આશ્ચર્ય: પાકિસ્તાન વિરોધી કાર્યક્રમ માટે રિપબ્લિકને દંડ; કેટલાક ભારતીયો આનંદમાં

0
342
Photo Courtesy: Scroll.in

યુકેના બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેટરે અર્નબ ગોસ્વામીના રિપબ્લિક ટીવીના પૂછતા હૈ ભારત કાર્યક્રમમાં પાકિસ્તાની વિરોધી વલણ અપનાવવા બદલ ચેનલને દંડિત કરી છે, પરંતુ આ નિર્ણયથી સોશિયલ મિડિયા પર કેટલાક ભારતીયો આનંદમાં જોવા મળી રહ્યાં છે.

અમદાવાદ: રિપબ્લિક મિડિયા નેટવર્ક દ્વારા યુકેમાં પ્રસારણ કરનારી કંપની પર સ્થાનિક બ્રોડકાસ્ટિંગ નિયામકે 20,000 પાઉન્ડ એટલેકે લગભગ વીસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચેનલ પર આરોપ છે કે તેણે પાકિસ્તાની લોકો વિરુદ્ધ આપત્તિજનક ટીપ્પણી કરી છે.

રિપબ્લિક પર આરોપ છે કે 6 સપ્ટેમ્બર 2019ના દિવસે પ્રસારિત અને અર્નબ ગોસ્વામી દ્વારા હોસ્ટ થતા કાર્યક્રમ પુછતાં હૈ ભારતમાં થયેલી ચર્ચાને આપત્તિજનક અને ભડકાઉ ગણાવી હતી. એવું કહેવાય છે કે આ કાર્યક્રમ પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ અને શીખોની કન્યાઓને ઉપાડી જઈને તેમના પર થતા બળાત્કારના વિષય પર હતો.

જો કે રેગ્યુલેટરે પોતાના આદેશમાં ઉપરોક્ત કાર્યક્રમમાં પાકિસ્તાની વિરોધી વાત થઇ હોવાની શંકા માત્ર વ્યક્ત કરી છે. વર્લ્ડ વ્યૂ મિડિયા જે રિપબ્લિક વતી યુકેમાં કાર્યરત છે, તેણે પોતાના જવાબમાં કહ્યું છે કે આ પ્રમાણે જાણીજોઈને કરવામાં આવ્યું નથી અને એમ થયું હોવાના કોઈ પુરાવા પણ નથી.

બીજી તરફ ભારતમાં સોશિયલ મિડિયામાં લેફ્ટ લિબરલ માનસિકતા ધરાવતા લોકોએ સોશિયલ મિડિયામાં એક પાકિસ્તાન વિરોધી ભારતીય કાર્યક્રમ પર યુકેમાં દંડ થયો તેની ઉજવણી શરુ કરી દીધી છે. આજે સવારથી જ Twitter પર આ સમાચાર ટોપ ટ્રેન્ડ થઇ રહ્યા છે અને અર્નબ અને રિપબ્લિક વિરુદ્ધ પોતાની નફરત કાઢવા કેટલાક તત્વો દુશ્મન દેશને ગમે તેવી ભાષામાં tweet કરી રહ્યાં છે.

તમને ગમશે – ઓપરેશન અર્નબ: આતંકવાદીને પકડવાનો હોય એ પ્રકારનું આયોજન કરાયું

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here