ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે એક એવી બેટરી જે આખો દશકો ચાલશે

0
329
Photo Courtesy: New Atlas

ગમે તેવો મોબાઈલ લો, એક ચોક્કસ સમય પછી મોટાભાગના લોકોનો સૌથી મોટો પ્રશ્ન બેટરી જલ્દી પૂરી થઈ જાય છે અને તેને લઇને અનેક લોકો ફરિયાદ કરતા હોય છે. સતત અને સખત ઉપયોગને કારણે મોબાઈલની બેટરીની આવરદા ધીમે ધીમે ઘટતી જાય છે. આ પાછળના ઘણા કારણો હોઇ શકે છે. પણ કોઈ એમ કહે કે, એક એવી બેટરી છે જે ઓછામાં ઓછા એક દાયકા સુધી ચાલશે તો?

આ સાંભળીને તમારી આંખો ઊંચી થઇ ગઇને!

તમારી ઊંચી થઇ ગયેલી આંખોને હમણા નીચી કરી દો.

નેનો ટેકનોલોજીથી એક એવું ડિવાઈસ કે ટેકનોલોજીનું અંતિમ પરીક્ષણ થઈ રહ્યું છે કે, જેનાથી બેટરી પૂરી થવાનો પ્રશ્ન ભૂતકાળ થઇ જશે.

જેમ જેમ ટેકનોલોજીના ઉપકરણ નાના થતા ગયા એમ નેનો ટેકનોલોજીનો વિકાસ મોટો થતો ગયો.

વચ્ચે એક એવો પણ સમય આવ્યો કે, બેટરી ચાર્જિગમાં મૂક્યા બાદ લોકો રિંગ વાગે તો ફોન ઉપાડવા માટે ડરતા હતા.

કારણ કે, બેટરી ફાટીને ધડાકો થયો હોય એવા ગંભીર બનાવો સામે આવ્યા હતા.

માટે આપણી સમક્ષ આવ્યું, પાવર ઓટો કટ ફીચર.

જોકે તે એક ફીચર નહીં પણ ટેકનોલોજી છે.

પણ નેનો ડાયમંડ બેટરી એક એવી ટેકનોલોજીના શ્રીગણેશ કરવા માટે તૈયાર થઈ રહી છે. જેનો ઉપયોગ મેડિકલ ડિવાઈસથી લઈને ડિજિટલ પ્લેટફોર્મ પર થશે.

એટલે નાની બેટરીઓની ઉત્પાદકતા ઘટશે પણ સાવ બંધ નહીં થાય. માટે આપણે ડરવાની સહેજ પણ જરૂર નથી.

પરિવર્તનનું સાતત્ય રોમાંચથી ભરપૂર હોય છે, ત્યારે ચાલો આપણે જાણીએ કે, ટેકનોલોજીની દુનિયામાં દાયકાઓ સુધી ચાલનારી બેટરીની જીવનકથા કેવી હશે.

આ બેટરી પાછળ શું છે નેનો ટેક્નોલોજી ?

