IRCTC દ્વારા નવી વેબસાઇટ તેમજ એપ લોન્ચ કરવામાં આવી; નવા ફિચર્સ જાણીએ

0
319

IRCTC  દ્વારા રેલ કનેક્ટ એપ અને નવી વેબસાઇટ લોંચ કરવામાં આવી છે.  તો ચાલો, રેલવેની સાઈટ અને એપમાં થયેલા સુધારા વધારા જાણીએ.

નવી દિલ્હી: રેલવે ટીકીટ ઓનલાઇન બુક કરતી વખતે હવે અપગ્રેડ થયેલી રેલ્વેની સાઈટwww.irctc.co.in અને IRCTC Rail connect Mobile App જોવા મળશે.

રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલે અત્યાધુનિક એપ લોંચ કરી છે.  રેલ્વેથી મુસાફરી કરનાર યાત્રીને ધ્યાનમાં રાખીને આ વિશ્વની ટોચ કક્ષાની એપ બનાવાઈ છે જેમાં પ્રથમ વખત લોગ ઈન જેવું ફીચર દાખલ થયું છે જે દરેક યાત્રીને પર્સનલ કસ્ટમાઈઝ કરી સુગમ બુકિંગ, આહાર અને રહેવાસ સહિતની સુવિધા ટીકીટ સાથે આપશે.

આ IRCTC એપના મુખ્ય ફીચર નીચે મુજબ છે:

  1. 1. દરેક યાત્રીને મુસાફરી સાથે તેના ભોજન, આવાસ, હોટેલ વગેરેની સવલતો ટીકીટ સાથે જ સાંકળીને અપાશે.
  2. 2. એન્ટ્રી સજેશન સાથે દરેક યાત્રી અથવા સ્ટેશન ને લગતી વિગતો AI દ્વારા અપાશે જેથી સ્ટેશન કે ઈ બુકિંગ શોધવામાં સરળતા રહે.
  3. 3. રિફંડને લગતી માહિતી યુઝર્સને પોતાના પેજ પર જ સીધી મળશે. અગાઉ આ વ્યવસ્થા નહોતી અપાયેલી.
  4. 4. પોતાની કાયમી કે ખાસ યાત્રા અંગેની માહિતી તુરંત જ અમુક માહિતી ભરતાંવેંત મળશે.
  5. 5. ટ્રેનને લાગતી સર્ચ અને તેની પસંદગી એક જ પેઇજ પર મળશે અને આમ ઓછા સમયમાં યાત્રીઓને વધુ સારો અનુભવ મળશે.
  6. 6. દરેક કલાસની વિગત જે તે ભાડાં સાથે એક જ જગ્યાએ જોવા મળશે જેથી ગમતી ટ્રેન અને ક્લાસ એક સાથે જ બુક થઈ શકે. અગાઉ એક એક ટ્રેન ચેક કરીએ ત્યારે જ આ માહિતી મળતી.
  7. 7. ટ્રેન અને બુકિંગ અવેલેબલ છે કે નહિ તે તુરંત જાણવા મળશે જેથી અવેલેબિલીટી લોડ થતાં સમય ન લાગે.
  8. 8. કોઈ ટીકીટ કન્ફર્મ થશે કે નહીં તેની શક્યતા કેટલી તે જોઈ શકાશે. અગાઉ વારંવાર વેઇટ લીસ્ટ ચેક કર્યા કરવું પડતું.

9.જો કોઈ એક તારીખે ટ્રેન મળે તેમ ન હોય તો અન્ય કઈ તારીખે મળશે તે જોઈ શકાશે.

  1. 10. જેમને કોમ્પ્યુટર ઓછું આવડતું હોય તે પણ સહેલાઈથી બુક કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. આથી ઘણી રાહત મળશે અને સમયની બચત થશે.
  2. 11. પેમેન્ટ પેજ પર યાત્રાની સંપૂર્ણ માહિતી આવશે અને એમાં જો ફેરફાર કરવો જરૂરી લાગે તો તે ફકત PRS સેંટર જઈને જ સુધારી શકાશે.
  3. 12. સાયબર સિક્યુરિટી પણ ધ્યાનમાં લઈને IRCTC ની આ સાઈટ બનાવાઈ છે, આથી સલામત છે.

તમને ગમશે – ઇંડિયન રેલ્વેનો મેગા પ્લાન : વર્ષ ૨૦૩૦ સુધીમાં વેઈટિંગ લિસ્ટ નાબૂદ થશે

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here