સમર્થન: દસ કિસાન યુનિયનો નવા કૃષિ બીલોથી સંતુષ્ટ છે!

0
326
Photo Courtesy: twitter.com/AgriGoI

એક તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પંજાબ અને હરિયાણાના કિસાનો આંદોલન ચલાવી રહ્યા છે તો બીજી તરફ દેશના દસ કિસાન યુનિયનોએ નવા કૃષિ બીલોને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.

નવી દિલ્હી: ગઈકાલે દિલ્હીમાં ચાલી રહેલું કિસાન આંદોલન પોતાના ઓગણીસમાં દિવસમાં પ્રવેશ કરી ગયું હતું એવા જ સમયે દેશના દસ વિવિધ કિસાન યુનિયનોએ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંગ તોમરને મળીને હાલમાં ચર્ચામાં રહેલા ત્રણેય કૃષિ બીલોને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

આ દસ કિસાન યુનિયનોએ ઓલ ઇન્ડિયા કિસાન કોર્ડીનેશન કમિટીના (AIKCC) નેજાં હેઠળ કૃષિમંત્રીને મળ્યું હતું. કિસાન યુનિયનોના આ જૂથમાં ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, કેરળ, તમિલનાડુ તેમજ તેલંગાણાના કિસાન યુનિયનો સામેલ હતા.

પોતાના લેખિત નિવેદનમાં AIKCCએ જણાવ્યું છે કે તેઓ સરકારના એ પ્રસ્તાવનું સમર્થન કરે છે જેમાં પ્રદર્શનકારી ખેડૂતો સાથેની મડાગાંઠ ખોલવા માટે સરકારે નવા કૃષિ બીલમાં કેટલાક સુધારાઓ કરવાની તૈયારી દર્શાવી છે. આ જુથે જણાવ્યું હતું હાલની કૃષિ પદ્ધતિઓ નવા કાયદાના અમલ માટે પૂરતી નથી અને આથી ખેતીમાં પરિવર્તન લાવવા માટે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે જે આ ત્રણ બીલો પૂરા પાડવા સક્ષમ છે.

AIKCCએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોએ જરીપુરાણી ખેત પદ્ધતિઓનો ત્યાગ કરવો જોઈએ અને દેશમાં ખેત પદ્ધતિઓને આધુનિક બનાવવા માટે આ ત્રણ નવા કાયદાઓની જરૂર છે.  ખેડૂત યુનિયનોના આ જૂથે પ્રદર્શનકારી ખેડૂતોને પોતાનું પ્રદર્શન બંધ કરવાની પણ અપીલ કરી હતી.

બેઠક બાદ કૃષિમંત્રી નરેન્દ્ર સિંગ તોમરે જણાવ્યું હતું કે AIKCC પણ એવું માને છે કે હાલનું કિસાન આંદોલન રાજકારણથી પ્રેરિત છે.

આ અગાઉ પણ એવા સમાચાર મળ્યા હતાં કે હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનને સમર્થન કરી રહેલા અને નવી દિલ્હીની વિવિધ સરહદો પર પ્રદર્શન કરી રહેલા કિસાન યુનિયનોમાંથી ઓછામાં ઓછાં બે યુનિયનોમાં ભાગલા પડી ગયા છે અને અલગ થઇ ગયેલા ખેડૂતો પોતપોતાને ગામ પરત ફરી રહ્યા છે.

તો હરિયાણાના એક કિસાન યુનિયને સરકારને ધમકી આપતાં કહ્યું હોવાનું જાણવા મળે છે કે જો સરકાર ત્રણ નવા કૃષિ બીલ પ્રદર્શનકારી કિસાનોના દબાણ હેઠળ આવી જઈને પરત ખેંચશે તો તેઓ આંદોલન પર ઉતરી જશે.

eછાપું

તમને ગમશે: હાલમાં પસાર થયેલા નવા કૃષિ કાયદાના કેટલાક અજાણ્યા ફાયદા!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here