ભગો: તોડેલા Jio મોબાઈલ ટાવર્સથી અંબાણીને એક પૈસાનું પણ નુકશાન નથી થયું

0
298

પંજાબના ખેડૂતો દ્વારા ચાલી રહેલું આંદોલન પંજાબમાં જરા વધુ જ હિંસક અને તોફાની બન્યું છે, અને કેટલાક તોફાની ખેડૂતોએ Jio નો વિરોધ કરવા તેના મોબાઈલ ટાવર્સ તોડ્યા હતા પરંતુ તેનાથી અંબાણીને એક પૈસાનું પણ નુકશાન નથી થયું.

મુંબઈ: ખેડૂતોના નામે શરુ થયેલું આંદોલન અચાનક જ અંબાણી અને અદાણી વિરોધી  બની ગયું અને તેમાં કેટલાક ખાલિસ્તાની તત્વો પણ ભળ્યા હતા. સમગ્ર ભારતના ખેડૂતો નવા કૃષિ કાયદાઓના વિરોધમાં હોવાનું ચિત્ર ઉભું કરવા જતાં આ આંદોલન હવે માત્ર પંજાબના જ ખેડૂતો પૂરતું મર્યાદિત બની ગયું છે.

પંજાબના વિભિન્ન હિસ્સાઓમાં તોફાની ખેડૂતોએ Jioના લગભગ 1300 ટાવરોને નિશાન બનાવીને તેને નુકશાન પહોંચાડ્યું હતું. આમાંથી કેટલાક ટાવરોના જનરેટર ચોરાઈ ગયા હતા તો કેટલાકની વિજળી સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી.

આમ કરીને તોફાનીઓ તેમજ તેમના નેતાઓ જે કોઈ અગમ્ય કારણોસર અંબાણીનો વિરોધ કરવાનો પોતાનો એજન્ડા ચલાવી રહ્યા છે તેમનું એવું માનવું હતું કે તેઓ આમ કરીને રિલાયન્સ અને મુકેશ અંબાણીને નુકશાન પહોંચાડશે, પરંતુ તાજા સમાચાર અનુસાર તેમનો આ દાવ સદંતર નિષ્ફળ ગયો છે.

જાણવા મળ્યા અનુસાર રિલાયન્સની માલિકી ધરાવતા Jioએ થોડા સમય અગાઉ જ આ તમામ ટાવરો કેનેડાની કંપની બ્રુકફિલ્ડને વેંચી દીધા હતા. એક આંકડા અનુસાર રિલાયન્સે આ તમામ ટાવર્સ બ્રુકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સ એલ.પી ને લગભગ 25,215 કરોડમાં વેંચીને આ રકમનો ઉપયોગ રિલાયન્સ Jio ઇન્ફ્રાટેલના દેવા ચૂકવવામાં કરવાનો નિર્ણય લીધો છે.

હવે મતલબ સાફ છે કે જે ટાવરોને નુકશાન પહોંચાડીને ખેડૂતો પોતે અંબાણીને નુકશાન પહોંચાડી રહ્યા હોવાનું સમજી રહ્યા હતા અને ખુશ થઇ રહ્યા હતા તે એમના હતા જ નહીં, બલ્કે કેનેડાની એક કંપનીના છે જે કેનેડામાં બેસીને કેટલાક ખાલિસ્તાની તત્વો આ આંદોલનનો લાભ ઉઠાવીને પંજાબમાં અરાજકતા ફેલાવવા માંગે છે.

હા, એ શક્ય છે કે આ પ્રકારે અસંખ્ય ટાવરોને નુકશાન થવાથી પંજાબમાં રહેલા Jioના સબસ્ક્રાઈબર્સને જરૂર તકલીફ પડી હશે, પરંતુ અંબાણીને બિલકુલ તકલીફ પડી નથી. એવું જાણવામાં આવ્યું છે કે થોડા દિવસો અગાઉ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અભિયાનના પ્રભારી શ્રીવત્સ દ્વારા પંજાબના ખેડૂતોને Jio મોબાઈલની વિજ સપ્લાય બંધ કરવા માટે પ્રોત્સાહન આપતા જોવા મળ્યા હતા.

શ્રીવત્સે કહ્યું હતું કે આમ કરવાથી ખેડૂતોને સમજણ પડી ગઈ છે કે મોદી સાથે સીધી વાતચીત કરવાનો સીધો રસ્તો અંબાણીને તકલીફ આપીને જ મળશે. શ્રીવત્સનું એમ પણ માનવું હતું કે આ પ્રકારની અપરાધિક પ્રવૃત્તિ જો સમગ્ર દેશમાં કરવામાં આવે તો મોદી દોડતા દોડતા દિલ્હીની સિંઘુ બોર્ડર પર પહોંચી જશે જ્યાં પંજાબના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

જો કે, આંદોલનકારી ખેડૂતો કરતાં મોટી સંખ્યા ધરાવતા દેશભરના વિવિધ ખેડૂત સંગઠનોએ છેલ્લા અમુક દિવસો દરમ્યાન કૃષિમંત્રી નરેન્દ્ર સિંગ તોમરની મુલાકાત લઈને નવા કૃષિ કાયદાઓ અંગે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે.

તમને ગમશે: મૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે??

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here