પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં કરશે ડ્રાઈવર વગરની ટ્રેનનું અનાવરણ

0
281
Photo Courtesy: Zee Business

ભારત અને ભારતવાસીઓ માટે આજે એક અનોખી ઘટના આકાર લેવા જઈ રહી છે. આજે નવી દિલ્હીમાં ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેન શરુ થશે જેનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાન કરવાના છે.

ભારતનાં અમુક મુખ્ય શહેરોમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ ગઈ છે, જ્યારે બીજા કેટલાંક શહેરોમાં તેના પર વિવિધ ગતિએ કામકાજ ચાલુ છે. મોટાં શહેરોમાં થતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા તેમજ ગતિ સાથે સુરક્ષા આપવા મેટ્રો ટ્રેન કટિબદ્ધ છે.

ભારતમાં સર્વ પ્રથમ મેટ્રો કોલકાતા ખાતે શરૂ થયેલી. 2002માં શરૂ થયેલી દિલ્હી મેટ્રો ટ્રેન પોતાની રીતે આગવી છે.  આજે તે યશકલગીમાં એક વિશિષ્ટ છોગું ઉમેરવા જઈ રહી છે.

પ્રધાનમંત્રીના આજના ખાસ કાર્યક્રમોમાં દિલ્હી ખાતે ભારતની સર્વ પ્રથમ ચાલક વગરની એટલે કે ડ્રાઈવર વગરની ટ્રેન તેઓ ખુલ્લી મૂકવા જઈ રહ્યા છે.

આ ટ્રેનનો રૂટ દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઈન – જનકપુરી વેસ્ટથી બોટનિકલ ગાર્ડનનો છે.

આ સાથે જ વડાપ્રધાન મોદી નેશનલ કોમન મોબિલીટી  કાર્ડ સર્વિસનું પણ લોકાર્પણ કરશે.  જો કે આ માટે  વિડિયો કોન્ફરન્સ વડે, એરપોર્ટ એક્સપ્રેસ લાઈનથી જ સવારે ૧૧ વાગે ઉદઘાટન કરશે.

અત્યાધુનિક સંશોધન આગામી સમયમાં દિલ્હી NCRનાં રહીશો માટે આરામદાયક મુસાફરી અને સરળતાથી ભરેલી હરફર શક્ય બનાવશે.  દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઈન કે જે ડ્રાઈવર વગરની ટ્રેનના વર્ગમાં જોડાવવાની છે તે વર્ગમાં વિશ્વની માત્ર 7 ટકા ટ્રેનો મેટ્રો ટ્રેન જ મોજૂદ છે.

તેમ DMRC એ એક યાદીમાં જણાવ્યું છે.

સંપૂર્ણપણે ઓટોમેટિક તેવી આ ટ્રેનમાં કોઈ જ માણસથી થઈ શકે તેવી ભૂલની શક્યતા નથી.  આ ટ્રેનનો ઉદ્દેશ જ એ છે.

ડ્રાઈવર વગરની ટ્રેનો જે પૂરી રીતે જાતે ચાલવા સક્ષમ છે તેમાં કોઈ માનવીય હસ્તક્ષેપ રહેશે નહિ અને એથી જ દુર્ઘટના થવાની કોઈ ગુંજાઇશ રહેશે નહિ.  દિલ્હી મેટ્રો માટે આ દિશામાં ફરી એકવાર એક ઉપલબ્ધિ હાંસલ કરવામાં આવી છે એમ જરૂર કહી શકાય.

દિલ્હી મેટ્રોની પિંક લાઈન પણ ડ્રાઈવર લેસ ટેકનોલોજી અપનાવવા જઈ રહી છે અને તે લગભગ 2021નાં મધ્ય ભાગથી શરૂ થશે.

કુલ 390 કિલોમીટરને સાંકળતી દિલ્હી મેટ્રો ટ્રેન અત્યારે 285 સ્ટેશનને જોડે છે તેમજ 11 કોરિડોરનો આમાં સમાવેશ થયો છે, ગ્રેટર નોઈડા જેનો એક હિસ્સો છે.

તમને ગમશે – પ્રથમ વર્ષગાંઠ: વંદે ભારત એક્સપ્રેસે રેલવેને કરોડો કમાવી આપ્યા

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here