રામસેતુ: અક્ષય કુમારની આગામી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થઇ!

0
321
Photo Courtesy: Indian Express

અક્ષય કુમાર દર વર્ષે ત્રણ ફિલ્મ કરવા માટે જાણીતો છે અને હવે તે લાવી રહ્યો છે બચ્ચન પાંડે તેમજ રામસેતુ, જેમાંથી આજે રામસેતુની રિલીઝ ડેટ જાહેર થઇ ગઈ છે.

રામસેતુ એક સત્ય ઘટના હતી કે પછી એક પૌરાણિક પરિકલ્પના?

ઉત્તરપ્રદેશના મુખ્યંત્રી યોગી આદિત્યનાથ ભલા માયાનગરી મુંબઈના ફિલ્મ મેકર્સને શું કામ મળે?

જવાબ છે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં આકાર લેનારી એક ફિલ્મ, જે આવનારી પેઢીઓને રામસેતુ સાથે જોડશે.

દેશપ્રેમ અને સાહસિકતા સભર પાત્રો નિભાવનારા, જાણીતા અભિનેતા અક્ષયકુમાર, આવનારા સમયમાં રામસેતુ વિષય પર આધારિત પટકથા પર કામ કરવા તૈયાર છે.

અક્ષયકુમાર આ અંગે યોગી આદિત્યનાથને પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે, અને એમની મુલાકાત સફળ રહી છે.  ભારતની  સૌથી મોટી ફિલ્મસિટી, ગૌતમ બુદ્ધનગર, ઉત્તરપ્રદેશ ખાતે આવેલ છે જ્યાં અક્ષયકુમાર ફિલ્મને લઈને કોઈજ કચાશ ન રહે તે માટે, અયોધ્યા અને રામસેતુ અંગે બારિકીથી કામ કરી રહ્યા છે. અભિષેક શર્માની આ ફિલ્મનું હાર્દ સચવાય અને તદ્દન અસલ સ્વરૂપે શ્રી રામ જન્મભૂમિની કથાને ન્યાય મળે તે માટે બને તેટલું શૂટિંગ અયોધ્યામાં થાય એ અંગે અક્ષયકુમાર કટિબદ્ધ છે. વળી,વાર્તાના દરેક પહેલુ માટે તેઓ સતર્ક છે.

‘ઓહ માય ગોડ ‘ જેવી નાજુક વિષયવાર્તા હોય કે દેશની સુરક્ષા માટે ઝઝુમતા સેનાની તરીકેની અદાકારી હોય,  સામાજીક માળખાંને પડકારતા ‘પેડમેન’ અને ‘ટોઇલેટ’ જેવા વિષયો હોય, દરેક પાત્રમાં માહિર તેવા અક્ષયકુમાર હવે રામસેતુ ખરેખર અસ્તિત્વમાં હતો કે કેમ એ જાણવા મથતી વ્યક્તિના પાત્રમાં, એક ઉત્સુક ભૂમિકા ભજવતા જોવા મળશે.

હાલ પૃથ્વીરાજ નામક ફિલ્મનાં શૂટિંગ માટે વ્યસ્ત એવા અક્ષયકુમારની અન્ય ફિલ્મો બેલબોટમ, રક્ષાબંધન, અતરંગી રે, સૂર્યવંશી અને બચ્ચન પાંડે પણ આકાર લઈ રહી છે.

યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત પછી રામસેતુ પર આધારિત ફિલ્મ માટેનું શૂટિંગ આગામી જૂન સુધીમાં શરૂ થવાની શક્યતા છે. આધુનિક યુગમાં જાતજાતની વૈજ્ઞાનિક અને બીજી કરામતો પર બનેલી ફિલ્મો તો સહુએ જોઈ જ છે  પણ રામસેતુ જેવા વિષય પર કઈ રીતે અભિષેક શર્મા કામ કરે છે તે રૂપેરી પરદે નિહાળવા દર્શકોએ ૨૦૨૨ની દિવાળી સુધી રાહ જોવી રહી,  જ્યારે આ ફિલ્મ રિલીઝ થનારી છે. અક્ષયકુમાર ફરી એકવાર પોતાની કાબેલિયતની કરામત દર્શાવી, તેમના ચાહકોને મંત્રમુગ્ધ કરશે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

તમને ગમશે – અતરંગી રે: અહીં એકસાથે ઘણા બધા સરપ્રાઈઝ જોવા મળશે

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here