કાજોલ દેખાશે હવે નાના પરદે – ૨૦૨૧માં નેટફલીક્સ પર આગમન

0
330
Photo Courtesy: Indian Express

નેવુંના દાયકામાં નાની ઉંમરે સિનેજગતમાં ખલબલી મચાવનાર અભિનેત્રી કાજોલ છવાઈ ગયેલી.   વારસામાં એક્ટિંગ મળ્યું જ હતું અને તેમાં એની મહેનત ભળી.

કિશોર કુમાર અને મધુબાલા કે શશી કપૂર અને નંદાની જોડીની માફક શાહરૂખ ખાન સામે જોડી બને તેમાં કાજોલ લેવાય તો ફિલ્મ લગભગ હિટ જ હોય તેવું નક્કી ગણાતું.

ઈશ્ક,બાઝીગર,DDLJ, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, માય નેમ ઈઝ ખાન અને ફના જેવી યાદગાર ફિલ્મોની સફળ અભિનેત્રી કાજોલ, અજય દેવગણ સાથે સંસાર માંડ્યા પછી લગભગ ઘણાં વર્ષો સુધી બહુ મોટા પ્રોજેક્ટનો હિસ્સો ભાગ્યેજ બની છે.

છેલ્લે તાન્હાજીમાં ઝળક્યા બાદ હવે કાજોલ ફરી જોવા મળશે, અલબત્ત આ વખતે નાના પરદે. પ્રફુલ્લિત સ્મિત અને પ્રભાવશાળી અભિનય પ્રતિભા ધરાવતી જાણીતી અને માનીતી અદાકારા રેણુકા શાહને, આવી રહી છે પોતાની એક ફિલ્મ સાથે.  આ ફિલ્મ વર્ષ 2021નાં પ્રારંભિક તબક્કામાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

તન્વી આઝમી અને મિથિલા પાલકર સાથે બનેલી આ ફિલ્મ ‘ત્રીભંગા’ આમ તો 2020નાં વર્ષમાં જ આવનારી હતી.

OTT જગતમાં નવા વિષયો સાથે બનેલી ફિલ્મોની માંગ છે. તે જોતાં આ ફિલ્મ નિર્દેશકને આ ફિલ્મ 2020નો જ ભાગ બને તેવી ઈચ્છા હતી.   પણ VFX અને સાઉન્ડ ઇફેક્ટ્સ, લોક ડાઉનને કારણે ઓગસ્ટમાં જ છેક શક્ય બન્યું.

હવે આ ગાળા દરમિયાન બીજી કેટલીયે ફિલ્મો વગેરે રિલીઝ થવા તૈયાર હતાં. સિદ્ધાર્થ મલ્હોત્રા અને અજય દેવગણ દ્વારા નિર્મિત આ ફિલ્મ હવે 2020 નાં પ્રથમ ત્રણ-ચાર મહિનાઓમાં જ આવવાની શક્યતા છે.

ક્રિસમસની રજાઓ પછી કાજોલ પર કેન્દ્રિત થયેલી આ ફિલ્મની એક ઝલક જોવા મળશે.  નિર્દેશન પછીના જરૂરી તમામ કાર્ય પૂર્ણ થતાં રેણુકાએ આ ફિલ્મ નેટફલીકસને સોંપાઈ ગયાનું જણાવ્યું હતું.  હવે નેટફલીકસ દ્વારા ક્યારે ફિલ્મ રિલીઝ કરાશે તે અંગેની કોઈ તારીખની જો કે જાણ કરવામાં આવી નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here