રાજસ્થાનની ત્રણ ગ્રામીણ બહેનોનું એક સાથે PhD થવું; એક અવિસ્મરણીય ઘટના

0
302
Photo Courtesy: News24

બેટી બચાઓ, બેટી પઢાઓ’ સાર્થક કરે તેવી વિરલ ઉપલબ્ધિ રાજસ્થાનના એક ગામમાં તાજેતરમાં બની છે. સરિતા તિલોટિયા ભૂગોળ વિષય સાથે, કિરણ તિલોટિયા કેમિસ્ટ્રી અને ત્રીજી બહેન અનિતા, એજ્યુકેશન વિષય સાથે PhD થઈ છે

નોંધપાત્ર વાત એ કે આ ત્રણે બહેનોના પિતા એક ખેડૂત હતા.  રાત્રે ખેતીકામ અને સવારે જૂતાની દુકાન પર કામ કરી ગુજરાન ચલાવતા પિતાની આ ત્રણ પુત્રીઓએ  રાજસ્થાનની સૂકી ભૂમિને ગૌરવ બક્ષ્યું છે.  તેમને ઝુંજણું જિલ્લાની યુનિવર્સિટીએ ડોક્ટરેટ પદ એનાયત કર્યું છે.

જગદીશ પ્રસાદ જબરમલ ટીબ્રેવાલ યુનિવર્સિટી,ચૂરેલા ગામ, ઝુંજણું જિલ્લા તરફથી આ ત્રણેય બહેનોને એક સાથે ડિગ્રી મળી છે.

આ ત્રણે બહેનો ભારતમાં ભણતરને એક નવી ઊંચાઈ પર જોવા માગે છે અને એ માટે પોતાનું યોગદાન આપવા તત્પર છે.  ભારત દેશમાં આ બીજી વખત આવો બનાવ બન્યો છે જ્યારે એક સાથે ત્રણ દીકરીઓ PhD થઈ હોય.

અગાઉ મધ્યપ્રદેશમાં એક સાથે ત્રણ બહેનોના રીતે PhD હાંસિલ કરી ચૂકી છે, જે ભારત માટે શૈક્ષણિક જગતમાં આવો સર્વ પ્રથમ બનાવ હતો.

ત્રણ પૈકી સૌથી મોટી પુત્રી સરિતાએ જણાવ્યું કે તેમના પિતા પોતાની પુત્રીઓ ભણે તેવું ઈચ્છતા હતા.  અમે અમારી જિંદગીમાં ક્યારેય પગ વાળીને બેઠાં નથી કેમકે અમારા પિતા જે અમારા પ્રેરણાસ્રોત છે તેઓ પોતે કદી નવરા બેઠા નથી અને સતત કાર્યશીલ રહેવું એ જ એમનો જીવનમંત્ર હોઈ અમે પણ એ જ અપનાવ્યો છે.

“અમારો જન્મ ભલે ગામડાં માં થયો પણ અમે ભણવા માટે જયપુર અને ઝુંજણું જિલ્લામાં હોસ્ટેલમાં રહ્યાં હતાં.  એટલું જ નહિ અમે ત્રણે બહેનોએ લગ્ન પછી આ ડિગ્રી મેળવી છે કેમકે અમારા પિતા માનતા કે જીવનમાં સતત ગતિશીલ રહેવું, તેમ તેમણે ઉમેર્યું હતું.

પિતા મંગળચંદ તિલોટીયા આજથી વર્ષો પહેલા ‘બેટી પઢાઓ’ સિધ્ધાંતને અનુસરી ચૂક્યા હતા.

ઉચ્ચ ભણતરને પામવા માટે જરૂરી યુનિવર્સિટીની સ્થાપના ગામડામાં પણ થવાથી દીકરીઓને સારી તક સાંપડી છે. આંતરિક વસાહતોમાં સગવડ મળવાથી છોકરીઓને પ્રેરણા મળી છે.

સરિતા હાલ 41 વર્ષની છે અને તેના લગ્ન માત્ર 16 વર્ષે થયેલાં. તેમના પતિ ધાન્ય વેચાણનું કામ કરે છે.  આથી આ ધંધામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને તેમણે તેમાં નડતી મુશ્કેલીઓ અનુરૂપ વિષય પસંદ કરી PhD કર્યું છે.

તમને ગમશે – સશક્તિકરણ: મોદીના વારાણસીની મહિલાઓના જીવન પાપડે બદલ્યા!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here