હવે વિદેશયાત્રા માટે ફક્ત પાસપોર્ટ જ નહીં પરંતુ વેક્સિન પાસપોર્ટ પણ જરૂરી

0
342
Photo Courtesy: Afar

વિદેશ પ્રવાસ કરતી વખતે પાસપોર્ટ તો જરૂરી પણ શું તમે જાણો છો કે આવતા વર્ષથી વેક્સિન પાસપોર્ટ પણ બની શકે છે જરૂરી!

વિદેશયાત્રાનું પ્રથમ સોપાન છે પાસપોર્ટ. જરૂરી કાગળો અને માહિતી સાથે પાસપોર્ટ ઓફિસ ગયાનું ઘણાએ અનુભવ્યું હશે.  સંતોષકારક રીતે અરજદારની તમામ હકીકતોની ચકાસણી થયા પછી જ પાસપોર્ટ મળે છે.

કોરોનાના કહેર પછી સમગ્ર જગત એક જુદી દશામાં આવી ગયું છે.  આવનારું વર્ષ રસીકરણને લીધે ચોક્કસ આશાસ્પદ બનશે.  દિવસો નહી પરંતુ મહિનાઓ સુધી હવાઈ માર્ગ બંધ રહ્યાનું કદાચ પહેલીવાર બન્યું છે.  ફરી સામાન્યતઃ જનજીવન બનતા લોકોની આવનજાવન શરૂ થઈ છે.  અલબત્ત પહેલાં જેટલું સરળ કશું રહ્યું નથી.

વિશ્વના મોટા ભાગના દેશોમાં વેક્સિન આવતાં રસીકરણની પ્રક્રિયા શરૂ કરાઇ છે.  ધીરેધીરે જગત ફરી નોર્મલ બનવા જઈ રહ્યું છે ત્યારે અમુક નવી પ્રણાલિકાઓ સ્થાન લે તો નવાઈ નહી. જેમાંની એક અતિ મહત્વની કામગીરી હશે વેક્સિન પાસપોર્ટની જોગવાઈ.

CNN દ્વારા અપાયેલી માહિતી મુજબ વિવિધ કંપનીઓ એવી એપ તૈયાર કરવામાં પડી છે જે તેનો ધારક COVID નેગેટિવ છે તે બતાવશે. સાથોસાથ કોન્સર્ટ હોય કે પાસપોર્ટ, સિનેમા, સ્ટેડિયમ, ઓફિસ અને આંતર રાષ્ટ્રીય યાત્રા માટે આ સાબિતી બધે જોડે રાખવામાં સહાય કરશે.

આ રહી માહિતી જે વેક્સિન પાસપોર્ટ અંગે જાણવી જરૂરી છે.

અમુક દેશો એવી જાતની એપ અપનાવવા ગંભીર છે જે કોઈ પણ વ્યક્તિના છેલ્લા કોવીડ નેગેટીવ રિપોર્ટ સાથોસાથ તેણે લીધેલી રસીઓ વિશે પણ માહિતગાર કરે.

કોમન ટ્રસ્ટ નેટવર્ક દ્વારા તૈયાર થયેલી કોમન પાસ એપ આનું ઉદાહરણ છે.  જે પણ આ એપ વાપરે તે કોવીડ રિપોર્ટ સાથે વેક્સિન માટે પણ સાબિતી તરીકે આપી શકે.  આ માહિતી એકવાર સ્ટોર થાય એટલે એક વિશિષ્ટ QR કોડ બને જેનો ઉપયોગ એરપોર્ટ કે બીજા કોઈ પણ જાહેર સ્થળ પર આપી શકાશે જ્યાં આ જાતની ખાતરી આપવી ફરજીયાત હોય.

કોમન ટ્રસ્ટ નેટવર્ક ‘ ધ કોમન્સ પ્રોજેક્ટ એન્ડ ધ વર્લ્ડ ઇકનોમિક ફોરમ ‘ અંતર્ગત કામગીરી કરે છે.  જાણીતી એર લાઈન કંપનીઓ જેવી કે કેથે પેસિફિક, જેટ બ્લુ, લુફ્તંસા, સ્વીસ એરલાઇન્સ વગેરે જોડે મળીને આ દિશામાં કામ હાથ ધર્યું છે જેથી આ વેક્સિન પાસપોર્ટ માટે જરૂરી જોગવાઈઓ થઈ શકે.

એવું લાગી રહ્યું છે કે હવેથી દરેક વિદેશયાત્રા સમયે વેક્સિન પાસપોર્ટ પણ તેનું અભિન્ન અંગ બની જશે.

તમને ગમશે: ઇન્જેક્શન નહીં પરંતુ નાકથી જ અપાશે મેઈડ ઇન ઇન્ડિયા એન્ટી-કોવીડ વેક્સીન

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here