ભોજનને સંપૂર્ણ બનાવતી ચટણી; બે સ્વાદિષ્ટ ચટણીઓની રેસિપી!

0
439

ભારત દેશ ખાણીપીણીની બાબતમાં ખૂબ વૈવિધ્ય ધરાવતો દેશ છે. આપણને જાતજાતની મુખ્ય વાનગીઓની સાથે સાથે જાત ભાતની સાઈડ ડીશ પણ એટલી જ જોઈતી હોય છે. આવી વાનગીઓમાં અથાણું તો મહત્વનું છે જ, પણ એટલું જ મહત્વ ધરાવતી બીજી એક વસ્તુ છે ચટણી.

ચટણી પણ જાત જાતની હોય છે, અમુક ચટણી અથાણાની જેમ તડકે રાખીને લાંબો સમય સાચવી શકાય છે તો મોટાભાગની ચટણીઓ તાજી જ બનાવવામાં આવે છે, અને હવેના સમયમાં ૩-૪ દિવસ કે અઠવાડીયા માટે ફ્રીજમાં રાખવામાં આવે છે.

અથાણાની જેમ જ, ચટણીનો ઈતિહાસ પણ આશરે ઈ.સ. પૂર્વે 500ની આસપાસથી શરુ થાય છે. ૧૭મી સદીના શરૂઆતના વર્ષોમાં ભારતીય ઉપખંડનાં ‘ઇસ્ટ ઇન્ડીયા’ કમ્પનીના ઓફિસરોમાં લીંબુના અથાણાં, ચટણી અને મુરબ્બો જેવા ખાદ્ય પદાર્થો ખૂબ જ પ્રખ્યાત હતા. મુરબ્બો તેના ગળપણને લીધે અપ્રિય સાબિત થયો, ઉપરાંત ખાંડની ઉપલબ્ધતા એટલી સરળ ન હતી એ પણ એક કારણ હતું. 17 મી સદીની શરૂઆતથી, ફળની ચટણી વિવિધ યુરોપિયન દેશોમાં લક્ઝરી વસ્તુ તરીકે મોકલવામાં આવતી. એમાં પણ ૧૯મી સદીમાં  મેજર ગેરી એ બનાવેલી ‘મેજર ગેરી’ઝ ચટની’, ૧૯૮૨ની સાલમાં અમેરિકામાં ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. આ ચટણીની મુખ્ય સામગ્રીઓ કેરી, કિસમિસ, વિનેગર, લીંબુનો રસ, ડુંગળી, કોઈક વાર આમલીનો રસ, ગળપણ અને મસાલા છે.

ભારતનાં દરેક ભાગમાં અલગ અલગ પ્રકારની ચટણી બને છે, ખવાય છે. જેમકે તમીલનાડુમાં કોપરાની ચટણી, આસામની ટામેટાની, આંધ્રપ્રદેશની આદુની, ગુજરાતની કોથમીર-ફુદીનાની વગેરે. અને આ ઉદાહરણો તો ખાલી શરૂઆત જ છે, પછી એમાં અનેક સામગ્રીઓ ઉમેરાતી જાય અને ખટમીઠો, તીખો સ્વાદ ઉમેરાતો જાય અને સ્વાદનો જલસો બનતો જાય.

આદુ-કોપરાની ચટણી

Photo Courtesy: One Life to Eat

સામગ્રી:

2 થી ૩ ઇંચ આદુનો ટુકડો

૩ ટેબલસ્પૂન ખમણેલું કોપરું

2 સૂકા લાલ મરચા (ગરમ પાણીમાં પલાળેલા)

એક નાનો દડો આમલી

મીઠું, સ્વાદ મુજબ

૩થી 4 ટેબલસ્પૂન પાણી

રીત:

  1. મિક્સર જારમાં બધીજ સામગ્રી ભેગી કરી એક સ્મૂધ પેસ્ટ બનાવી લો.
  2. આદુ-કોપરાની ચટણી તૈયાર છે, તેને રોટલી, પરાઠા કે ઈડલી સાથે માણો.

 

ટામેટાની ચટણી

Photo Courtesy: Archna’s Kitchen

સામગ્રી:

7-8 મોટા ટામેટાં (એકદમ લાલ અને તૈયાર)

5-6 લસણની કળી

1 ટીસ્પૂન જીરા

આમલી

4-5 મરચાં

½ ટીસ્પૂન હળદર પાવડર

½ ટીસ્પૂન ધાણા પાઉડર

સ્વાદ મુજબ મીઠું

4 થી 5 ટીસ્પૂન તેલ

વઘાર માટે:

2-૩ ટીસ્પૂન તેલ

½ ટીસ્પૂન રાઈ

½ ટીસ્પૂન જીરું

2-૩ મીઠા લીમડાના પાન

રીત:

  1. એક પેનમાં 4-5 ચમચી તેલ લો અને તેમાં મધ્યમ કદના, સમારેલા ટમેટા ઉમેરી ધીમા તાપે 10-15 મિનિટ પકાવો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. ટામેટા નરમ થાય એટલે તેને પ્લેટ પર ફેલાવો અને તેને ઠંડુ થવા દો.
  2. મિક્સર જારમાં બાકીની બધી જ સામગ્રીઓ અને ટામેટા ઉમેરીને વાટી લો.
  3. વાટેલી ચટણીને એક બાઉલમાં કાઢી લો.
  4. વઘાર માટેની સામગ્રી વડે વઘાર તૈયાર કરી ચટણી ઉપર રેડી લો.
  5. ચટણી પીરસવા માટે તૈયાર છે.

 eછાપું

તમને ગમશે – Recipe: મંદિરોનું અને સાવ નવી છતાં રસપ્રદ વાનગીઓનું રાજ્ય એટલે ઓરિસ્સા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here