શરીરને હંમેશા યુવાન રાખવા જરૂરી ઉત્તમ ખોરાક કયા કયા છે?

0
327
Photo Courtesy: Woman's Day

માણસ માત્રને ઉંમર વધતી જાય એમ-એમ યુવાન થવાના ઓરતા પણ વધતા જાય છે. કહેવામાં આવે છે કે, શરીરમાં કોષોનું ઓકિસડેશન અટકાવવા માટેની પ્રક્રિયા ઝડપી બનાવાય તો વૃધ્ધત્વની સમસ્યાઓને દૂર રાખી શકાય છે.

જો તમે પણ ઉંમર કરતા યુવાન દેખાવા માગતા હોવ તો આ ખાદ્યપદાર્થોનું સેવન જરૂર કરો.

અખરોટ

 • અખરોટમાં વિટામિન ઈ અને ખાસ પ્રકારના એસેન્શિયલ ઓઇલ્સ હોય છે જે મગજ માટે ખૂબ પોષક છે.
 • શરીર માત્ર બહારથી જ યુવાન હોય એટલું પૂરતું નથી, બ્રેઇન પણ શાર્પ, સતેજ અને સક્રિય રહે એ માટે અખરોટ ઇઝ મસ્ટ.

ગ્રીન ટી

 • શરીરમાં ભરાયેલો ટોક્સિક કચરો આંતરિક અવયવોને ડેમેજ કરે તો અંદરના અવયવોને ઘસારો પહોંચે છે.
 • નિયમિત ગ્રીન ટી પીવાથી યુરિન વાટે ઝેરી તત્વોનો તત્કાલ નિકાલ થાય છે ને એટલે લિવર, કિડની, બ્લડનું પ્યુરિફિકેશન થતું રહે છે.

એન્ટિ-એજિંગ ફૂડ

 • અત્યાર સુધી વિટામિન E, વિટામિન C ધરાવતી ચીજોમાં એન્ટિ-એજિંગ પ્રોપર્ટી છે, એવું માનવામાં આવે છે.
 • આ ઉપરાંત લીલા પાનવાળી શાકભાજી તેમજ ફૂડમાં કલર બેલેન્સ એટલે કે, રોજ પાંચ જુદા-જુદા કલરની શાકભાજી ખાવાની ટિપ્સ મોખરે ગણાય છે.
 • કઈ ચીજમાં શું પોષકતત્વ છે ને કેટલી માત્રામાં છે એ જાણવાની ઝંઝટ કરવાને બદલે  એન્ટિ-એજિંગ ચીજોની યાદી તૈયાર કરી જુઓ.

સૂર્યમુખીનાં બી

 • ત્વચાની ઇલેસ્ટિસિટી જાળવી રાખે એવું વિટામિન E સૂર્યમુખીના બીમાં રહેલું છે.
 • આ બીનું તેલ નહીં, પરંતુ બીને શેકીને ખાવાથી મેક્સિમમ ફાયદો મળે છે.

તલ

 • તલમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોવાથી હાડકાં, દાંત અને નખ માટે ઉત્તમ છે.
 • એજિંગ પ્રોસેસ અટકાવવા માટે હાડકાંનું નિયમિત પોષણ થતું રહે એ માટે આખા તલ સારા છે.

ઓલિવ ઓઇલ

 • ખોરાકને રાંધતી વખતે થોડાક તેલનો ઉપયોગ અનિવાર્ય હોય છે.
 • એ માટે ઓલિવ ઓઇલ ઉત્તમ છે.
 • એમાં ખૂબ જ ઓછી માત્રામાં કોલેસ્ટરોલ જમા કરે એવી ચરબી હોય છે.
 • ઓછું વાપરવા છતાં પૂરતી ચીકાશ અને સ્વાદ હોવાથી સ્વાભાવિકપણે એ ઓછું ખવાય છે.
 • ડેઇલી ત્રણ ચમચી ઓલિવ ઓઇલથી વધુ માત્રામાં ન લેવું. 

કાકડી

 • ઓછી કેલરી, ભરપૂર પાણી અને સિલિકા નામનું ખનીજ તત્વ ધરાવતી કાકડી ચમકીલી, સુંવાળી ત્વચા આપે છે.
 • વેઇટ-કન્ટ્રોલ માટે અને કેલરી-કન્ટ્રોલ માટે કાકડી સારી છે.

ભાજી

 • જાત જાતની ભાજી બજારમાં મળતી હોય છે અને તે દરેકનું આગવું મહત્વ હોય છે.
 • પરંતુ સામાન્ય જરૂરી વાત છે કે, તે બધી જ ભાજીઓ અત્યંત પુષ્કળ માત્રામાં ખનીજતત્વો ધરાવે છે, જે શરીરમાં લોહી માટે લાભદાયક હોય છે.

ખાટા ફળો

 • કિવિ, સંતરા, લીંબુ, અનાનસ, વગેરે જેવા ખાટા ફળો શરીરમાં ત્વચા અને કોષોની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી એવું વિટામિન C આપે છે.

રસદાર ફળો

 • તડબૂચ, ટેટી, દ્રાક્ષ, કેરી, વગેરે જેવા રસદાર ફળો શરીર માટે જરૂરી એવા ખનીજતત્વો સાથે વધુ માત્રામાં પાણી ધરાવે છે.
 • 70% પાણી જરૂરી એવા માનવ શરીર માટે આ ફળો અમૃત સમાન કહેવાય છે.

એવૉકાડૉ

 • આ ફળ ઘણું ચર્ચામાં રહે છે. કારણ કે, એકસાથે ઘણા લાભ આપે છે.
 • તેમાંથી જરૂરી વિટામીન્સ અને પ્રોટીન મળી રહે છે.
 • ત્વચા માટે તંદુરસ્તીમાં વધારો કરે છે.

eછાપું 

તમને ગમશે: 6 ખરાબ આદતો, જે તમારી ઉંમર ખૂબ ઝડપથી વધારી દે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here