આપનો યુટર્ન: નેટીઝન્સ દ્વારા કૃષિ કાયદા અંગે આપનું જુઠ્ઠાણું પકડાયું

0
353
Photo Courtesy: financialexpress.com

એવું લાગી રહ્યું છે કે નવા કૃષિ કાયદા વિષે મોટાભાગની રાજકીય પાર્ટીઓ અલગ અલગ સમયે અલગ અલગ વલણ ધરાવે છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીનું જુઠ્ઠાણું પકડાઈ ગયું છે.

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા જ્યારથી અમલમાં આવ્યા છે ત્યારથી કેટલાક રાજકીય પક્ષો તેનો વિરોધ કરવા લાગ્યા છે, પરંતુ મજાની વાત એવી છે કે આ પક્ષો કોઈ એક સમયે આ પ્રકારના જ કાયદાઓનું સમર્થન કરી રહ્યા હતા.

કોંગ્રેસ પાર્ટી જ્યારે સત્તામાં હતી ત્યારે પોતે એ જ પ્રકારના કૃષિ કાયદા લાવશે તેવો વાયદો તેણે કર્યો હતો, આ ઉપરાંત લોકસભાની 2019ની સામાન્ય ચૂંટણીના ચૂંટણી ઢંઢેરામાં પણ કોંગ્રેસે પોતાના આ વાયદાનો પુનરોચ્ચાર કર્યો હતો.

તો કોંગ્રેસના નેતૃત્ત્વ હેઠળની સરકારમાં કૃષિમંત્રી રહી ચુકેલા NCPના સર્વેસર્વા શરદ પવારે તો આ કાયદો ઝડપથી અમલમાં આવે તે માટે પોતાના સમયમાં દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર પણ લખી ચૂક્યા હતા. કૃષિ કાયદા અંગે બેવડાં ધોરણો ધરાવતા રાજકીય પક્ષોમાં હવે આમ આદમી પાર્ટી એટલેકે આપનું નામ પણ જોડાઈ ગયું છે.

આમ આદમી પાર્ટી ફક્ત આ કાયદાઓનો વિરોધ જ નથી કરી રહી પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક વખત વિરોધ કરી રહેલા ખેડૂતોની વચ્ચે જઈને તેમનું સમર્થન આપ્યું હતું અને હમણાં થોડા દિવસ અગાઉ તેમણે આ આંદોલનના સમર્થનમાં અમુક કલાકના ઉપવાસ પણ રાખ્યા હતાં.  

પરંતુ આમ આદમી પાર્ટીનું કૃષિ કાયદા અંગેનું બેવડું વલણ ત્યારે ખુલ્લું પડી ગયું હતું જ્યારે કેટલાક નેટીઝન્સ દ્વારા આમ આદમી પાર્ટીની જૂની Tweet શોધી કાઢવામાં આવી હતી જેમાં આ જ કાયદાનું તેણે સમર્થન કર્યું હતું. 2016માં પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ આપ દ્વારા એક ખાસ કિસાન મેનીફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો તેમાં રાજ્યના દરેક જીલ્લામાં કૃષિ બજારો તેમજ પ્રોસેસિંગ કેન્દ્રોમાં મોટા પાયે ખાનગી રોકાણનું વચન આપવામાં આવ્યું હતું.

અમુક નેટીઝન્સ દ્વારા આ અંગેની જૂની Tweet તેમજ આમ આદમી પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં લિખિત આ મુદ્દાનો સ્ક્રિનશોટ વાયરલ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ Twitter પર આમ આદમી પાર્ટીના નવા કૃષિ કાયદા વિષેના બેવડાં ધોરણોની આકરી ટીકા પણ કરવામાં આવી હતી.

કોંગ્રેસ પછી NCP અને હવે AAP એવું લાગી રહ્યું છે કે વિપક્ષો કિસાન આંદોલનના મામલે ફક્ત રાજકારણ જ રમી રહ્યા છે, અથવાતો જે કૃષિ કાયદા પોતે લાવવામાં અક્ષમ નીકળ્યા તેને હાલની ભાજપ સરકાર અમલી ન બનાવી શકે તેની જીદ પકડીને બેઠાં છે.

eછાપું

તમને ગમશે – ચોરી પકડાઈ ગઈ: દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીનો દાવો નકાર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here