છેતરપિંડી: મોંઘી કારના મોડિફિકેશન માટે જાણીતા દિલીપ છાબરીયાની ધરપકડ

0
301
Photo Courtesy: Auto Bash

ભારતમાં મોંઘી કારના મોડિફિકેશન માટે જાણીતી DC કંપનીના કર્તાધર્તા દિલીપ છાબરીયાની મુંબઈ પોલીસે 40 કરોડની છેતરપિંડીના આરોપસર ધરપકડ કરી છે.

મુંબઈ: મુંબઈ પોલીસનું કહેવું છે કે અવાન્તી સ્પોર્ટ્સ કારના મોડિફિકેશનમાં કરેલી 40 કરોડની છેતરપિંડી બદલ તેણે DCના કર્તાધર્તા દિલીપ છાબરીયાની ધરપકડ કરી છે. DC ડિઝાઈન તરીકે પ્રખ્યાત કાર મોડિફિકેશન સ્ટુડિયોના માલિક દિલીપ છાબરીયા પર પોલીસે કલમ 420 લાગુ કરી છે.

એક રિપોર્ટ અનુસાર આ 40 કરોડનું સ્કેમ DC અવાન્તી કાર સાથે સંકળાયેલું છે. પોલીસનું કહેવું છે કે છાબરીયાએ DC અવાન્તી સ્પોર્ટ્સ કારના ઘણા બધા મોડલ્સ એક જ એન્જીન અને ચેસીસ નંબર સાથે વેંચ્યા છે.

આ ઉપરાંત છાબરીયા પર એક કાર પર અસંખ્ય લોન લઈને તેને થર્ડ પાર્ટીને વેંચી નાખવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસનો છાબરીયા પર એવો આરોપ પણ છે કે તેમણે પોતાના જ સ્ટુડિયોમાં ડિઝાઈન કરેલી કારને નોન બેન્કિંગ ફીનાન્શીયલ કંપનીઓ એટલેકે NBFCs પાસેથી લોન લઈને ખરીદી હતી અને ત્યારબાદ તેને ગ્રાહકોને વેંચી નાખી હતી.

પોલીસને શંકા છે કે છાબરીયાએ આ પ્રકારે ઓછામાં ઓછી 90 કાર વેંચી દીધી છે.

તમને ગમશે – બેવડો ફાયદો: પર્યાવરણ અને ખર્ચ બચાવે તેવું અનોખું eBike!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here