સંસદમાં કંગાળ રેકોર્ડ ધરાવતા કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની સંસદીય સમિતિમાં પોતાનો હુકમ ચલાવવાની જીદ નિષ્ફળ નીવડી હતી અને તેમણે ગુસ્સામાં આવી જઈને એક પગલું ભર્યું હતું.
નવી દિલ્હી: કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સંસદમાં હાજર રહેવાનો કંગાળ દેખાવ કરવા માટે જાણીતા છે. ગત લોકસભામાં રાહુલ ગાંધીની હાજરી અડધાથી પણ ઓછી હતી અને તેમણે પાંચ વર્ષમાં માત્ર 14 ચર્ચા સત્રોમાં હિસ્સો લીધો હતો અને એક પણ પ્રાઇવેટ બિલ રજુ કર્યું ન હતું. આ વખતે સંસદની રક્ષા મામલાઓની સમિતિમાં રાહુલ ગાંધીને સ્થાન આપવામાં આવ્યું છે.
ગઈકાલે આ સંસદીય સમિતિની બેઠક મળી હતી જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવત પણ હાજર રહ્યા હતા. જેમ કાયમ બને છે તેમ આ બેઠકમાં કઈ કઈ બાબતો એ ચર્ચા થવાની છે તેનો એજન્ડા અગાઉથી જ નક્કી કરવામાં આવ્યો હતો અને દરેક સભ્યને તેને આગોતરી જાણ કરી દેવામાં આવી હતી.
સંસદની રક્ષા સમિતિના અગાઉથી નક્કી કરવામાં આવેલા એજન્ડા અનુસાર ગઈકાલની બેઠકમાં થલ સેના, જલ સેના તેમજ વાયુ સેનાના કર્મચારીઓના રેન્ક, સ્ટ્રક્ચર, ડ્રેસ તેમજ સ્ટાર અને બેજના મુદ્દે ચર્ચા થવાની હતી. પરંતુ રાહુલ ગાંધીને કદાચ પરંપરા અનુસાર અગાઉથી નક્કી કરેલો આ એજન્ડા પસંદ આવ્યો ન હતો.
કેટલાક મિડિયા રિપોર્ટ્સ અનુસાર રાહુલ ગાંધી પહેલાં તો આ બેઠકમાં સમય કરતાં ઘણાં મોડાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે જીદ પકડી હતી કે સેનાના રેન્ક, સ્ટ્રક્ચર, ડ્રેસ, સ્ટાર અને બેજ જેવા મુદ્દા પર ચર્ચા કરવી એ આ બેઠક માટે સમયની બરબાદી છે.
રાહુલ ગાંધીની જીદ હતી કે આ પ્રકારની ચર્ચા માત્ર સેનાના અધિકારીઓ પર છોડી દેવી જોઈએ અને આ સમિતિએ તો ફક્ત સૈનિકો માટે બહેતર હથિયાર કેમ ખરીદી શકાય અને ચીન મુદ્દે શું કરવું જોઈએ તે અંગે જ ચર્ચા કરવી જોઈએ.
રાહુલ ગાંધીની જીદ પર સંસદની રક્ષા સમિતિના અધ્યક્ષ જુએલ ઉરાંવે તેમને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ એજન્ડાની બહાર કોઇપણ પ્રકારની ચર્ચા ન કરે. પરંતુ રાહુલ ગાંધીને ઉરાંવની આ સ્પષ્ટ વાતથી કદાચ ખોટું લાગી ગયું અને તેઓ આ બેઠકને અધવચ્ચેથી જ છોડીને જતાં રહ્યા.
રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના અન્ય સભ્યો જે આ સમિતિમાં સામેલ છે તેવા રાજીવ સાતવ અને રેવંત રેડ્ડી પણ બેઠક છોડીને બહાર જતાં રહ્યાં હતા.
દેશને સ્પર્શ કરતાં કોઇપણ મુદ્દાને રાજકારણનો રંગ આપવા માટે રાહુલ ગાંધી કાયમ તૈયાર હોય છે પરંતુ તેમણે હવે આ આ પ્રકારનું વર્તન તેમણે સંસદીય સમિતિની અંદર પણ ઉભું કરીને એક તંદુરસ્ત પરંપરાને દુષિત કરી છે.
તમને ગમશે: એ 7 ઘટનાઓ જ્યારે રાહુલ ગાંધીએ ચીનનો વિરોધ ન કર્યો!
eછાપું