સૂર્યોદય પહેલા ઉઠી જવું એ જ આરોગ્યની સાચી સાચવણી છે!

0
480
Photo Courtesy: Inc Magazine

સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ માણસ સ્વસ્થ રહે છે એવું આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે, પરંતુ અત્યંત બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે મોટા ભાગના લોકો એમ કરી શકતા નથી. તાજેતરમાં બ્રિટનમાં ડાયેટિશ્યનો અને સાઇકોલોજિસ્ટોની એક ટીમે મળીને તારવ્યું છે કે; સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણી વહેલા ઊઠવાની આ જૂની આદત ફરી કેળવવી જોઈએ.

અચરજની વાત એ છે કે; ભારતીય સાંસ્કૃતિક વારસો કે જે માનવીય જીવનશૈલીને ઉત્તમ બનાવવાના માર્ગ આપે છે, તેમાં સવારે વહેલા ઊઠવાની વાત અનેક દ્રષ્ટિએ અનેક રીતે વર્ષોથી, સદીઓથી સમજાવવામાં આવી છે.

પરંતુ, આજે ભાત-ભાતની રહેણી-કરણી ભેળવીને દૈનિક કાર્યો ઘણા ડહોળા બનાવી દેવામાં આવ્યા છે.

સવારે 4:30 વાગ્યાનું મુહૂર્ત એ બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે.

ઘણા અનન્ય મહાનુભાવો આ હકીકત સમજ્યા છે. કહી શકાય કે, તેઓ એટલે જ મહાનુભાવો બન્યાં હશે.

જીવનમાં આ એક સામાન્ય ફેરફાર ઘણા લાભ આપી શકે છે.

સૂર્યોદય પહેલા  ઊઠવાથી થતાં ફાયદાઓ અનેક છે, જે પ્રત્યેક વ્યક્તિ પોતાની રીતે અનુભવ કરી સમજી શકે છે. પરંતુ અમો અહી કેટલાક સામાન્ય અને જરૂરી ફાયદાઓ લાવ્યા છીએ.

વહેલા ઉઠવાના ફાયદા

  • સવારે વહેલા ઊઠવાથી તમને રૂટીન કામો પતાવવા માટે પૂરતો સમય મળે છે અને આખો દિવસ ઉત્સાહમાં જાય છે. જ્યારે મોડા ઊઠવાથી મોડે સુધી સુસ્તી અને ઊંઘ ઊડતી નથી.
  • રોજનાં કામો પણ સમયસર પતી જવાને કારણે દિવસ દરમિયાન કે દિવસના અન્તે કોઈ ઘાઈ નથી થતી. આને કારણે ખાસ કરીને, મહિલાઓમાં ઓછું સ્ટ્રેસ ફીલ થાય છે અને મૂડ સુધરે છે.
  • વહેલા ઉઠવાથી તમે એક્સરસાઇઝ તેમ જ મેડિટેશન માટે સમય ફાળવી શકો છો.
  • વહેલા ઊઠનારાઓ કસરત માટે ખૂબ સરળતાથી જરૂરી થોડોક સમય ફાળવી શકે છે.
  • મોડા ઊઠવાથી શરીરને કસરત તો નથી મળતી અને ઉપરથી કંઈ જ કામ પૂરું ન કરી શક્યાનું ગિલ્ટ પણ અનુભવાય છે.
  • સાથે સાથે જીવનમાં શરીરને સમય આપવો ખૂબ જ અગત્યનો છે અને તે માટે સવારનો સમય વધુ યોગ્ય હોય છે.
  • સવારના સમયે ક્રીએટિવ થિન્કિંગ કરી શકાય છે.
  • સવારના સમયે મગજ આરામ પછી તદ્દન ફ્રેશ હોય છે. આ સાથે સવારે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે છે અને એની ક્ષમતા પણ સુધરે છે
  • સવારે વહેલા ઊઠવાથી દિવસ લાંબો બને છે. એને કારણે કામ કરવાનો સમય વધુ મળે છે. વહેલો દિવસ શરૂ થવાથી સાંજ પડે ત્યાં સુધીમાં વધુ કામ પણ પૂરું કરી શકાય છે.
  • મોડા ઊઠનારાઓ સુસ્તીને કારણે કામ મોડું શરૂ કરે છે. એ પછીથી કામનો ભરાવો થતા સ્ટ્રેસ અનુભવે છે અને ઓવરઓલ ઓછી પ્રોડક્ટિવિટી ધરાવે છે

સૂર્યોદય પહેલાં ઉઠવા સામે થતી સુસ્તીનો ઈલાજ ઘણો મહેનતુ હોય છે, એ આપ સૌ જાણો છો.

પરંતુ, નીચે આપેલ મુદ્દાઓ સ્પષ્ટ કરશો તો વહેલા ઊઠવામાં ચોક્કસ મદદ મળશે.

વહેલા ઊઠી શકાય એ માટે શું કરવું?

  • સૌથી પહેલા, જો રાત્રે મોડા સૂવાની આદત હોય તો વહેલા સૂવાનું શરૂ કરવું.
  • રાત્રે નવ વાગ્યા પહેલાં જમી લેવું અને નક્કી કરેલા સૂવાના સમયે લાઇટ્સ ઑફ કરીને પથારીમાં આવી જ જવું.
  • પથારીમાં આમ વહેલા આવ્યા બાદ મોબાઈલ ફોન ન વાપરવો.
  • તમે કોઈ પુસ્તક વાંચી શકો છો. જેથી બગાસા આવવાના શરૂ થશે અને ઊંઘ જલ્દી આવી શકે છે.
  • જો પુસ્તક ના વાંચી શકો તો, સૂતા સૂતા ઊંડા શ્વાસોછ્સ્વાસ કરવા. જે શરીરમાં લોહીના પરિભ્રમણને શાંત કરી ઊંઘ માટે તૈયાર કરશે.
  • સવારે નવ વાગે ઊઠવાની આદત હોય તો પહેલા જ દિવસથી છ વાગ્યે ઊઠવાનું ન રાખવું.
  • એને બદલે, પહેલા અઠવાડિયે પોણાનવ વાગ્યે ઊઠવાની આદત પાડવી. એ પછીના અઠવાડિયે સાડાઆઠે અને એમ ધીમે-ધીમે કરતાં તમે છ વાગ્યે ઊઠવાના ધ્યેયને પહોંચી વળી શકશો. જે લાંબા ગાળે એક સારી આદત બની જશે.
  • સવારે ઊઠીને તરત જ કોઈક કામ શેડ્યુલ કરીને રાખવું, જેથી સુસ્તીમાં પથારીમાં પડી રહેવાની આદત છૂટે.
  • જો તમને દિવસ દરમ્યાન બેઠાં-બેઠાં સૂવાની આદત હોય તો તેને ચોક્કસપણે બંધ કરી દેવી જોઇએ.

eછાપું 

તમને ગમશે: કોફી પીઓ પરંતુ તેનું પ્રમાણભાન જાળવવું પણ જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here