રેસિપી: ચાલો જાણીએ ઘરમાં જ પ્લમ કેક કેવી રીતે બનાવાય?

0
335
Photo Courtesy: Jmore

ક્રિસમસ આવી ગઈ છે, અને રજાઓમાં બનતી મીઠાઈઓની જેમ કેક પણ ખાસ્સી પ્રચલિત છેખાસ કરીને ક્રિસમસ પર બનતી પ્લમ કેક ઉજવણીને વધુ મધુર બનાવે છે

લગભગ સને ૧૭૦૦ આસપાસ ઇંગ્લેન્ડમાં દ્રાક્ષ અને કાળી દ્રાક્ષનો ઉપયોગ કરી આ કેક બનાવવાનું શરૂ થયું.  ૧૬૬૦ માં તેને પ્લમ કેક નામ અપાયું.

પ્રચલિત વાયકા મુજબ, ક્રિસમસ પર જાતભાતનાં ભોજન ખવાય તે પહેલાં પેટને આરામ રહે માટે ખાનપાન પર અમુક દિવસ અગાઉથી કંટ્રોલ રાખતો. અને ઉજવણીઓ શરૂ થાય તે પહેલાં પેટને અમુક રીતે તૈયાર કરવા ઓટ્સ,મધ, મસાલા અને ડ્રાય ફ્રુટ નાખેલી આ કેક પ્રથમ આરોગાતી.

તો ચાલો જોઈએ આ પ્લમ કેક બને છે કઈ રીતે.

સામગ્રી

મેંદો ૨ કપ

બ્રાઉન સુગર ૧ કપ

કિશમિશ ૧/૪ કપ

ક્રેનબૅરી ૧/૪ કપ

અંજીર ૧/૪ કપ

જરદાળુ ૧/૪ કપ

ખજૂર ૧/૪ કપ

ચેરી ૧/૪ કપ

બદામના કટકા ૧/૪ કપ

અખરોટના કટકા ૧/૪ કપ

દ્રાક્ષનો રસ ૧ કપ

તેલ ૨/૩ કપ

સવા કપ ગરમ પાણી

બેકિંગ પાઉડર ૧ ચમચી

બેકિંગ સોડા અડધી ચમચી

જાયફળનો પાઉડર ૧/૪ ચમચી

એલચીનો પાઉડર અડધી ચમચી

તજ પાઉડર અડધી ચમચી

મીઠું એક નાની ચપટી

નારંગીની છાલનો છોલ ( zest) ૧/૪ ચમચી

વેનીલા એસેન્સ ૧ ચમચી

બનાવવાનો સમય : એક કલાક પંદર મિનિટ.

કિશમિશ, ક્રેનબૅરી, અંજીર, જરદાળુ, ખજૂર અને ચેરીના કટકાને એક વાસણમાં ભેગાં કરો.

તેમાં એક કપ કાળી દ્રાક્ષનો રસ ઉમેરો.  આ મિશ્રણને બે કલાક રાખી મૂકો. ( કેક બનાવવી હોય તે પહેલાં આ મિસ્કચર માટે સમય ફાળવો.)

બીજા એક વાસણમાં સવા કપ ગરમ પાણી લઈ તેમાં તેલ અને બ્રાઉન સુગર ઉમેરી સરખી રીતે મિક્સીથી મેળવો.

હવે આની આંદર મેંદો, વેનીલા એસન્સ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, એલચી જાયફળ અને તજ પાઉડર નાખો.  નારંગીની છાલ સહેજ ખમણી ઉમેરો.

પલાળેલા ડ્રાય ફ્રુટ દ્રાક્ષના રસમાંથી કાઢી નીચવી મેંદાના મિશ્રણમાં નાખો. બદામ અને અખરોટ નાખી હળવા હાથે હળવો.

ઓવનને દસ મિનિટ માટે પ્રી હિટ કરો.  આ માટે તાપમાન ૧૮૦ C રાખવું.

કેકના મિશ્રણને કેકના મોલ્ડને ગ્રીઝ કરી તેમાં ઠાલવી નાખવું.  ઓવન હિટ થાય પછી તેમાં કેક મોલ્ડ મુકી બીજી ૪૦ મિનિટ સુધી તેને બેક કરવું.

કેક તૈયાર થાય અને ઠંડી પડે પછી જ અલગ ડિશમાં કાઢી, કટકા કરી સર્વ કરવું.

તમને ગમશે: ક્રિસમસ સેલિબ્રેટ કરવી છે પણ Egg-less કેક બનાવીને? આ રહી રેસિપીઝ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here