રેકોર્ડ: બજાજ ફાઈનાન્સનું માર્કેટ કેપિટલાઈઝેશન વિક્રમ સ્તર પર પહોંચ્યું

0
408
Photo Courtesy: BFSI

ગઈકાલે મુંબઈ શેરબજાર જ્યારે બંધ થયું ત્યારે જાણીતી કંપની બજાજ ફાઈનાન્સ લિમિટેડનું માર્કેટ કેપિટલાઈઝેશન તેના અગાઉના તમામ વિક્રમો તોડીને એક નવી ઉંચાઈ પર પહોંચી ગયું હતું.

મુંબઈ: જાણીતી ફાઈનાન્સ કંપની બજાજ ફાઈનાન્સ લિમિટેડના શેયર્સમાં ગઈકાલે આવેલા ઉછાળા બાદ તેની તેનું માર્કેટ વેલ્યુએશન રૂ. 3 લાખ કરોડને પાર જતું રહ્યું છે. ગઈકાલે જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલેકે BSE બંધ થયું ત્યારે બજાજ ફાઈનાન્સનું માર્કેટિંગ વેલ્યુએશન રૂ. 3,09,009.80 કરોડ નોંધવામાં આવ્યું હતું.

BSE ખાતે ગઈકાલના સત્રમાં બજાજ ફાઈનાન્સ લિમિટેડના શેયર્સ 4.69 ટકા વધ્યા હતા અને તેનો ભાવ ગઈકાલે રૂ. 5,128.85 પર બંધ આવ્યો હતો. દિવસ દરમ્યાન આ શેર 5.19 ટકા વધીને રૂ. 5,152.85 પર પહોંચ્યો હતો જે તેની એક વર્ષની ટોચ હતી.

ભારતની ટોચની 10 કંપનીમાં હાલમાં બજાજ ફાઈનાન્સ નવમાં નંબરે છે. જ્યારે રૂ. 12,51,405.60 કરોડના માર્કેટ વેલ્યુએશન સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રથમ સ્થાને છે.

ત્યારબાદ તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝ એટલેકે TCS રૂ. 10 હજાર કરોડથી પણ વધુના માર્કેટ વેલ્યુએશન સાથે બીજા નંબરે, રૂ. 7 હજાર કરોડથી પણ વધુના માર્કેટ વેલ્યુએશન સાથે HDFC બેંક ત્રીજા નંબરે છે.

આ ઉપરાંત આ યાદીમાં HUL (રૂ. 5 હજાર કરોડથી પણ વધુ), ઈન્ફોસીસ (રૂ. 4.91 હજાર કરોડ), HDFC Ltd (રૂ. 4.23 હજાર કરોડ), કોટક મહિન્દ્રા બેંક (રૂ. 3.86 હજાર કરોડ), ICICI બેંક (રૂ. 3.57 હજાર કરોડ) ની માર્કેટ વેલ્યુ સાથે રેસમાં છે.

બજાજ ફાઈનાન્સ લિમિટેડ બાદ દસમાં નંબરે ભરતી એરટેલ રૂ. 2.75 હજાર કરોડની માર્કેટ વેલ્યુ સાથે આવે છે.

eછાપું

તમને ગમશે – મૂલ્યાંકન: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દસ લાખ કરોડી કંપની બની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here