શું તમે એલર્જીથી પીડિત છો ? તો અહીં છે એલર્જી વિષયક થોડી વાતો

0
358
Photo Courtesy: Isha Foundation

જાણીતી અમેરિકન સિંગર એરિયાના grande ને  મે, ૨૦૧૯માં પોતાની કોન્સર્ટ આખી રદ્દ કરવી પડેલી. કારણ  હતું ટામેટાંની એલર્જી.  ગળું એવું પકડાઈ ગયું કે તે ગાઈ શકે તેમ જ નહોતી.

જાતજાતની એલર્જીમાં મુખ્યત્વે ફૂડ એલર્જી મોખરે છે.  એપોલો હોસ્પિટલના ડો. જે. અનીશ આનંદ આ વિશે થોડી માહિતી આપે છે.

જ્યારે કોઈ ખોરાક શરીરમાં પ્રવેશે ત્યારે કેટલાકની રોગપ્રતિકારક શક્તિ તેની સામે રીએકશન આપી લડવા મથે છે. જેને લઇને શરીર અલગ અલગ રીતે રીએક્ટ કરે છે.  એલર્જન તરીકે જાણીતો પદાર્થ જે શરીરને રીએકટ કરવા પ્રેરે છે તેની શોધ આશરે ૨૦૦૦ વર્ષો પૂર્વે થઈ ચૂકેલી. ખાસ કરીને દૂધને કારણે થતી આ એલર્જીઝ ત્યારે પકડાઈ હતી. ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં જેને ‘પિત્તવાતા ‘કહે છે.

આપણાંમાંના ઘણાં આ એલર્જીથી ક્યારેક  વાકેફ થાય છે. વિવિધ પ્રકારની એલર્જીઝ થવાના કારણોમાં નીચે દર્શાવેલા કારણો જવાબદાર હોઈ શકે.

૧. આનુવંશિક કારણો, શીળસ, એકઝેમાં, ધૂળ અને ઘાસથી થતી એલર્જીઝ.

૨. અસ્થમા, ચામડી પર થતા ચકામાંને લગતી એલર્જીને ખોરાક સાથે સંબંધિત હોય છે.

૩.અગાઉ જો કોઈ એક જાતના ફૂડમાંથી એલર્જી થઈ હોય તો બીજા કોઈ ફૂડને લગતી એલર્જી થઈ શકે.

૪. ઉંમર : ક્યારેક નાના બાળકોમાં એલર્જી થતી હોય તે ઉંમર સાથે જતી રહે છે. જેમકે દૂધ, ઈંડા, ઘઉં અને સોયને લગતી એલર્જીઝ.

આઈ. જી. ઇ.  મીડીએટેડ અને નોન.આઈ. જી. ઇ. મીડીએટેડ એમ બે જાતની એલર્જીઝ હોય છે.  બંનેનું સંયુક્ત સ્વરૂપ પણ હોઈ શકે છે. પહેલા પ્રકારમાં શરીર તુરંત રિએક્ટ કરે છે અને આવી એલર્જીઝ જીવલેણ નીવડી શકે.  જ્યારે બીજા પ્રકારમાં એલર્જી થતાં જ ખૂબ સમય લાગે છે.

ડો. આનંદ ના જણાવ્યા મુજબ એલર્જીક ખોરાક શરીરમાં જાય એટલે થોડીજ મિનિટો કે એકાદ કલાકમાં દેખા દે છે. જ્યારે એનું નિવારણ આવતા દિવસો લાગે છે. ડી. એન. એ. ના રિકોમ્બીનેશન વાળા ફુડમાંથી થતી એલર્જી વધુ નુકસાન કરી શકે છે.

તે તમારા શ્વસન, પાચન, ચર્મ અને હ્રદય કે ફેફસાં જેવા અંગોને અસર કરી શકે છે.

આમ પોતાની એલર્જીને સમજી, જાણીને ચેતતા રહેવામાં સલામતી છે. જે ખોરાક કે પદાર્થ એલર્જી કરતો હોય તેને શોધી, તેનાથી દૂર રહેવામાં મજા છે. એલર્જી કોઈ રોગ નથી પણ તે ચોક્કસ પીડાદાયક હોય છે.

તમને ગમશે – ખાદ્ય ખતરો: સ્ટેપલરની પીનથી એલ્યુમિનિયમ ફોઈલ સુધી…

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here