લહેજત: ડોમીનો’ઝ પિત્ઝા હવે લાવી રહ્યું છે એક નવી વાનગી ‘એક દમ’!

0
368
Photo Courtesy: OfficeChai

પિત્ઝા રસિકો માટે ખુશખબર, હવે પિત્ઝા સાથોસાથ તમે બિરયાનીની  લહેજત પણ માણી શકશો, કેમકે ડોમીનો’ઝ પિત્ઝા લાવી રહ્યા છે બિરયાની પણ. તો સ્વાદની સફરમાં જોડાવવા થઈ જાઓ ‘એકદમ’ તૈયાર. 

ગુરુગ્રામ: પિત્ઝા કોને ન ભાવે? પણ ક્યારેક એવું બનતું હોય છે કે વારંવાર પિત્ઝા ખાઈએ તો કુટુંબના કોઈ એકાદ સભ્યને બીજું કઈક ખાવાનું મન થાય. પણ એકવાર તમે પિત્ઝા સેન્ટરમાં એન્ટર થાવ પછી કશું જ ન થઈ શકે. જો કે હવે આ એકાદ સભ્યને નિરાશ નહીં સાંપડે અને પિત્ઝાને બદલે જો કઈક નવું ઓર્ડર કરવા મન થાય તો એ થઈ શકશે એવું શક્ય જરુર બન્યું છે.

જી  હા ! મોં માં પાણી આવી જે તેવા એકદમ જોરદાર સમાચાર ડોમીનો’ઝ પિત્ઝાની માલિકી ધરાવનાર જ્યુબિલન્ટ ફાયરવર્ક્સ લિમિટેડે આપ્યા છે. પિત્ઝા બનાવનાર આ કંપની હવે એક નવા બ્રાન્ડ નેમ “એકદમ” ને લઈને આવશે જે તેમની બિરયાની બ્રાન્ડ બનશે. હવે તમને પૂછશો કે શું મળશે આ બિરયાનીના મેન્યુ  હેઠળ? તો તમને જાણીને કદાચ ખૂબ આનંદ થશે  કે તેમાં બિરિયાનીના ઘણાં  બધા સ્વાદની મિજબાની મળી રહેશે.

Photo Courtesy: NDTV

કંપની દ્વારા કરવામાં આવેલી એક તાજેતરની જાહેરાત અનુસાર તેઓ વીસ જેટલી અલગ અલગ જાતની બિરયાની ભારતના બધા જ રાજ્યોમાં ઉપલબ્ધ કરશે. જેમાં હૈદરાબાદી બિરયાની, નિઝામી બિરયાની, કોલકાતા,બટર ચિકન અને બીજી ઘણી ફ્લેવર્સ આવરી લેવામાં આવશે.અરે! આ મેન્યુ હજુ તો અધૂરું છે, આની સાથ તમે કબાબ, શાક, રોટી, રાઈતા, ચટણી અને વિવિધ મીઠાઈઓની લહેજત પણ માણી શકશો.

વળી મહત્વની વાત એ કે આ બિરયાનીની કિંમત પણ રૂપિયા ૯૯ જેવા પોસાઈ શકે તેવા ભાવે શરૂ થશે. કોઈને પણ પરવડી શકે તેવી આ બિરયાની એક ખાસ ‘દમ સીલ પેકેજિંગ’માં આવશે. જેમાં પર્યાવરણનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે.

આ સીલ મજબૂત હોવાની સાથે મઇક્રોવેવ થઈ શકે એ જાતનું હશે. નોઇડા સ્થિત આ કંપનીએ તેમની એક ઓફિશિયલ જાહેરાતમાં આગળ ટાંક્યું છે કે તે આ નવી સફર ગુરુગ્રામથી શરૂ કરશે જ્યાં બિરયાની હાલ ત્રણ યુનિટ પરથી ટેક અવે અને ડાઈન ઇન બંને રીતે મળશે. આ સાથે એન. સી. આર. માં પણ ‘એકદમ’ પોતાની નવી ડાઈનિંગ જગ્યા ખોલશે.

જાણવાનું હવે એ છે કે ડોમીનો’ઝ ની આ નવી વાનગી આપણા ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરે છે. પણ હા જો આ વાનગીઓ વેજ હશે તો જ ગુજરાતમાં તેનો વ્યાપક સ્વીકાર શક્ય બનશે તે પણ એટલુંજ સાચું છે.

તમને ગમશે: પિત્ઝા નો ટુકડો – સિક્યોરીટી ગાર્ડના જીવનના સંઘર્ષ પર મીઠડી લઘુકથા

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here