ગડકરી: આવનારા બે વર્ષમાં ભારતના હાઈવે પર ટોલ બૂથ નહીં હોય!

0
313
Photo Courtesy: zeebiz.com

કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે એક મહત્ત્વની જાહેરાત કરતાં કહ્યું હતું કે આવનારા બે વર્ષમાં ભારતના હાઇવે પર એક પણ ટોલ બૂથ જોવા નહીં મળે.

નવી દિલ્હી: હાઈવેની સફર હંમેશા આનંદદાયક હોય છે કારણકે આ સફરમાં ભાગ્યે જ વિઘ્નો જોવા મળતાં હોય છે. તેમ છતાં હાઈવે પર રહેલાં ટોલ બૂથ ઘણી વખત કંટાળો આપતાં હોય છે કારણકે અહીં ટોલ ભરવા માટે લાંબો સમય રોકાવું પડતું હોય છે.

ગયા વર્ષે દેશના હાઈવે પર ક્રમબદ્ધ રીતે ઓટોમેટીક પેમેન્ટની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી હતી પરંતુ તેમ છતાં દેશના મોટાભાગના હાઈવે પર હજી પણ ટોલ બૂથ પોતાનું અસ્તિત્વ ધરાવે છે. ગઈકાલે કેન્દ્રના વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ એક મહત્ત્વની જાહેરાત કરતાં કહ્યું હતું કે આવનારા બે વર્ષમાં દેશભરના ટોલ બૂથ નાબૂદ થઇ જશે અને વાહનચાલકોએ પોતાનો ટોલ ઓટોમેટીક ભરવાનો રહેશે.

ગડકરીના જણાવ્યા અનુસાર આ પ્રમાણેની ટેક્નોલોજી રશિયા સાથે મળીને સ્થાપિત કરવામાં આવી છે જે અનુસાર તેમાં GPSની મદદથી ટોલ ઉઘરાવવાનું શરુ કરવામાં આવશે અને સમગ્ર દેશમાં વાહનોની આવા-જાહી વિઘ્નરહિત બની જશે.

ગડકરીને વધુમાં જણાવ્યું હતું કે ટોલની રકમ સીધી જ બેંક ખાતાંમાંથી ડેબીટ થઇ જશે તેના કારણે વાહનચાલકોને ટોલ બૂથ  મુક્ત સફર માણવાનો ફાયદો તો થશે જ પરંતુ નેશનલ હાઈવેઝ ઓથોરીટી ઓફ ઇન્ડિયા એટલેકે NHAIની કમાણીમાં પણ જબરો ઉછાળ જોવા મળશે.

ગડકરીએ જણાવ્યું હતું કે એક વખત સમગ્ર દેશમાં ઉપરોક્ત સિસ્ટમ લાગુ પડી જશે ત્યારબાદ NHAIની આવનારા પાંચ વર્ષની આવક 1.34 હજાર કરોડથી પણ વધુ થઇ જશે તેવો અંદાજ છે. NHAIને ટોલ દ્વારા નાણાકીય વર્ષ 2020માં રૂ. 24 હજાર કરોડની આવક થઇ હતી, જ્યારે હાલના નાણાકીય વર્ષમાં આ આવક વધીને 34 હજાર કરોડ થઇ છે.

નીતિન ગડકરીએ ઉમેર્યું હતું કે હાલમાં તમામ નવા કોમર્શિયલ વાહનોમાં વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ ફરજીયાત હોવી જરૂરી બનાવવામાં આવ્યું છે અને સરકાર આ જ પ્રણાલી અન્ય વાહનોમાં પણ લાગુ કરવાની યોજના બનાવી રહી છે.

તમને ગમશે – કાયાકલ્પ: અમદાવાદનું સાબરમતી સ્ટેશન નવાં રંગરૂપ ધારણ કરી રહ્યું છે!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here