ચોરી પકડાઈ ગઈ: દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીનો દાવો નકાર્યો

0
290
Photo Courtesy: hindustantimes.com

આજે સવારે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નજરકેદ કર્યા છે પરંતુ બાદમાં આ ચોરી પકડાઈ ગઈ હતી.

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી સાચાં ખોટાં નિવેદનો દ્વારા તરખાટ મચાવવા માટે પ્રખ્યાત છે. આજે વિપક્ષી પાર્ટીઓ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાન દરમ્યાન પણ દિલ્હીવાસીઓમાં તરખાટ મચાવવા કે પછી ટેન્શન ઉભું કરવાના આશય સાથે સવારે AAP દ્વારા એવી Tweet કરવામાં આવી હતી કે દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના જ ઘરમાં નજરકેદ કરી લીધા છે.

આપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે જ્યારથી કેજરીવાલ દિલ્હી રાજ્યની સિંઘુ બોર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતોને મળીને અને તેમને પોતાનું સમર્થન આપીને પોતાના નિવાસસ્થાને પરત આવ્યા છે ત્યારથી તેમને દિલ્હી પોલીસ દ્વારા ન તો બહાર જવા દેવાય છે કે ન તો કોઈને એમને મળવા માટે અંદર જવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

આમ આદમી પાર્ટીના આ દાવાને દિલ્હી પોલીસે તરતજ નકારતા કહ્યું હતું કે બંધ દરમ્યાન આમ આદમી પાર્ટી અને અન્ય રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય તે માટે દિલ્હી પોલીસે મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસ સ્થાન આગળ સિક્યોરીટી વધારી દીધી છે.

દિલ્હી પોલીસે પોતાની સ્પષ્ટતા સાથે મુખ્યમંત્રી નિવાસ બહાર વધારવામાં આવેલી સિક્યોરીટીનો ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા. દિલ્હી પોલીસે આગળ જણાવ્યું હતું કે દરેક નાગરિકની જેમ મુખ્યમંત્રીને પણ પોતાના મંતવ્યો જણાવવાનો અધિકાર છે અને દિલ્હી પોલીસ એ અધિકારનું હનન કરવા બિલકુલ ઈચ્છતી નથી.

આમ આમ આદમી પાર્ટીની ચોરી દિલ્હી પોલીસે મિનિટોમાં જ પકડી પાડી છે.

ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ સમયે આ પ્રકારે સનસનાટીભર્યા નિવેદનો અથવાતો આરોપ મુકવાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી પરંતુ દરેક વખતે તેના આ દાવાઓ ખોટા સાબિત થયા છે.

દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા નવા કૃષિ સંશોધન કાયદાઓને પોતાના રાજ્યમાં અમલી બનાવ્યા છે પરંતુ તેમ છતાં આમ આદમી પાર્ટી દિલ્હીની તમામ સરહદો પર પ્રદર્શન કરીને શહેરને બાનમાં લઇ ચુકેલા ખેડૂતોના આંદોલનને પણ સમર્થન આપી રહી છે જેણે અનેક લોકોના મનમાં પ્રશ્નો ઉભાં કર્યા છે.

eછાપું

તમને ગમશે: ગૌતમ ગંભીર ને બદનામ કરવા પાછળ આમ આદમી પાર્ટીને શું લાભ છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here