ઘેરે જ રહેજો રાજ!: આ વર્ષે ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી બંધ

0
362
Photo Courtesy: YouTube

કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં લઈને અમદાવાદ પોલીસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે અનુસાર આ વર્ષે અમદાવાદીઓ ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી રંગેચંગે નહીં કરી શકે

અમદાવાદ: દિવાળી બાદ અમદાવાદ શહેરમાં જે તેજગતિએ કોરોના સંક્રમણનો ફેલાવો વધી ગયો હતો તેના પરથી પદાર્થપાઠ લઈને અમદાવાદ પોલીસે આવનારી ક્રિસમસ તેમજ નવા વર્ષની ઉજવણી અંગે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.

દિવાળી અગાઉ ખરીદી માટે તેમજ દિવાળી દરમ્યાન લોકો મોટા પ્રમાણમાં અમદાવાદના બજારોમાં તેમજ હોટલોમાં ખાણીપીણી કરવા એકત્ર થયા હતા. આને પરિણામે અમદાવાદમાં દિવાળીના દિવસો બાદ અચાનક જ કોરોનાના કેસોમાં વધારો થયો હતો.

પરંતુ હવે ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી અંગે અમદાવાદ પોલીસે લીધેલા નિર્ણય અનુસાર અમદાવાદ મહાનગર વિસ્તારમાં હાલમાં અમલી કરફ્યુનો અમલ આ સમય દરમ્યાન પણ ચાલુ જ રહેવાનો છે. આથી અમદાવાદવાસીઓએ આ વર્ષે ક્રિસમસ તેમજ ન્યૂ યરની ઉજવણી પોતપોતાના ઘરે રહીને જ કરવાની રહેશે.

આ ઉપરાંત પોલીસની ચાંપતી નજર શહેરની આસપાસ આવેલા ફાર્મ હાઉસ પર પણ રહેશે જેથી ન્યૂ યરની પૂર્વસંધ્યાએ અહીં મોટા સમયમાં લોકો એકઠાં ન થઈ શકે અને તેને કારણે કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં.

શહેરમાં માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજીયાત હોવા છતાં અસંખ્ય લોકો આ નિયમનો ભંગ કરતાં પોલીસના હાથે પકડાયા છે. આવા સંજોગોમાં હવે ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીના નામે કાયદાનો ભંગ કરીને ફરીથી શહેરમાં કોરોનાનું સંક્રમણ ન વધારે તેની કપરી જવાબદારી અમદાવાદ પોલીસ પર આવી પડી છે.

eછાપું

તમને ગમશે: ફટાકડા પર નિયંત્રણ – માય લોર્ડ મારો ચ્હા પીવાનો સમય નક્કી કરી આપશો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here