અજાયબી: કેરળની કન્યાએ બનાવ્યો વાનગી બનાવવાનો અદભુત રેકોર્ડ!

0
268
Photo Courtesy: ANI

ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે લોકો જાતજાતના ગતકડાં કરતાં હોય છે, પરંતુ કેરળની એક કન્યાએ પોતાની રાંધવાની કળા દર્શાવીને એક અનોખો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે!

તિરુવનંતપુરમ્: લોકડાઉન દરમિયાન કેટલીયે ગૃહીણીઓ માટે રોજરોજ ઘરકામ કરવા સાથે રસોઈ બનાવવી એક પડકાર બની ગયેલો. એ વખતે બધા જ સદસ્યો ઘરમાં જ હતા ને જાતજાતની વાનગીઓ બનાવવા અને ખાવાનો એક ટ્રેન્ડ બની ગયો હતો. કોઈ વાર પંજાબી તો કોઈવાર મેક્સીકન. પણ કોઈએ એકસાથે ઘણી બધી જાતનું જમવાનું બનાવ્યું હોય તેવું જાણવામાં આવ્યું નથી. તાજેતરમાં કેરળની એક  છોકરીએ તમિલનાડુ ખાતે એક વિરલ રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ છે એકસાથે ૪૬ ભારતીય વાનગીઓ બનાવવાનો અને તે પણ માત્ર ૫૮ મિનિટોમાં.

ફક્ત બે મિનિટમાં બનતી મેગીને તો હરકોઈ જાણે છે પરંતુ માત્ર ૫૮ મિનિટમાં ૪૬ જેટલી ભારતીય વાનગીઓ બનાવનાર આ કેરળની કન્યાએ UNICO બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી  એક ઇતિહાસ સર્જ્યો છે. એસ. એન. લક્ષ્મી સાઈ શ્રી આ અદભૂત ઉપલબ્ધિ પ્રાપ્ત કરીને ખૂબ ખુશ છે.

કેરળ રાજ્ય તેની સાક્ષરતાના આંક મુજબ ભારતમાં ટોચ પર છે . ફરીએકવાર લક્ષ્મીએ પોતાના રાજ્યને ગૌરવ બક્ષ્યું છે. લક્ષ્મીના માતાપિતાએ લક્ષ્મીને આ દિશામાં ઘણો જ સહકાર આપ્યો છે. લક્ષ્મી લોકડાઉન દરમિયાન પોતાની માતા સાથે રસોઈ બનાવવા લાગી હતી. તેની ધગશ જોઈ તેના પિતાએ લક્ષ્મીને આ વિશ્વ કક્ષાાનો  રેકોર્ડ  બનાવવાની પ્રેરણા આપી હતી.

લક્ષ્મીના માતાએ લોકડાઉન દરમિયાન તેનો ઊંડો રસ પારખી પિતાને તેની આવડત વિશે જણાવ્યું અને પિતાએ આ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા બાબત વિચાર્યું. લક્ષ્મી માત્ર દસ વર્ષની છે. નવાઈ લાગશે કે તેની આટલા ઓછા સમયમાં બનાવેલ વાનગીઓમાં ઇડલી, ડોસા, ફૂટ ચાટ, ઉત્તપમ,પનીર ટીક્કા, માછલીમાંથી બનતી એક ડીશ, ચિકન રોસ્ટ, અપ્પમ, સેન્ડવીચ અને મશરૂમ ટીક્કાનો સમાવેશ થાય છે.

જ્યારે લક્ષ્મીની માતા તમિલનાડુની પારંપરિક વાનગીઓ બનાવતી ત્યારે લક્ષ્મી તેની જોડે રસોડામાં રહેતી. જે દિશામાં રસ અને આવડત બંને હોય ત્યાં ધારીએ તો શું ના થઈ શકે તેનું લક્ષ્મીએ એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડયું છે. આ ઉપરાંત કેરળની આ કન્યાએ એ લોકોને પણ સંદેશ પાઠવ્યો છે જે લોકો માત્ર ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ આવે તે માટે જાતજાતના ગતકડાં કરતાં હોય છે અને ઘણીવાર અમ કરતાં પોતાનો જીવ જોખમમાં મૂકી દેતાં હોય છે.

તમને ગમશે: રસપ્રદ કથાઓઃ સાત ગુજરાતી મહિલાઓએ શરૂ કર્યો ‘લિજ્જત પાપડ’નો ઉદ્યોગ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here