ઇન્ડિયન આર્મીમાં ખુલી રહી છે નોકરીની તકો; ચાલો જાણીએ વિગતો

0
318
Photo Courtesy: The Economic Times

દેશની સેવા માટે તત્પર યુવાનો અને યુવતીઓ માટે સારા સમાચાર છેઆવતા વર્ષે ખુલનારી અમુક તકો માટે આર્મીએ જાહેરાત કરી છે

નવી દિલ્હી: ઇન્ડિયન આર્મીમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આનંદનો અવસર આવી પહોંચી છે. ગયા ખાતેની ઓફિસર ટ્રેનિંગ એકેડમીએ ( OTA ) જાહેર કરેલ યાદી મુજબ મટ્સ, ડ્રાઈવર, રસોઇયા માટે જગ્યાઓ ખાલી છે.  જેમને પણ આ બાબત રસ તેમજ આવડત હોય તેઓ  પહેલી ફેબ્રુઆરી,૨૦૨૧ પહેલાં ડિપાર્ટમેન્ટની સાઇટ પર જઈ વિગતો ભરી શકે છે.

જાહેર કરાયેલી યાદી મુજબ લાગતાં વળગતા ઉમેદવારો માટે કુલ ૮૫ જેટલી જગ્યાઓ ખાલી પડી છે.  આ માટે ઓફિશિયલ સાઈટ અંગેની માહિતી અહીં આપવામાં આવી છે.

આર્મી રિક્રુટમેન્ટ રેલી ગુજરાત: આર્મીમાં બીજી પણ જગ્યાઓ વિશે જાહેરાત આવી છે. જે મુજબ ધોરણ આંઠ,દસ, અને બારમામાં ભણતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.  આ માટેની છેલ્લી તારીખ ૧૮ જાન્યુઆરી, ૨૦૨૧ રહેશે.   અરજી કરવા માટેની જગ્યાઓ છે : સ્ટોર કિપર, નર્સિંગ આસિસ્ટન્ટ,  સોલ્જર ( જનરલ ડ્યુટી), સોલ્જર ( ટેકનિકલ) સોલ્જર ( એવિયેશન અને એમ્યુનીશન), ટ્રેડઝમેન સોલ્જર.

ઇન્ડિયન આર્મી રેલી સિકંદરાબાદ: તા. ૧૮ જાન્યુઆરીથી લઈને ૨૮ ફેબ્રુઆરી,૨૦૨૧ સુધી સિકંદરાબાદ, તેલંગાણા ખાતે ઇન્ડિયન આર્મી રેલીમાં ભરતી થશે. કોઈ પણ રાજ્યનો ઉમેદવાર આમાં ભાગ લઈ શકશે.  આ માટે રસ ધરાવતા અને કાબેલિયત ધરાવતા ઉમેદવારો આ લિંક પર વિગતો જાણી શકશે.

ઇન્ડિયન આર્મી રેલી પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળના કલીપોંગ અને દાર્જિલિંગ ખાતે આર્મીની રેલીની ભરતી યોજાશે.  લાયક ઉમેદવારો અરજી શકશે.  ખાસ તો કોન્સ્ટેબલ માટેની ભરતી કરવામાં આવશે.  વધુ માહિતી ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ સાઈટ પરથી મળી શકશે.

ઈચ્છુક તમામ. ઉમેદવારો નિયત તારીખ પહેલાં જે તે જગ્યાએ અરજી કરી નોકરીમાં જોડાવવાનો મોકો મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here