 • કદ નાનું અને કેપેસિટી લાંબી, વિશાળ, અસીમ અને અમાપ.
 • જેમાં રજીસ્ટર અને ઈલેક્ટ્રોનનું કોમ્બિનેશન હોય છે.
 • નેનો ડાયમંડ બેટરી કોઈ સામાન્ય બેટરી નથી. આ એક એવી બેટરી છે જેની સક્ષતા વર્ષોના વર્ષો ચાલવાની છે. એટલે કે, તે ઝડપથી ડિસચાર્જ થતી નથી.
 • અમેરિકાના કેલિફોર્નિયામાં એક સ્ટાર્ટઅપ શરૂ થયું હતું. જેનું નામ છે NDB અને જેનો કોન્સેપ્ટ એવો હતો કે, એક એવી બેટરી તૈયાર કરવામાં આવે જે કલાક કે દિવસો નહીં વર્ષો સુધી ચાલે.
 • માત્ર ચાલે જ નહીં પણ એના પર લોડ વધે ત્યારે કામ પણ એટલું ઝડપથી કરી આપે.
 • આ સ્ટાર્ટઅપે તૈયાર કરેલા એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ બેટરી સરેરાશ ૨૮૦૦૦ વર્ષ સુધી કામ કરી શકે છે, જીવંત રહી શકે છે.
 • એટલે જો મોબાઈલ કંપનીઓ આ સ્ટાર્ટઅપ સાથે હાથ મિલાવશે તો ઘરે આવીને બોક્સ ખોલ્યા બાદ તમારે મોબાઈલને ચાર્જ જ નહી કરવો પડે તમે મોબાઇલનો ડાયરેક્ટ જ ઉપયોગ કરી શકશો.
 • એટલે આ પ્રકારની બેટરી મોબાઈલમાં હશે તો તમને ઓછામાં ઓછા દસ દિવસ સુધી તો ચાર્જિગની ઝંઝટમાંથી છુટકારો જરૂર મળશે.
 • માત્ર મોબાઈલ જ નહીં કોઇ પણ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ, મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ, લાઈટિંગ, સેન્સર મશીનથી ચાલતી લેડર્સ કે દરવાજા, ડિજિટલ ક્લોક વગેરે જેવા ડિવાઈસમાં આ બેટરી આવી જાય તો એ તમામને નવજીવન મળશે. એટલે એમાં બેટરી બદલવાની મથામણમાંથી દરેકને મુક્તિ મળશે.
 • સામાન્ય રીતે જ્યારે મોબાઈલમાં બેટરી કામ કરવાનું બંધ કરી દે ત્યારે મોટાભાગના લોકો મોબાઈલ બદલી નાખે છે.
 • પણ આ સ્ટાર્ટઅપે ઘણી બધી બેટરી અંગે રિપોર્ટ તૈયાર કરીને આ વસ્તુનું નિર્માણ કર્યું છે.
 • અમેરિકાના કેલિફોર્નિયામાં આ અંગે ઘણી બઘી ડિવાઈસ એપ્લિકેશન તૈયાર થઈ રહી છે.

અન્ય અગત્યની માહિતી

 • જ્યાં સતત એક ઈલેક્ટ્રોન સપ્લાયની જરૂર રહે છે ત્યાં આવી બેટરી આશીર્વાદરૂપ છે. એટલે સર્વરરૂમ જેવી સિસ્ટમમાં બેટરી સ્વિચ કરવાની કોઈ માથાકુટ જ નહીં.
 • સ્પેસસ્ટેશન, સેટેલાઈટ, એરક્રાફટ અને પાવર ડ્રોન જેવા ડિવાઈસમાં સતત વીજળીની જરૂર હોય છે.
 • સાઈઝ પ્રમાણે કસ્ટમાઈઝ થઈ શકે છે પણ એનું ટ્રાંસમિશન અંગે કેવું અને કેટલું જોખમ છે એનું ટ્રાયલ ચાલે છે. કારણ કે વચ્ચે પેદા થતી વીજળીને ક્નેક્ટ કરી ડિવાઈસ અને બેટરી બંનેને સુરક્ષિત રાખવાની છે.
 • વાયરિંગ અંગે પણ તે ટ્રાયલ સ્ટેજમાં છે. કારણ કે જેવી સેફિટ એના લેયર્સમાં છે એટલી એના એપ્લિકેશનમાં હોવી જરૂરી છે.
 • વાહનોમાં આવી બેટરી આવી જાય તો મહાનગરમાં વાહનોથી ઊભો થતો પ્રદૂષણનો પ્રશ્ન નીવારી શકાય.
 • ઓટોકટ ઓફ ટેકનિકસ સાથે જોડી દેવામાં આવે તો એમાં ટાઈમ લિમિટ પણ સેટ કરી શકાય. એટલે એક ચોક્કસ સમય બાદ ડિવાઈસ ઓફ થઈ જશે.
 • લંડનની બ્રિસ્ટલ યુનિવર્સિટીએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં આ બેટરીથી નવી ક્રાંતિ આવશે એવો દાવો કરાયો છે.
 • જ્યારે બેટરીનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો થશે ત્યારે એ અનેક ઉપકરણની આવરદા લંબાવી દેશે. ડિવાઈસ મેઈટેનન્સ પણ ઓછું આવશે.

