નરેન્દ્ર મોદીની એક Tweet જે આ વર્ષની સહુથી લોકપ્રિય Tweet બની!

0
364
Photo Courtesy: twitter.com/narendramodi

ભારતમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જે લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યું હતું. આ સમય દરમ્યાન દેશવાસીઓનું મનોબળ ટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક ઉપાયો બતાવ્યા હતા તેમાંથી એક ઉપાય અંગેની tweet આ વર્ષની સહુથી લોકપ્રિય tweet બની ગઈ છે.

Twitter દ્વારા ગઈકાલે Golden Tweetsની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં રાજકારણની કેટેગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે દેશવાસીઓને કોરોના સામેના યુદ્ધમાં બધાંજ દેશવાસીઓ એકજૂથ છે એ દર્શાવવા માટે દીવો પ્રગટાવવાની અપીલ કરી હતી તેની સાથે છે એમ દર્શાવવા એક tweet કરી હતી.

વડાપ્રધાનની આ tweet આ વર્ષની સહુથી વધુ retweet પામેલી tweet બની ગઈ છે. ગત 5 એપ્રિલે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને રાત્રે 9 વાગ્યે 9 મિનીટ સુધી દીપ પ્રાગટ્ય કરવાની અપીલ કરી હતી અને પોતે પણ પોતાના અધિકારીક નિવાસસ્થાને એ મુજબ દીવા પ્રગટાવ્યા હતા અને તેના ફોટોગ્રાફ્સ tweet કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ tweetને Twitterના કહેવા અનુસાર 118K વખત retweet કરવામાં આવી હતી અને તેને 513K વખત લાઈક કરવામાં આવી હતી. આમ રાજકારણની કેટેગરીમાં આ tweet આ વર્ષની સહુથી વધુ લોકપ્રિય tweet બની ગઈ હતી.

Twitter દર વર્ષે 1 જાન્યુઆરીથી 15 નવેમ્બર સુધી થયેલી Tweetsનો હિસાબ રાખે છે અને તેમાંથી જે tweets લોકપ્રિય સાબિત થાય છે તેની એક યાદી પણ તે બહાર પાડે છે.

નરેન્દ્ર મોદીએ લોકડાઉન સમયે દેશની જનતાને પોતે કોરોના વોરીયર્સની સાથે છે એમ દર્શાવવા માટે થાળી વગાડવાની અપીલ કરી હતી જેને પણ અભૂતપૂર્વ સફળતા મળી હતી. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના હેલીકોપ્ટરો દ્વારા દેશના વિવિધ સ્થળોએ હોસ્પિટલમાં કાર્યરત એવા કોરોના વોરીયર્સને અભિનંદન આપવા હોસ્પિટલો ઉપર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તમામ અપીલોને ખૂબ લોકપ્રિયતા મળી હતી અને તેઓ ફરી એકવાર દેશભરની જનતાના એક સર્વસંમત આગેવાન તરીકે ઉભરી આવ્યા હતા. લોકડાઉન અગાઉ વડાપ્રધાનની જનતા કરફ્યુને પણ મોટી સફળતા મળી હતી અને આ સફળતાને ધ્યાનમાં લઈને જ ભારત સરકારે સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી જેને તબક્કાવાર અમલમાં મુકવામાં આવ્યું હતું.

દેશમાં કોરોના કાબૂમાં હોવા પાછળ અને અન્ય દેશો કરતાં મૃત્યુદર ઓછો હોવા પાછળ આ લોકડાઉન જવાબદાર હોવાનું સ્વાસ્થ્ય નિષ્ણાતો વારંવાર સ્વીકારી ચૂક્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here