1 જાન્યુઆરીથી ચેક, UPI અને GST પેમેન્ટમાં થનારા મહત્ત્વના ફેરફારો

0
756
Photo Courtesy: News Nation

1 જાન્યુઆરીથી નવું વર્ષ એટલેકે 2021 શરુ થશે અને આ જ તારીખથી આપણા જીવનને સ્પર્શ કરતી ઘણી બાબતો જેમકે ચેક, UPI અને GST પેમેન્ટ સિસ્ટમમાં પણ ફેરફારો થવાના છે જે આપણે જાણવા જોઈએ.

પહેલી જાન્યુઆરીથી નીચે દર્શાવેલા દસ મહત્વના ફેરફારોને ધ્યાનમાં લઈને ચેક, UPI, GST કે પછી ગેસના સિલિન્ડરનું પેમેન્ટ તમામ સામાન્ય નાગરિકોએ ધ્યાનમાં લેવાના રહેશે.

૧. ભારતીય રિઝર્વ બેન્કે ફ્રોડ થતા અટકે તે માટે બે માસ અગાઉ ‘ પોઝીટીવ પેમેન્ટ સિસ્ટમ ‘ અપનાવશે.  જેના અંતર્ગત, રૂ. ૫૦૦૦૦ ઉપરના પેમેન્ટ વખતે  અમુક ખાસ વિગતો ખાતા ધારકો એ આપવાની રહેશે.  જો કે ધારકે સ્વેચ્છાએ આ વિગતો આપવાની રહેશે.  પણ જો પેમેન્ટ રૂ. પાંચ લાખ ઉપર હોય તો આ વિગતો આપવી ફરજીયાત બનશે. (વધુ માહિતી માટે અહીં ક્લિક કરો)

૨. રીકરિંગ વ્યવહારો જે ઇ મેંડેટ કે કોન્ટેક્ટ લેસ કાર્ડ થકી થાય છે તેની લિમિટ બે હજારમાંથી પાંચ હજાર કરી નાંખશે.  કોરોના મહામારીને અનુલક્ષીને કોન્ટેક્ટ લેસ લેવડ દેવડ થઈ શકે તે હેતુ થી આર. બી.આઇ. એ આ ફેરફાર કર્યો છે.   તેના થકી ડિજિટલ ટ્રાનજેક્શન ને પ્રોત્સાહન મળશે.

૩. વોટ્સ એપ અમુક પ્લેટફોર્મ ને સપોર્ટ કરશે નહિ.  પહેલી જાન્યુઆરીથી થનારા આ મહત્વને ફેરફારમાં વોટ્સ એપ પેજ પર જાહેરાત થઈ છે કે તે એન્ડ્રોઇડ 4.0.3 નવા આઇફોન અને iOS 9, અન્ય નવા તેમજ કેટલાક મોબાઈલ કે ડીવાઈસ જે kai OS 2.5.1 Jio ફોન કે જીઓ ફોન 2ને વોટ્સ એપ સપોર્ટ કરશે.

૪. મારુતિ સુઝુકી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા દેશી કાર મેકર્સ કારની બનાવટની કિંમત મોંઘી બનતા ભાવ વધારશે.

૫. પહેલી જાન્યુઆરીથી લેન્ડ લાઈન થી મોબાઈલ પર ફોન નંબર લગાડતા પહેલાં ૦ લગાડવું અનિવાર્ય છે.  તમામ ટેલિફોન સર્વિસ કંપનીઓને આ અંગે તાકીદ કરાઈ છે.

૬. M અને N વેહિકલ્સ જે પહેલી ડિસેમ્બર, ૨૦૧૭ પહેલાં ખરીદાયા હોય તેમને માટે FASTag ફરજીયાત છે.  પણ હવે તમામ વાહનો માટે આ ટેગ ફરજિયાત બનશે.  આ માટેના જરૂરી ફેરફાર કાયદાકીય રીતે કરાયા છે.  આ માટેનું નોટિફિકેશન ૬ નવેમ્બરે બહાર પડેલું.

૭. એમેઝોન પે, ગુગલ પે અને ફોન પે જેવા UPI પેમેન્ટ માધ્યમોનો ઉપયોગ કરવા બદલ વધારાનો ચાર્જ ભરવાનો થશે.  થર્ડ પાર્ટી એપ પ્રોવાઇડ કરનાર તમામે આ ચાર્જ ભરવાનો રહેશે.  આ કેપ ત્રીસ ટકા જેટલી નવા વર્ષથી થશે.

૮. ગુગલ પે જાન્યુઆરીથી પેમેન્ટ ની સગવડ રદ્દ કરશે.  હાલ ગુગલ પે કે તેની સાઈટ pay.google.com થી તાત્કાલિક પૈસાની લેવડ દેવડ થઈ શકતી, તે હવે બંધ થશે. (નોંધ: આ અંગે હજી પણ કેટલીક ગૂંચવણ છે, આથી આધિકારિક સૂત્ર દ્વારા મળેલી  માહિતી પર જ વિશ્વાસ કરવો.)

૯. દર મહિનાની પહેલી તારીખે ક્રૂડના ભાવ અનુસાર ગેસ સિલિન્ડર ભાવમાં વધ ઘટ થશે.

૧૦. પાંચ કરોડના ટર્નઓવર વાળા બિઝનેસ યુનિટો ને કુલ ૧૨ GSTR 3બ ફોર્મ દર મહિને ભરવાં પડતાં તે હવે ઘટીને ૪ થશે.  ત્રણ મહિને એટલે ક્વાર્ટરલી રિટર્ન QRMP સ્કીમ હવે ૯૪ લાખ કર ધારકોને આવરી લેશે.  ૯૨ ટકા જેટલા GST પેમેન્ટને આમાં કવર કરાશે. હવેથી ચાર GSTR 3B અને ચાર GSTR 1 એમ કુલ ૮ રિટર્ન ભરવાના થશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here