આ રીતે બેટરીમાં વીજ કરંટ બને છે

 • રેડિયોએક્ટિવ એક પ્રકારની એનર્જી છે. જેને ટ્રાંસફોર્મ કરાય છે.
 • જેમાં રહેલા રેડિયોએક્ટિવ રેને કારણે વિપુલ પ્રમાણમાં ઈલેક્ટ્રોન પેદા થાય છે. એટલે એક પ્રકારનો કરંટ પેદા થાય છે અને વીજળી ઉત્પન્ન થાય છે.
 • એનો આકાર એની સૌથી મોટી ખાસિયત છે. કારણ કે ચોખાના દાણા જેટલું કદ નાના ડિવાઈસમાં ફિટ કરી શકાય છે.
 • આવી બેટરી હોમ એપ્લાયન્સમાં જોડી દેવામાં આવે તો વીજળીનું કેટલું બિલ બચી જાય છે તેનો હિસાબ કરવો મુશ્કેલ થઇ જશે.
 • આ એક પ્રકારની યુનિક બેટરી છે.
 • હાલમાં એના કદ અને પરીક્ષણ પર કામ થઈ રહ્યું છે.
 • જેમ કે બટન સેલ જેવી બેટરી, પોર્ટેબલ કેબલ બેટરી.
 • હવે એક લીસ્ટ બનાવો કે કેટલી વસ્તુ બેટરીથી ચાલે છે અને ત્યાં આ બેટરી આવી જાય તો એ વસ્તુની લાઈફલાઈન કેટલી લાંબી થાય?

આ બેટરીના અઢળક ફાયદા

૧) બેટરી ફાટવાનો કોઈ પ્રશ્ન નથી એટલે બાળકોના પ્લેટોયથી લઈને પ્લેયર સુધી કોઈ ચિંતા નહીં.

૨) હાઈમર્જ ટાવરમાં લગાવી દેવામાં આવે તો દિવસે પણ લાઈટ બંધ નહીં કરો તો ચાલશે.

૩) ઉદ્યોગોમાં ઘણી એવી મશીનરી છે જેમાં બેટરીનો ઉપયોગ થાય છે. આ બેટરી લાગતા એની આવરદા કાચબાના જીવનકાળ જેટલી થઈ જશે.

૪) સૈન્ય ક્ષેત્રમાં પોર્ટેબલ લાઈટિંગ ઊભી કરી શકાય. એટલે નાઈટ પેટ્રોલિંગમાં રાહત મળી રહે.

૫) મોબાઈલ ફોનમાં આવે તો ચાર્જર યાદ કરીને પેક કરવાની મથામણ મટી જશે.

૬) હાલ એનું પરીક્ષણ ચાલી રહ્યું છે એટલે કિંમત કેટલી રહેશે એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.

બે પ્રકારની બેટરી

 • સામાન્ય રીતે બે પ્રકારની બેટરી હોય છે.
 • ચાર્જેબલ અને નોન ચાર્જેબલ (વાપરીને ફેંકી દેવાવાળી).
 • ફોન, લેપટોપ, કેમેરા, સ્પીકર કે બ્લુટુથ હેન્ડ્સ ફ્રીમાં ચાર્જેબલ બેટરીને ફિટ કરાય છે.
 • એટલે તેને વારંવાર ચાર્જ કરી શકાય છે.
 • કેલક્યુલેટર જેવા ડિવાઈસમાં નોન ચાર્જેબલ બેટરી હોય છે. જેને ચાર્જ કરવાની કોઈ જરૂર નથી.
 • ચાર્જ કર્યા વગર વર્ષો સુધી ચાલે એવી બેટરી હવે આકાર લઈ ચૂકી છે.
 • એની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે.
 • એટલું જ નહીં, તે અન્ય ઉપકરણોને પણ સતત ચાર્જ રાખશે. એટલે નેનો ડાયમંડ બેટરી જે ડિવાઈસમાં હશે એ ઓછામાં ઓછું એક દાયકો ચાલશે.
 • નેનો ડાયમંડ બેટરીને સેલ્ફ ચાર્જિગ બેટરી પણ કહેવામાં આવે છે.
 • અમેરિકી સ્ટાર્ટઅપ NDBએ તૈયાર કરેલી આ ટેકનોલોજી આર્ટિફિશિયલ ડાયમંડ અને કાર્બન ૧૪ વેસ્ટની મદદથી તૈયાર કરવામાં આવી છે.
 • કંપનીએ દાવો કર્યો હતો કે, ન્યુક્લિયર વેસ્ટનો ઉપયોગ કરીને બેસ્ટ વસ્તુ બનાવી છે.
 • ન્યુક્લિયર વેસ્ટ દરેક દેશ માટે પડકારરૂપી પ્રશ્ન છે.
 • આ વેસ્ટને રિડયુસ કે રિયુઝ કરવું અતિ ખર્ચાળ છે. કારણ કે એમાં રેડિયો એક્ટિવ સામગ્રી હોય છે.
 • જેને ગમે ત્યાં નાંખવી જોખમી સાબિત થાય છે. એક ચોક્કસ પદ્ધતિથી એને ડિસ્પોસ કરવી પડે છે. પણ ન્યુક્લિયર વેસ્ટનો ઉપયોગ કેમ ન કરી શકાય?
 • આ પ્રશ્નના જવાબે નેનો ડાયમંડ બેટરીને જન્મ આપ્યો.
 • કાર્બિન ગ્રેફાઈને ચોક્કસ ટેકનિકથી ટ્રાન્સફોર્મ કરવામાં આવે તો એ ઈલેક્ટ્રિક પાવરનો પર્યાય સ્ત્રોત બની શકે છે. જે સુરક્ષિત છે અને લાંબા સમય સુધી કામ પણ આપે છે.
 • કાર્બન ૧૪ વેસ્ટમાં એક પ્રકારના રેડિયોએક્ટિવ રે હોય છે જે ખૂબ જ જોખમી હોય છે. એટલે એની વધુ સક્ષમ અને ઉપયોગી બનાવવા માટે કંપનીએ ડાયમંડનો ઉપયોગ કરી આ વસ્તુ તૈયાર કરી છે.
 • તે લિથિયમ આયન કરતા વધારે સુરક્ષિત અને ટકાઉ છે.

