ઝલક: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની તસવીરો સામે આવી

0
380
Indian Prime Minister Narendra Modi with Japanese Prime Minister Shinzo Abe
Photo Courtesy: India Legal

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જે આપણા ગુજરાતના અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે તેની પ્રથમ તસવીરી ઝલક બુલેટ ટ્રેન નિર્માતાએ બે દિવસ અગાઉ જાહેર કરી હતી.

ટોક્યો: મુંબઈ અમદાવાદ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનની તસવીરો થઈ જાહેર થઇ છે. જાપાને પોતાની શીન્કાઝે, સીરિઝ-૫ કે જેની ફેરફાર સાથેની બનાવટ, મુંબઈ અમદાવાદ વચ્ચે દોડશે તે વિશે આપી માહિતી.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે અગણિત મુસાફરો આવજા કરે છે. આ બંને શહેરો બે મોટા વ્યાપારી કેન્દ્ર હોવાથી આ બંને શહેરોને અન્ય શહેરો કરતા બુલેટ ટ્રેનથી જોડવા પ્રાથમિકતા આપવામાં આવી છે.

MAHSR પ્રોજેક્ટ કે જેના થકી આ બંને કેન્દ્રો વચ્ચે મુસાફરી માત્ર બે કલાકમાં પરિપૂર્ણ થઈ શકશે. જાપાની ટેકનોલોજીથી પ્રેરિત આ બુલેટ ટ્રેન વર્ષ ૨૦૨૩ સુધીમાં દોડતી થઈ જશે તેવું અનુમાન છે.

Photo Courtesy: East Japan Railway Company

ભાર નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ તે સમયના જાપાની પ્રધામંત્રી શિંઝો આબેએ વર્ષ ૨૦૧૭માં આ પ્રોજેક્ટની આધારશીલા અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસે પ્રસ્થાપિત કરી હતી. જાપાનની ખાસ બુલેટ ટ્રેન શીન્કાઝેથી પ્રેરિત બુલેટ ટ્રેન બનાવવા વાળો ભારત બીજો દેશ છે. તાઇવાનમાં પણ આ ટેક્નિકથી દોડતી બુલેટ ટ્રેન મોજૂદ છે.

આ માટેના ખર્ચની મોટી સહાય જાપાન આપનાર છે.  એંશી હજાર કરોડ જેટલી ઉછીની રકમ ૦.૧ ટકા વ્યાજદર સાથે, ૫૦ વર્ષ માટે જાપાન ભારતને  ધિરશે. આ પ્રોજેક્ટ પર  કુલ ખર્ચ ૧,૦૮,૦૦૦ કરોડ જેટલું થાય તેવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે.

આ ટ્રેનની સફરની કુલ લંબાઈ ૫૦૮ કિમી જેટલી છે. જેમાંના ૨૧ કિમી બોગદા અંદરનો માર્ગ છે, અને ૭ કિલોમીટર  જેટલાં અંતર માટે ટ્રેન દરિયાઈ સફર કરશે. આ ટ્રેનની સ્પીડ  ૩૨૦ થી ૩૫૦ કિમી પ્રતિ કલાક જેટલી છે.

Photo Courtesy: East Japan Railway Company

પ્રધાનમંત્રી આ યોજનાને લઈને ઘણાં ઉત્સુક છે પરંતુ મહારાષ્ટ્ર સરકાર ખૂબ ધીમી ગતિએ આગળ વધતી હોવાનું જણાય છે. પ્રોજેક્ટ માટે જોઈતી જમીનમાંથી હજુ સુધી ફક્ત ૨૨ ટકા જમીન જ ફાળવાઈ છે. આટલા મોટા રેલ કોરિડોર માટે કોઈ કોન્ટ્રાક્ટ પણ બન્યો નથી.

આશા રાખીએ કે તમામ વિઘ્નો પસાર કરી આ ટ્રેન, નિયત સમયે તૈયાર થઈ જાય અને તેના ઉપયોગથી મુસાફરીનો સમય બચાવવાનો હેતુ પાર પડે.

eછાપું

તમને ગમશે – બુલેટ ટ્રેન: અમદાવાદ-મુંબઈ બાદ હવે દિલ્હી પહોંચવું પણ ઝડપી બનશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here