીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા નિવેદનમાં લખ્યું છે કે, સમુદ્રને બચાવવા અને જાગૃતિ લાવવા માટે આ બેગનું અનાવરણ કરવામાં અમને ગર્વ છે. તે 6 મિલિયન યુરોની બેગ છે.

આગળ લખ્યું છે કે, તેની આવકમાંથી 800 હજાર યુરો સમુદ્રની સફાઇ માટે દાન કરવામાં આવશે.

આ બેગની સુંદરતા એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વીડિયો દ્વારા બતાવવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by BOARINI MILANESI (@boarinimilanesi)

હળવા વાદળી શાઇની લુકિંગ બેગમાં સોનાના પતંગિયા પણ મૂકવામાં આવ્યા છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

આ સિવાય આ બેગને બંધ કરવા માટે એક હૂક પણ લગાવવામાં આવ્યો છે.

ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ બોરીની મિલાનેસી (Boarini Milanesi) બેગ બનાવતી જાણીતી બ્રાન્ડ છે.

કંપનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી સુંદર બેગ બતાવવામાં આવી છે. બેગની સાથે તેમના ભાવ પણ છે.

આ નવી બેગની કિંમત હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.

eછાપું 

તમને ગમશે: પોષાક એટલે તમારા વ્યક્તિત્વનો પડઘો અને તેનું પ્રતિબિંબ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here