બેટરી ગરમ થતી ન હોવાથી ફાટવાનો કોઇ ચાન્સ જ નથી

 • બેટરીનું નામ આવે એટલે લોકો એ ચિંતા કરતા હોય છે કે તે કેટલી ગરમ થશે.
 • પણ જાણીને નવાઈ લાગશે કે આ ટેકનોલોજી એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે ચોક્કસ કોટિંગમાં બેટરી ગરમ થતી નથી.
 • તે ગરમ થતી નથી એટલે ફાટવાનો કોઈ ચાન્સ નથી.
 • નો હિટિંગ નો એક્સપ્લોસન.
 • સુરક્ષા માટેના દરેક માપદંડમાં પાસ થઈને આ બેટરીએ સફળતા પ્રાપ્ત કરી લીધી છે.
 • હાલ તે મોબાઈલ બેટરીના નેનો ટેક તબક્કામાં પરીક્ષણ સુધી પહોંચી ગઈ છે.
 • મોબાઈલ જ નહીં પણ બીજી ઘણી એપ્લિકેશનને વધુ મોડિફાઈ કરી શકાશે.
 • જેમ કે, સર્વરરૂમ, સેન્સર, લેડર્સ, ડિજિટલ ક્લોક અને હાઈમર્જ ટાવર.
 • નેનો ડાયમંડ બેટરી પરમાણુ રિએક્ટરના કોન્સેપ્ટ પર કામ કરે છે.
 • એટલે એની અંદર સતત એક પ્રકારના ઈલેક્ટ્રોન કે વીજ કરંટ પેદા થતો રહે છે. કારણ કે બહારનું પડ આર્ટિફિશિયલ ડાયમંડથી તૈયાર થયેલું હોય છે.
 • અંદર કાર્બન ૧૪ વેસ્ટ હોય છે. જે એક પ્રકારનું રેડિયો એક્ટિવ પદાર્થ છે. એની ઉપર એન્ટી રેડિયોએક્ટિવ ડાયમંડ લેયર હોય છે.
 • જેથી અંદરના કોઈ કરંટ વિસ્ફોટ થઈને બહાર ન આવે. જ્યારે પણ કોઈ બેટરીમાં વિસ્ફોટ થાય ત્યારે ડિવાઈસના ફૂરચા બોલાવી દે છે.
 • આવું ન થાય એટલા માટે અંદર ચોક્કસ પ્રકારના કોટિંગ મૂકવામાં આવ્યું છે. જેના કારણે બેટરી ગરમ થતી નથી અને ફાટવાનો કોઇ પ્રશ્ન રહેતો નથી.

તમને ગમશે: સ્માર્ટ ફોન વિશેની ગેરમાન્યતાઓ જાણો અને સ્માર્ટ બનો

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here