રેસિપી: ત્રણ એવી વાનગી જેના નામ સાંભળીને જ તમારા મોઢામાં પાણી આવી જશે

0
431
Photo Courtesy: Aakanksha Thakore

આમ તો આજની ત્રણ વાનગીઓ એકબીજાથી સાવ અલગ છે, પરંતુ આ ત્રણેયમાં એક બાબત સામાન્ય છે અને તે એ છે કે તેના નામ વાંચીને જ તમારા મોઢામાં અચૂક પાણી આવી જશે. તો ચાલો જાણીએ આ ત્રણ વાનગીઓની ખાસ રેસિપીઝ.

મિક્સ ભાજીના મૂઠિયા:

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

4 કપ મિક્સ ભાજી, બારીક સમારીને ધોયેલી (મેં મેથી, પાલક, ચીલ, સરસવ અને સુવાની ભાજી વાપરી છે)

3 ટેબલસ્પૂન ઘઉંનો લોટ

૩ ટેબલસ્પૂન ચણાનો લોટ

1 ટેબલસ્પૂન રવો

1 ટેબલસ્પૂન દહીં

2 ટીસ્પૂન આદુ-મરચાની પેસ્ટ

1 ટીસ્પૂન લસણની પેસ્ટ

તેલ, જરૂરમુજબ

મીઠું સ્વાદમુજબ

વઘાર માટે:

1 ટીસ્પૂન તેલ

1 ટીસ્પૂન રાઈ

1 ટીસ્પૂન સફેદ તલ

¼ ટીસ્પૂન હિંગ

રીત:

 1. એક બાઉલમાં ધોયેલી ભાજી લઇ, તેમાં લસણ ની પેસ્ટ, આદુ-મરચાની પેસ્ટ, ઘઉં નો લોટ, ચણાનો લોટ, રવો, દહીં, મીઠું અને થોડું તેલ લઇ નરમ લોટ બાંધી લો.
 2. હાથ પર તેલ લગાવી તૈયાર લોટના નળાકાર વાટા બનાવી લો.
 3. હવે એક ઢોકળીયામાં પાણી ગરમ કરી, આ વાટા બાફી લો.
 4. બફાઈને સહેજ ઠંડા થાય એટલે વાટાની ગોળ સ્લાઈસ કરી લો.
 5. હવે એક કડાઈમાં ૧ ટીસ્પૂન તેલ ગરમ કરી, તેમાં રાઈ, તલ અને હિંગ ઉમેરો. તલ તતડે એટલે તેમાં કાપેલી સ્લાઈસ નાખી, સહેજ કડક થવા દો.
 6. મિક્સ ભાજીના મૂઠિયા તૈયાર છે, એને ચા સાથે પીરસો.

સરસોં દા સાગ:

સામગ્રી:

લગભગ 1 ઝૂડી રાઈના પાંદડા (સરસોં)

100 ગ્રામ પાલકની ભાજી

100 ગ્રામ ચીલની ભાજી

2 ટેબલસ્પૂન તેલ

1 ઇંચ આદુ

4-6 કળી લસણ

1 મધ્યમ ડુંગળી

1 લીલું મરચું

સ્વાદ મુજબ મીઠું

1 ટેબલસ્પૂન કોર્નફલોર

1 કપ પાણી

રીત:

 1. ભાજીની દાંડી અને પાંદડા અલગ કરી, ધોઈ ને રફ્લી સમારવી
 2. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુ, લસણ, લીલા મરચાં અને ડુંગળી ઉમેરો. બે મિનિટ માટે, ડુંગળી નરમ બની જાય છે ત્યાં સુધી સાંતળો.
 3. સમારેલી ભાજી ઉમેરો અને બરાબર ભેળવો. સ્વાદ મુજબ મીઠું ઉમેરો; સારી રીતે મિક્સ કરો અને ભાજી સોફ્ટ થાય ત્યાં સુધી, 4-5 મિનિટ માટે ઢાંકીને પકવવા દો.
 4. 1 કપ પાણીમાં મકાઈનો લોટ ભેળવો અને પેનમાં ઉમેરો. બરાબર હલાવીને 5-6 મિનિટ માટે, શાકભાજી બરાબર તૈયાર ના થાય ત્યાં સુધી, ઢાંકીને રાંધો.
 5. ગેસ પરથી ઉતારી આ સાગ ઠંડુ થઈ જાય એટલે હેન્ડબ્લેન્ડરની મદદથી બરછટ પેસ્ટ કરો.
 6. પીરસતાં પહેલાં બે મિનિટ માટે ઓછી ગરમી પર સાગને ગરમ કરવું અને મક્કે કી રોટી સાથે પીરસવું.

 

હરીયાલી રાઈસ

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:
3 કપ પકવેલા બાસમતી ચોખા
1 લીલું મરચું, ઝીણું સમારેલું
1 ટીસ્પૂન જીરું
1/4 ટીસ્પૂન હળદર
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
1/4 ટીસ્પૂન ચાટ મસાલો
1 ડુંગળી, ઝીણું સમારેલી
1/2 કપ મકાઈ, બાફેલા
2-3 ટેબલસ્પૂન તેલ

ચટણી માટે:
10-15 બેઝિલના પાન
1 કપ કોથમીર, સમારેલી
1 મરચું
3 કળી લસણ
1 ટીસ્પૂન લીંબુનો રસ
પાણી જરૂરમુજબ
મીઠું સ્વાદમુજબ

રીત:
1. ચટણી માટેની સામગ્રીને મિક્સર જારમાં લઈ તેની ચટણી પીસી લો.
2. હવે એક પેનમાં તેલ લઇ, તેલ ગરમ થાય એટલે જીરું નાખો.
3. જીરું તતડે એટલે લીલું મરચું નાખી એકાદ મિનિટ માટે સાંતળો. હવે તેમાં ડુંગળી ઉમેરી નરમ થાય ત્યાંસુધી સાંતળો.
4. ડુંગળી નરમ થાય એટલે તેમાં મકાઈના દાણા, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો અને થોડી ચટણી ઉમેરી મિક્સ કરી દો.
5. હવે ધીરે ધીરે તેમાં પકવેલા બાસમતી ઉમેરી હળવે હાથે હલાવતા જાઓ.
6. જરૂર લાગે તો બીજી ચટણી કે મસાલો ઉમેરો. ભાત બહુ કોરો કે વધુ પડતો ગ્રેવી વાળો ન હોવો જોઈએ.
7. તૈયાર થાય એટલે ઉપરથી કોથમીર અને તળેલી ડુંગળી ભભરાવી દહીં કે રાયતા સાથે સર્વ કરો.

તમને ગમશે: કૈક નવું બનાવીએ? – ખૂબ સરળતાથી બની જશે બટેટાની કઢી!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here