શું પરમદિવસથી તમારું વોટ્સ એપ બંધ થઇ જશે? – જાણો વિગતો

0
714
Photo Courtesy: YouTube

1લી જાન્યુઆરીથી વોટ્સ એપ અમુક વર્ઝન પર કામ નહિ કરે તેવું વાંચી ડરશો નહિ, આ રહી વિગતો કયા ફોન પર તે કઈ રીતે કામ કરશે!

સામાન્ય રીતે વોટસએપ જૂના ios અને Android વર્ઝનને દર વર્ષના અંતે સપોર્ટ કરવાનું બંધ કરી દે છે. આ વર્ષે પણ આવી અનેક વાયકાઓ આવી છે કે iOS 9 અને Android 4.0.3 નીચેના તમામ વર્ઝનને વોટ્સ એપ સપોર્ટ નહી કરે અને આથી આવા મોબાઈલ પર વોટ્સ એપ કામ નહી કરે.

પરંતુ એ વાત નોંધનીય છે કે વોટસએપ ફક્ત એટલું જ જણાવે છે કે ઉપર જણાવેલ વર્ઝન કરતા તમારો ગેજેટ ઓછું વર્ઝન ધરાવતું હશે તો જ તમને તકલીફ પડશે, નહીં તો તમે વોટ્સ એપનો આનંદ અત્યારે માણો છો એ જ રીતે માણતા રહેશો.

આથી ઉપયોગ કરવા વાળા તમામ લોકોએ પોતાના સ્માર્ટફોન પર OS કોમ્પેટીબલ વર્ઝન રાખવું જરૂરી છે.

Android અને iPhone ધારકોએ Settings > General > પર જઈ પોતાના ફોન અંગેની માહિતી તપાસી લેવી.

અત્યારે મોટા ભાગના સ્માર્ટફોન જોકે નવા વર્ઝન થી જ સપોર્ટ પામેલા હોય છે આમ છતાં આ એપનો ઉપયોગ ચાલુ રહે તે માટે એકવાર જોઈ લેવું હિતાવહ છે.

જાણીએ કયા કયા મોબાઈલ વોટસએપ સપોર્ટ ગુમાવશે. iPhone બાબત જોઈએ તો એ દરેક આઇફોન 4 કે તેથી પહેલાંના કોમ્પેટીબલ નહી રહે અને સપોર્ટ ગુમાવશે.  કેમકે તેમાં iOS 9 નથી.

એ જ રીતે iPhone4S, iPhone 5, iPhone 5S, iPhone 6 ane iPhone 6s એ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ ને iOS 9 કે તેથી આગળની રાખવી જરૂરી છે, જો વોટ્સ એપ નો ઉપયોગ ચાલુ રાખવો હોય તો.

એન્ડ્રોઈડ ધારકો માટે 4.0.3થી જૂના કોઈપણ વર્ઝન વાળા મોબાઈલ પર વોટ્સેપ કામ નહિ કરે.

જો કે હવે ઉપરોક્ત જણાવેલ વર્ઝન થી જૂના વર્ઝન વાળા બહુ ઓછાં મોડેલ છે જેમકે HTC Desire, LG Optimus Black, Motorola Droid RAZR ane Samsung Galaxy S2.

સપોર્ટ કઈ ચોક્કસ તારીખથી બંધ થશે તે જણાવાયું નથી પણ પહેલી જાન્યુઆરીથી આ ફેરફાર અમલી બનવાની શક્યતા છે.  iOS 9 અને એન્ડ્રોઈડ 4.0.3 થી નીચેની ઓપરેટિંગ સિસ્ટમને આમતો વોટ્સ એપ હાલના તબક્કે જ સપોર્ટ કરતું નથી.  આ આખી વાત ડિસેમ્બર 2019 ની હતી જે જાન્યુઆરી 2021 સાથે સાંકળવામાં આવી છે.

ઉપર જણાવેલ ઓપરેટિંગ સિસ્ટમ મુજબ તમારો ફોન છે કે નહિ તે ચેક કરવું અને લાગુ પડતું લાગે તો ફોન બદલી નાખવો.  આ વર્ષની શરૂઆતમાં iOS 8 થી જૂના અને એન્ડ્રોઈડ 2.3.7થી જૂના મોડેલનો વોટસએપ સપોર્ટ ઉઠાવી લેવાયો છે.

તમને ગમશે: હવે એકથી વધુ ડિવાઈસ પર વોટ્સએપનો ઉપયોગ શક્ય બનશે!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here